Trending News
સ્થાનિક સમાચાર

ભુજ શહેર અને તાલુકાના ફટકાડાના વેપારીઓ રરમી ઓકટોબર સુધીમાં અરજી કરી શકશે

15 October



ભુજ - કચ્છઉદય : આગામી દિવાળી પર્વ દરમિયાન ભુજ શહેર અને તાલુકા હેઠળ આવતા વિસ્તારો (જેવા કે માધાપર, સુખપર, મિરજાપર અને ભુજ)માં ફટાકડાના વેચાણ માટે હંગામી લાયસન્સ મેળવવા ઇચ્છુક વિક્રેતાઓએ મામલતદાર કચેરી ભુજ (શહેર), તાલુકા સેવા સદન, મુન્દ્રા રોડ, મુ. ભુજ ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજદારોએ ફોર્મની સાથે નિયત નમૂનાનું સોગંદનામું, નિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સહિતનીધોરણસરની અરજી જોડવાની રહેશે. અરજી તા. ૨૨-૧૦ સુધીમાં કચેરીના કામકાજના સમય દરમિયાન જમા કરાવવાની રહેશે. નિયત તારીખ અને સમયમર્યાદા બાદ આવેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની નોંધ લેવા મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
------

Comments

COMMENT / REPLY FROM