Trending News
ક્રાઈમ

મોડસર અને જરૂ ગામના મંદિરોમાં દાનપેટી  ચોરીનો ભેદ ઉકેલાયો : એક આરોપી ઝડપાયો

15 October



રશીદ ઉર્ફે વલો દેશર સમા ઝડપાયો, અન્ય બે આરોપીઓની શોધખોળ : રોકડ, મોબાઇલ અને બાઈક સહિત ૨૧,૨૦૦નો મુદ્દામાલ કબજે


અંજાર :  કચ્છના અંજાર વિસ્તારમાં મોડસર અને જરુ ગામનાં અલગ-અલગ મંદિરોમાં રાત્રિના સમયે દાનપેટીની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં અંજાર પોલીસને સફળતા મળી છે. પોલીસની ટીમે બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે રશીદ ઉર્ફે વલો દેશર સમા (ઉં.વ. ૨૮, રહે. નાના દિનારા, તા. ભુજ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબપૂછપરછ દરમિયાન આરોપીએ સલીમ જુણશ સમા (રહે. નાના દિનારા) અને હડીમ ઈબ્રાહીમ સમા (રહે. નાના દિનારા, હાલ માધાપર) સાથે મળીને બજાજ ડિસ્કવર મોટરસાઇકલ પર જઈ મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ચોરીની રોકડ રકમ ત્રણેયે વહેંચી લીધી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.આરોપી પાસેથી ૧,૨૦૦ રોકડા, ૫,૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલી હોવાનું જણાવાતી બજાજ ડિસ્કવર મોટરસાઇકલ, જેની કિંમત ૧૫,૦૦૦ છે, મળી કુલ ૨૧,૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું જણાવાયું છે.આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, ઁજીૈં એસ.જી. વાળા, આર.પી. જાડેજા તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM