કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થા દ્વારા સાહિત્ય ગોષ્ટીની બેઠક યોજાઈ
ભુજ - કચ્છઉદય : કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થા દ્વારા સાહિત્ય ગોષ્ટીની કાવ્ય પઠન સાથે શિક્ષક દિવસ, ઋષિ પાંચમની ઉજવણી દિલીપ આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ બેઠકમાં રજૂ થઈ હતી, જેમાં ચંદુલાલ ગોર, કે.ડી.લોન્ચા, કનૈયાલાલ અબોટી વગેરે હાજર રહ્યા હતા. ત્યારબાદ વિવિધ પ્રકારની પર્વની ગ્રુપ સભ્યોની રચના પઠન કરતા ચૈતન્ય જોશી, ઉષા દાવડા, છાયા શાહ, રાજેશ સોની વિગેરેના કાવ્ય પઠન કરવામાં આવ્યું હતું. જ્યારે વિનોદ ગોર, પૂજાબેન, ખુશ્બુ સરવૈયા, મદન ભટ્ટ વગેરેએ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન ગોહિલે કર્યું હતું.
-------

Comments