Trending News
સ્થાનિક સમાચાર

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વિવિધ સંસ્થાઓના ૧૦૮ મનોદિવ્યાંગોને ભાવતું મિષ્ટાન ભોજન કરાવાયું 

03 September



ભુજ-કચ્છઉદય : છેલ્લા ૧૭ વર્ષથી સ્વ ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે જૈનાચાર્ય આનંદવર્ધન સુરીજી મ.સા. જૈનાચાર્ય આત્મદર્શન સુરીજી મ.સા.ની પ્રેરણાથી  જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દાતાના સહયોગથી વિવિધ સંસ્થાઓના ૧૦૮ મનો દિવ્યાંગોને મિષ્ટાન  ભોજન કરાવવામાં આવ્યું હતું. 
સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશીના જણાવ્યા પ્રમાણે મનોદિવ્યાંગો પણ તહેવારનો આનંદ માણી શકે તે હેતુથી રામદેવ સેવા આશ્રમના ૬૭ મેન્ટલ હોસ્પિટલના ૨૫ તેમજ અન્ય ૧૬ મળી કુલ ૧૦૮ મનોદિવ્યાંગોને શુદ્ધ ઘીના ગુલાબજાંબુ ખમણ આદીનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું હતો અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે નવકાર મહામંત્રના જાપ કરાયા હતા. તેમજ અન્ય જીવદયાના કાર્યો કરાયા હતા.
આ  અવસરે સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદીપભાઈ દોશી, શાંતિલાલ મોતા, કે બી પરમાર, ઓજસ શેઠ, ભાવનાબેન જોશી, વિજય મહેતા વિગેરે કાર્યકરો સેવામાં જોડાયા હતા. 
------

Comments

COMMENT / REPLY FROM