Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સંઘની શાખાઓ સામેનો વિવાદ કેટલો ઉચિત? સીમાવર્તી જિલ્લામાં ફેલાયા તર્ક-વિતર્કો..!

16 September


રાજકીય સંકુચિતતા વિરુદ્ધ રાષ્ટ્રસેવાનો વિવાદ : જિલ્લના બુદ્વનાગરીકોમાં જામી આંતરીક ચર્ચા 

 રાષ્ટ્રહિત અને જનસેવાની પ્રવૃત્તિઓને સંકુચિત રાજકારણથી મુક્ત રાખવી જોઈએ. સંઘની વર્ષો જૂની સેવા ભાવનાને નકારીને તેની શાખાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું એ વિપક્ષ માટે નૈતિક અને રાજકીય એમ બંને રીત મોટી ભુલ કે ચુક નથી થઈ ગઈ ને?

ખાટલે મોટી ખોટ : કચ્છમાં નર્મદાજળની ફાળવણીમાં નિષ્કાળજી, ઉદ્યોગોમાં ભારોભાર પ્રદુષણ-સ્થાનિક રોજગારીના છેદ ઉડવા, નગરપાલીકાઓમાં ભ્રષ્ટાચારના ભોરીંગ, રોડ-રસ્તા નિર્માણમાં ગેરરીતીઓ, ઈંધણ-તેલના ભાવમાં ભડકા, આમપ્રજાજનો પર મોંઘવારીના બેવડા માર, આ અને આના જેવા અનેકાઅનેક મુદાઓ મુકીને વિપક્ષના આગેવાનને સંઘની શાખાઓ પર સવાલ ઉઠાવવાનુંં ગતકડું કેમ સૂજયું?




ગાંધીધામ : તાજેતરમાં સરહદી અને નાપાક સીમાઓને અડીને આવેલા કચ્છ જિલ્લાં નમસ્તે સદા વત્સેલ ભાતૃમુભી, તથા વસુધૈવ કુટુમ્બકમનીભાવનાને વિશ્વભરમાં સ્થાપિત કરનાર રાષ્ટ્રીય સ્વયં સેવકની વરસોથી ચાલી આવતી શાખાઓના મામલે નિરર્થક વિવાદ સર્જવાનો પ્રયાસ કરવામા આવ્યો હોવાની સ્થિતીએ નવી ચર્ચાઓ જગાવી છે. કચ્છમાં જાગૃત અને અભ્યાસુ અગ્રણીએ સંઘની શાખાઓને લઈને વહીવટીતંત્ર સમક્ષ રજુઆત કરી છે પરંતુ આ શાખાઓ શાળા સમય બાદ શાંતિપૂર્ણ રીત દેશના ભાવિ ચારિત્ર્‌ય ઘડતર, સંસ્કાર પૂર્તી સહિતના વિષયોને લઈને જ ચાલતી હોવાથી આ પ્રકારનો વિવાદ છેડવો કેટલો ઉચિત તેને લઈનુે જાગૃત વર્ગમાં ભારે તર્કવિતર્કો ફલાવવા પામ રહ્યા છે. જિલ્લાનો રાષ્ટ્રીયહિતને પ્રાથમિકતા આપતો વર્ગ સ્પષ્ટ કહી રહ્યો છે કે, ગુજરાત અને ખાસ કરીને કચ્છનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આ ધરતી પર કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ ત્રાટકી છે, ત્યારે સામાજિક અને સેવાથી સમર્પિત સંસ્થાઓ પ્રશાસન સાથે ખભેથી ખભો મિલાવીને આગળ આવી છે. આ યાદીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની ભૂમિકા સદા અગ્રણી રહી છે.
કુદરતી અને કૃત્રિમ આપત્તિઓમાં ભેદભાવ રહિત સેવાઓ સંઘ દ્વારા કરાઈ છે તેનો ઈતિહાસ સાક્ષી છે. વિષય અને મુદાઓને ટાંકીને જો વાત કરવામાં આવે તો  ૧૯૭૯ની મોરબી મચ્છુ હોનારતઃ જ્યારે મોરબીમાં જળપ્રલય આવ્યો ત્યારે સંઘના સ્વયંસેવકોએ પોતાના જીવના જોખમે વિસ્થાપિતોને બચાવવા, ખોરાક-પાણી પહોંચાડવા અને મૃતદેહોની અંતિમવિધિ સુધીની કામગીરી નિઃસ્વાર્થ ભાવે કરી હતી.  ૧૯૯૮નું કંડલા  વાવાઝોડાની તબાહી બાદ જ્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી, ત્યારે રાહત છાવણીઓ ઊભી કરીને પીડિતો સુધી તાત્કાલિક સહાય પહોંચાડવામાં સંઘ અગ્રેસર રહ્યો હતો. ૨૦૦૧નો વિનાશક કચ્છ ભૂકંપ. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ભૂકંપ બાદ ભૂજ, ભચાઉ અને અંજાર સહિત સમગ્ર કચ્છમાં કાટમાળ હટાવવો, બચી ગયેલા લોકોને તબીબી સારવાર આપવી અને હજારો લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવાનો અવિરત યજ્ઞ સંઘના સ્વયંસેવકોએ શરૂ કર્યો હતો. આ તમામ આપત્તિઓ દરમિયાન સંઘે ક્યારેય કોઈ વ્યક્તિ કે પરિવારની નાત, જાત, ધર્મ કે વર્ગનો ભેદભાવ જોયો નથી. ‘સેવા એ જ ધર્મ’ના સૂત્રને સાર્થક કરીને સંસ્કાર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ ઉપરાંત  શાખાઓ અને સંસ્કાર સિંચનનુ અદભુત સમનવ્ય છે તે સૌ કોઈ જાણે છે. આરએસએસની શાખાઓ કોઈ રાજકીય કે અંગત સ્વાર્થનું કેન્દ્ર નથી, પરંતુ તે દેશભક્તિ, નાગરિક ફરજો, શારીરિક કસરત અને સમાજ સેવાના સંસ્કારોનું સિંચન કરવાનું સ્થળ છે. સંઘની શાખાઓમાંથી જ એવા સ્વયંસેવકો તૈયાર થાય છે જે દેશ પર સંકટ આવે ત્યારે પ્રથમ રક્ષક બનીને ઊભા રહે છે. પ્રબુદ્ધવર્ગ એક તર્ક એવો પણ રજુક રી રહ્યો છે કે, જ્યારે વિરોધ કરનારાઓ શાળાના સમય સિવાયના કે જાહેર સ્થળોએ શાંતિપૂર્ણ રીતે ચાલતી આરેઅસેસની શાખાઓ સામે સવાલ ઉઠાવે છે કે પછી  પ્રશાસનિક કચેરીઓમાં રજૂઆતો કરે છે, ત્યારે તે એક ગંભીર રાજકીય ચૂક સાબિત ન થઈ જાય તે પણ જોવુ મહત્વપૂર્ણ બની રહ્યુ છે. કારણ કે, આવા પ્રશ્નો ઉઠાવી રાજકિય ચશ્માથી તેને જોવામાં આવશે તો સામેપક્ષે સંઘની છબી અને ભુમિકા કરોડો લોકોમો અક્ષરસ ઉતરેલી છે. કયાંક વિરોધ કરનારાઓ માટે પ્રજામાં નકારાત્મક સંદેશ તેમના તરફથી જ ન વહી જાય તે જોવુ પણ આવા વિવાદ છેડતા પહેલા જરૂરી બની રહ્યુ હતુ. કારણ કે  ૧૦૦ વર્ષ જૂની સેવાભાવી સંસ્થા અને તેના સેવાકાર્યોને નકારીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવાથી સામાન્ય જનતામાં નકારાત્મક સંદેશ જાય તે નકકી જ છે. આવામાં વિરોધ કરનાર રાજકીય લાભ ખાટવા જતા હોય તેના બદલે કયાંક ને કયાંક કાચુ કપાઈ જવાથી તેમના જનાધારને નુકસાન જ થઈ જાય તેવુ જણાય છે.  સમાજનો મોટો વર્ગ સંઘની સેવાકીય પ્રવૃત્તિઓથી પરિચિત છે. આવી સંસ્થાઓ સામે રાજકીય વિરોધ ઊભો કરવાથી વિપક્ષ પોતાનો જ જનાધાર અને જનવિશ્વાસ ગુમાવે છે. એક વર્ગ તો એમ પણ કહે છે કે, બિન-સાંપ્રદાયિકતાનો સાચો અર્થ ધાર્મિક કે સામાજિક ભાવનાથી ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનો અનાદર કરવો નથી.રાષ્ટ્રહિત અને જનસેવાની પ્રવૃત્તિઓને સંકુચિત રાજકારણથી મુક્ત રાખવી જોઈએ. સંઘની વર્ષો જૂની સેવા ભાવનાને નકારીને તેની શાખાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું એ વિપક્ષ માટે નૈતિક અને રાજકીય એમ બંને રીતે એક મોટી ભૂલ તો સાબિત નથી થઈ 
રહી ને?


................

તે જ લોકશાહી અને સામાજિક સમરસતાના હિતમાં કહેવાય

ગાંધીધામ :પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, આ સમગ્ર વિવાદનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી શતકની પરંપરા ધરાવતી સંસ્થા, જેની ઓળખ મુખ્યત્વે રાષ્ટ્રનિર્માણ, ચારિત્ર્ય ઘડતર અને આપત્તિ સમયે નિઃસ્વાર્થ માનવસેવા તરીકે રહી છે, તેની પ્રાથમિક 
પ્રવૃત્તિ એવી ‘શાખાઓ’ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવો એ નૈતિક અને રાજકીય દ્રષ્ટિએ બેધારી તલવાર સમાન છે.અંતતઃ, બિન-સાંપ્રદાયિકતા અને રાજકારણનો સાચો અર્થ રાષ્ટ્રહિત તથા સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે, નહીં કે તેને વિવાદોમાં ઢસડીને પોતાનો જનાધાર જોખમમાં મૂકવાનો. રાષ્ટ્રસેવા અને પ્રજાના કલ્યાણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને રાજકીય ચશ્મામાંથી મુક્ત રાખીને જોવામાં આવે તે જ લોકશાહી અને સામાજિક સમરસતાના હિતમાં છે.

Comments

COMMENT / REPLY FROM