K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ સાવધાન : બિનઅધિકૃત ખનીજ ઝડપાયું

04 May



મુરચબાણ વીસ્તારમાં સુજલામ સુફલામ યોજનાના વર્કઓર્ડર સાથે ખનીજ ખનન કરનારાઓ પર કરાઈ કાર્યવાહી  :  એક એકસકેવેટર, બે ડમ્પર અને એક લોડર કરાયું સિઝ : સિંચાઈ વિભાગ પાસેથી મેળવેલા દસ્તાવેજો સહિતની ક્રોસ ચકાસણીની કાર્યવાહીનો ધમધમાટ શરૂ , ટુંક જ સમયમાં દંડ અને પેનલ્ટી સહિતનો લાગી શકે છે ફટકાર


મુદામાલ સિઝ કરાયો છે, વેરીફીકેશનની કાર્યવાહી ચાલી રહી છે, આધારો જોયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે  : શ્રી મેહુલ શાહ


ગાંધીધામ : કચ્છના ખનીજ સંપદા પર આડેધડ લુંટ ચલાવનારાઓ પર હવે તબક્કાવાર તવાઈ બોલાવાવનુ શરૂ થવા પામ્યુ હોય તેમ લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના નામે છાની રીતે ગોઠવણીઓ કરી અને ખનીજચોરી કરનારાઓ પણ ઝપટે પડવા પામી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર લખપત તાલુકામાં સુજલામ સુફલામના તળાવો ઉંડા કરી અને ખનીજ નીકળતા તેના હેરફેરની મંજુરીઓ લઈ લીધી હોવાનુ કહી અને બિનઅધીકૃત રીતે ખનીજ ખોદકામ કરવામા આવતુ હોવાની આશંકાઓના પગલે તંત્રએ ત્રાટકી અને મુરચબાણ વિસ્તારમાં બિનઅધિકૃત ખનીજ પકડી પાડયું છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર મદદનીશશ્રી ફલાઈગ સ્કવોૃડ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ ભુજ કચ્છની તપાસી ટીમ દ્વારા મદદનીશ નિયામક શ્રી મેહુલકુમાર બી શાહના માર્ગદર્શન હેઠળ તા. ૧ મેના રોજ લખપત તાલુકાના મુરચબાણ ખાતે ખાનગી વાહનમાં આકસ્મિક તપાસ હાથ ધરી અને બેન્ટોનાઈટ ખનિજના બિનઅધિકૃત ખનન સબબ એક એકસવેટર મશીન, એક લોડર, તથા બે ટ્રક સિઝ કરવામા આવેલ છે. જે અંગે આગળની કાર્યવાહી ચાલી રહી હોવાનુ વિભાગની યાદીમાં જણાવવામા આવ્યું છે.

Comments

COMMENT / REPLY FROM