K U T C H U D A Y
Trending News

વાગડમાં પીવાના પાણી મુદ્દે પાડાના વાંકે ન આપો પખાલ...

Monday, 07 April
સ્થાનિક સમાચાર

વાગડ સૌથી આગળ : કરોડોના રવિ પાકનું ઉત્પાદન કરી ખેડૂતો ખમતીધર બન્યા

03 April



આઠથી નવ અબજના જીરાનો વેપાર થયો : એપીએમસીમાં જોવા મળતો ધમધમાટ : આગામી સમયમાં વાગડના ખેડૂતો પંજાબ, હરિયાણાને ટક્કર આપે તો નવાઈ નહીં ’


રાપર : વાગડ સૌથી આગળની જેમ આ વખતે રવિપાકના ઉત્પાદનમાં ફરી એક વખત વાગડનો ડંકો વાગ્યો છે. વાગડમાંથી પસાર થતી નર્મદા કેનાલ અને છેલ્લા બે વર્ષથી વરસતા સારા વરસાદને પગલે પુષ્કળ પાણી મળી રહેતા શિયાળુ પાકમાં સારી ઉપજ થઈ છે. 
રાપર તાલુકાના ૩૯ ગામના પાદરમાંથી નર્મદા કેનાલના પાણી વહેવા લાગ્યા અને અન્ય ગામોમાં ખેડૂતો દુર દુર સુધી પાઇપ લાઇન દ્વારા પાણી ખેંચી જઈ ખેતી કરતા હોવાથી છેલ્લા આઠ વર્ષથી વાગડ વિસ્તારમાં જીરૂંનું ઉત્પાદન મબલખ થાય છે. અગાઉ વાગડના ખેત મજુર કે ખેડૂતો સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખેતી માટે જતા અને હવે વાગડમાં અન્ય જિલ્લાઓમાંથી મજૂરો આવી રવિ પાક જીરૂં, કપાસ, એરંડા, વરીયાળી, રાયડો, ઘઉં, મગફળી સહિતના રોકડા પાકની ખેતી કરી પગભર બનવા લાગ્યા છે. દર વર્ષે વાગડમાં આઠથી નવ અબજના જીરૂંનું ઉત્પાદન થાય છે. આજે રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુલાકાત લેતા બજાર સમિતિમાં આવેલ તમામ પેઢીઓ ધમધમી રહી હતી. દરેક પેઢી પર મજુરો દ્વારા જીરૂં, એરંડા, રાયડો, વરિયાળી, ઘઉંની બોરીઓમાં વજન કરી થપપા થઈ રહ્યા હતા ત્યારે જથ્થાબંધ અનાજનો વેપાર કરતા લખમણભાઈ કારોત્રા અને ગંગદાસભાઇ ગોઠીએ જણાવ્યું કે, આ વર્ષે જીરાનું મબલખ ઉત્પાદન થયું છે જેમાં જીરાનો ર૦ કિલોનો ભાવ રૂા.૩૮૫૦/૪૨૦૦, રાયડાનો ભાવ રૂા.૧૦૪૦/૧૧૧૦, ઘઉં ૪૬૦/૪૯૦, એરંડા ૧૨૧૦/૧૨૩૦, વરિયાળી ૨૦૧૦/૨૧૦૦ છે તો હાલ જીરાની આવક દરરોજ એક બોરીમાં ૬૦ કિલો એવી ૩૦૦ બોરી આવે છે, રાયડો એક બોરીમાં ૮૦ કિલો એવી ૨૫૦, એરંડા ૬૦ કિલોની એવી ૧૨૦૦/૧૩૦૦ બોરી, ઘઉં ૪૫૦/૫૦૦ બોરીની આવક આવે છે. ભરપુર સીઝન દરમિયાન ડબલ માલ આવતો હતો. તાલુકાના ૪૦ ટકા ખેડૂતો જીરૂં વેચાણ માટે ઉંઝા લઈ ગયા હતા અત્યારે એપીએમસીમાં ૧રપથી ૧પ૦ મજુરો મજુરી કરી રહ્યા છે. એક લોકલ બોરી ભરવાના ૧૦થી ૧ર અને ગાડીમાં ભરવા માટે ૧૮/૨૦ રુપિયા મેળવી રહ્યા છે દરરોજ પંદર થી વીસ ગાડીઓ ભરવામાં આવી રહી છે. અન્ય ખેડૂતો દિલીપ ભાઈ મિરાણી, ભરત દોશી, શૈલેષ શાહ, વિપુલભાઇ રાજદે, ભાણજી ભ્રાસડિયા સહિત રપ૦ જેટલા વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સવારે ૧૦ વાગ્યે જાહેર હરાજી દ્વારા વેપાર કરવામાં આવે છે.વાગડનો ખેડૂત પંજાબ અને હરિયાણાને આગામી સમયમાં ટક્કર આપે તો નવાઈ નહીં. 

Comments

COMMENT / REPLY FROM