K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

- તો ગાંધીધામ સંકુલમાંથી પણ ડુપ્લીકેટ કફ-શિરપના  નામે નશાની બાટલીના મોટા બેનામી ધંધાનો થાય પર્દાફાશ

28 March

પોલીસ ગાફેલ ન રહેઃ લઠ્ઠાકાંડ પહેલા લાલઆંખ કરે.!




અંજારના ભીમાસરમાંથી પોલીસે શંકાસ્પદ હર્બલ શિરપનો જથ્થો પકડતી વેળાએ ગર્ભિત ઈશારો


ખાટલે મોટી ખોટ : અંજારમાંથી પકડાયેલ શિરપ તો પાસેરાની પહેલી પુણી કહેવાય! : જે શખ્સો દબોચાયા છે તેમની કડક રીમાન્ડ લઈ પુછતાછ કરવામાં આવશે તો આયોજનબદ્ધ રીતે નકલી સિરપ-નશાની બાટલીઓના વ્યાપક બની ગયેલા સડ્ડાનો ખુલાસો થશે : જીવરાજ-બાબુ તો માત્ર સાપોલીયા છે, સીરપના નામે નશાની બાટલીઓના વેંચાણ કરનારા મગરમચ્છોને પકડો? : અંજારનો ભીમાસર વિસ્તારમાંથી આર્યુવૈદિક હર્ષલ બોટલ ઝડપી પાડી છે. ત્યારે આ શિરપનો જથ્થો કયા ટ્રાન્સપોર્ટ મારફતે લાવવામાં આવ્ય હતો? તે ઉપરાંત જીએસટી ભરાઈ છે કે નહી? ભરી હોય તો કેવી રીતે ભરી છે?કારણ કે માલની ડીલીવરી કરવામાં આવે ત્યારે ઓનલાઈન જ જીએસટી ભરી દેવામા આવતી હોય છે.તો અહી વેપારીએ જીએસટી કેવી રીતે ભરી છે? બેચનંબનરની સાથે જ જીએસટી ભરવામાં આવતી હોય છે તો કયા બેચ નંબર સાથે આ આવેલા શિરપના જથ્થાની જીએસટી ભરાઈ? આટલો બધો મોટો જથ્થો આવ્યો છે કયાંથી?


ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજી દ્વારા તાજેતરમાં જ અંજાર વિસ્તારમાં દરોડો પાડી અને બે શખ્સોને દેબાચી લીધા અને તેમની પાસેથી શંકાસ્પદ આર્યુવેદીક ટોનીકના નામે વધુ પ્રમાણમાં આલ્કોહોલ ધરાવતા શંકાસ્પદ પીણાની ત્રણ હજારથી વધુ નશાકારક બાટલીઓનો જથ્થો પકડી પાડયો છે. આ કેસમાં તો કાર્યવાહી ચોકકસથી કરવામા આવશે, સેમ્પલ મોકલાશે, બે શખ્સો પકડાયા છે તેની પુછતાછ થશે, પોલીસ તેની પ્રક્રીયા અનુસારની કાર્યવાહી કરશે જ પરંતુ અહી જાણકારો દ્વારા કહેવાય છે કે, આર્યુવેદિક સિરપ, હર્બલ ટોનિક અને એનર્જી ડ્રીંકના નામે ગાંધીધામ સંકુલમાં ઠેર-ઠેર આવી નશાની બાટલીઓનું મોટા પ્રમાણમાં આડેધડ વેંચાણ કરવામા આવી રહ્યુ હોવાનુ મનાય છે. કયાંક પાનના ગલ્લા પર  તો કયાંક મેડીકલ સ્ટોર્સ પર આવી નશાની બોટલો ધુમ વેંચાઈ રહી હોવાનુ કહેવાય છે. આલ્કોહોલની વધુ પડતી માત્રા વાળી આ નશાની ડુપ્લીકેટ સિરપનું સેવન કરનારાઓ પર જીવનું પણ જોખમ રહેેલું છે. આવી સિરપનું વેંચાણ ચોકકસથી ગેરકાયદેસર જ છે, એટલે તેને વેળાસર જ અટકાવવું જોઈએ.
ગુજરાતમાં દારૂબંધીની કડક અને સજજડ અમલવારી તથા સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિર્લીપ્ત રાય જેવા અધિકારીની નિયુકિત બાદ દેશીદારૂના અડ્ડાઓ બોલાવાયેલી ધોંષના પગલે ગુજરાતમાં નશા માટે દારૂના વિકલ્પ તરીકે આર્યુવેદિક કફ શિરપ, હર્બલ ટોનિકનું ચલણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી ગયુ છે અને તેમાં બુટલેગરો સહિતનાઓ પણ જોડાઈ ગયા હોવાથી એક મોટુ નેટવર્ક નશાની બાટલીઓની રાજયના કઈક જિલ્લાઓમાં ધમધમી જ ઉઠયુ છે. હાલમાં અંજારમાંથી પણ આ નશાની બાટલીઓ પકડાઈ છે ત્યારે આ વાત સાચી ઠરતી જ દર્શાવવા પામી રહી છે. અંજાર ઉપરાંત વાત કરીએ કચ્છની તો અહી ગાંધીધામ-ભચાઉ-માંડવી-મુંદરા-ભુજ સહીતના વિસ્તારોમાંથી આવી ડુપ્લીકેટ શિરપના જથ્થાઓ  છુટાછવાયા ચોકકસથી પકડાયા છે તો ખરા જ પરંતુ તેના મુળીયા ઉલેચાયા હોય તેવુ હજુ સુધી કયાંય સામે આવવા પામતુ નથી. પોલીસે હકીકતમાં જે કેસો  કચ્છમાં કરેલા છે તેમાં તપાસ કરવાની જરૂર છે કે, ઝડપાયેલો જથ્થો અથવા તો તેની સાથે કોઈ શખ્સ પકડાયો હોય તો તેની ભૂમિકા ચકાસી અને આવા શખ્સો આ જથ્થા કયાથી લાવતા હતા? બનતો હતો કયાં? આવા કેટલી જગ્યાએ અન્યત્રઆવા મુદામાલ વેંચ્યા છે? ઉપરાંત ઝડપાયેલા શખ્સને પણ પુછવુ જોઈએ ે તેના ખરીદદારો કોણ હતા?ઉપરાંત આ રીેતે આધાર-પુરાવા વિનાનો મુદામાલ કચ્છમાં હેરફેર થતો હોય અને પોલીસ તેને પકડી શકે છે તો પછી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ બાબતે કેમ મૌન સેવીનું બેઠુ છે? અથવા તો પછી તેને કેમ આવા હેરફેરના કારનામાઓની ગંધ શુદ્ધા પણ આવતી નથી? અહી ચિંતાની વાત એ છે કે, આવી શિરપમાં આલ્કોહોલ જે ઉમેરાય છે તે સેલ્ફ જનરેટેડ હોય છે અને આ આલ્કોહોલની માત્રા વધારે થઈ જાય અને તેના સેવન કરનારાઓ આંખ મીચીને ઢીચી જાય તો અહી લઠ્ઠાકાંડની ઘટનાઓ પણ બનતા વાર નહી લાગે તે પણ પ્રશાસન અને પેાલીસે સમજવાની જરૂર છે.



....................



ફુડ એન્ડ ડ્રગ્સવિભાગ કેમ અંધારામાં?


ફુડ એન્ડ ડ્રગ્સવિભાગના જવાબદારો માત્ર મલાઈઓ જ ઓળવવામાં વ્યસ્ત છે કે કેમ? તેઓને કેમ આવા બેનંબરી ધંધાઓ પર તવાઈ બોલાવવાની ફુરસદ મળતી નથી?



ગાંધીધામ : કચ્છમાં આર્યુવેદીક અથવા તો હર્બલ ટોનીક યા તોપછી એનર્જી ડ્રીંકના નામે નશાની બાટલીઓના વેંચાણની ઘટનાઓ સમયાંતરે બહાર આવતી જ રહે છે. પરંતુ અહી ચોકાવનારી વાત એ સામે આવી રહી છે કે, આવા મોટા ભાગના કિસ્સાઓ પરથી પોલીસ જ પદાર્ફાશ કરી રહી છે. કફ શિરપ સહિતની ડુપ્લીકેટ ચીજવસ્તુઓ મેડકીલ સહિતના સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેતી હોવા ઉપરાંત પણ કચ્છનું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે કે, તેને આવા બેનંબરી ધંધાઓ તથા લોકોના આરોગ્ય સાથે થઈ રહેલા ખુલ્લેઆમ ચેડા અટકાવવાની કોઈ જ ફુરસદ ન હોય તેમ સમ ખાવા પુરતી પણ કાર્યવાહી આ વિભાગ દ્વારા થઈ હોવાનુ કયાંય સત્તાવાર બહાર આવવા પામતુ નથી. આવુ શા માટે?



......................



ગાંધીધામમાં કેટલાક મેડીકલ સ્ટોર્સ પર બેખોફ વેંચાણ


અંજારના ભીમસર પટ્ટામાથી હર્બલ શંકાસ્પદ સિરપ પકડાઈ છે પરંતુ ઔદ્યોગીક નગરી ગાંધીધામના કેટલાક મેડીકલ સ્ટોર્સમાં આવી નશાનીબાટલીઓ આર્યુવૈદિક શીરપના નામે આજે પણ બેરોકટોક મળી રહેતી હોવાની ચર્ચા : શું ર્પોલીસતંત્ર આવા મેડીકલ સ્ટોર્સવાળાઓ બાબતે અજાણ છે કે પછી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોઢામાં આપી દેવાયા છે ડુચ્ચાં.! : આવા અમુક મેડીકલ સ્ટોર્સ પર ડુપ્લીકેટ શિરપના વેપલા પર કોના ચાર હાથ?



ગાંધીધામ : ગુજરાત સરકાર દારૂબંધીને લઈને કડક નિયમો બનાવી રહી છે અને તેની સજજડ અમલવારી કરાવી રહી છે, દેશીદારૂ પર પણ એસએમસી ત્રાટકી અને મોાટભાગે રાજયમાં દારૂ પર ધોંષ જ બોલાવતી રહી છે. ત્યારે હવે નશાના કારોબારીઓ અને નશેડીઓ પણ નશો કરવાના નીતનવા પેંતરા શોધી લેતા હોય છે અને તેના જ ભાગરૂપે રાજયભરમાં પાછલા કેટલાક સમયથી આર્યુવૈદીક હર્બલ અથવા તો ડુપ્લીકેટ કફ શિરપના નામે મોટા પ્રમાણમાં નશાની બાટલીના નેટવર્ક ધમધમી ઉઠયા હતા અને તેના લીધે જ ગંભીર પ્રકારની  ઝેરી કેફીપીણાકાંડની ઘટનાઓ પણ બની જવા પામી છે. હાલમાં અંજારમાથી આવી શંકાસ્પદ બાટલીઓ ઝડપવામાં આવી છે ત્યારે કહેવાય છે કે, આવી નશાની બાટલીઓ ગાંધીધામ-કડલા કોમ્પલેક્ષમાં મોટાપાયે અમુક મેડીકલ સ્ટોર્સ પર ધુમ વેંચાઈ જ રહી હોવાનું  સંકુલમાં ચર્ચાવવા પામી રહ્યું છે. આ મામલે કહેવાય છે કે, શહેરમાં અમુક મેડીકલ સ્ટોર્સવાળા આવી જ ડુપ્લીકેટ શિરપના નામે નશાની બાટલીઓ બેખોફીથી વેંચી રહ્યા છે. આવા અમુક મેડીકલ સ્ટોર્સમાં જો આકસ્મીક તપાસ બોલાવાવમાં આવશે તો આવા કફ સિરપની બાટલીઓના વેપલાનો ખુલાસો થવા પામી શકે છે. 



.....................


કફશિરપના કાળા બજારીયાઓ પાંચ ઘણો વસુલે છે ભાવ


૬૦ રૂ.ની કફ શિરપના બ્લેકમાં  મળે છે ર૦૦થી ૩૦૦ રૂપીયા..! : એટલે આખીય સિન્ડીકેટને ડુપ્લીકેટ કફશિરપનો વેપલો કરવો ગમે છે



ગાંધીધામ : કફશિરપમાં અમુક ચોકકસ માત્રામાં જ આલ્કોહોલ ભેળવી શકાય છે અને તેની પણ અનેકરીતની મંજુરીઓ લેવાની હોય છે. તથા ૧૦ ટકાથી વધુ આલ્કોહોલવાળા કફશિરપ ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વિના વેંચી પણ નથી શકાતા. પરંતુ દારૂ મળવો મુશ્કેલ થાય એટલે આવી બાટલીઓની ડીમાન્ડ ખુબજ વધી જાય છે. કફ શિરપને નશાની આઈટમ તરીકે વેચનરાઓને કફ શિરપની ૬૦ રૂપીયાની બેાટલના ૩૦૦ રૂપીયા સુધીના ભાવ નશેડીઓ આપવા તૈયાર થઈ જતા હોય છે. કારણ કે દારૂ અને ગાંજા બાદ કફ શિરપ નશો કરનારાઓની પસંદગી તથા દારૂના વિકલ્પ તરીકે પણ ખુબજ પ્રચલિત થઈ જવા પામી છે.





............................


ગાંધીધામ-મુંદરાના કયા શખ્સો આબુથી માલ મંગાવે છે?


કઈ કઈ શિરપના નામે આવે છે નશાની બાટલીઓ? આબુરોડ-દાદરાનગર હવેલીથી કચ્છમાં ડુપ્લીકેટ શિરપનો લાંબા સમયથી થઈ રહ્યો છે ખડકલો!


ગાંધીધામ : કહેવાય છે કે, ગાંધીધામના બે શખ્સો યુરીન આસો (આબુરોડની બનાવટ, જિ.સીહોંરી)ના લેબલથી મંગાવે છે તો વળી મુંદરાનો શખ્સ સ્ટોનારીષ્ટ, સટોનીલ, ઝેરીજેમ-સ્લીપવેલ સહિતના નામે દાદરાનગર હવેલીના સરનામેથી આ બધી જ નકલી સિરપનો કચ્છમાં ખડકલો કરી રહ્યા છે.


......................


નશાબંધી અને આબકારી વિભાગનો લ્યો ઉધડો? એસ-એ વન
લાયસન્સ લેવાયું હતુ ખરૂં? અંજારના કિસ્સામાં કરો તપાસ



ગાંધીધામ : નશા કારક વસ્તુઓ અને તેમાંય પણ આર્યુવેદીક દવાઓ અથવા તો સિરપ બનાવનારાઓ અને વેંચનારાઓ સહિતનાઓએ નશાબંધી અને આબકારી વિભાગની જરૂરી પરવાનગી, લાયસન્સ લેવા ફરજીયાત છે. આર્યુવેદિક દવાઓ બનાવનારા હોય તેઓએ પ્રોહીબીશન અને એકસાઇઝવિભાગથી એસ-એ ટુ લાયસનસ લેવુ ફરજીયાત તો વેચનારે એસ-એ વન લાયસન્સ લેવુ ફરજીયાત છે. હાલમાં તો ૩૧મી માર્ચ ર૦ર૩થી નશાબંધી અને આબકારી ખાતાએ એસ એ ટુ લાયસન્સ કોઈના રીન્યુ કર્યા જ નથી કે ન તો કોઈને નવા ઈસ્યુ કર્યા છે. તો પછી આટલી બધી બાટલીઓ પકડાઈ છે તો એ બનતી કેવી રીતે હતી? વેંચાણ કરવામાં આવતી હતી કેવી રીતે? નશાબધી અને આબકારી વિભાગની ભૂમિકા પણ આ તબક્કેશંકાના દાયરામાં આવી જવા પામી રહી છે.



.....................



હર્બલ ટોનીકના નામે નશાની બાટલીઓનું
અમુક પાનના ગલ્લાઓ પર પણ ધુમ વેંચાણ?

ભુજ-મિરઝાપર-ગાંધીધામ સહિતના અમુક અગાઉ આવી સિરપની બાટલીઓને લઈને કાર્યવાહી પણ



ગાંધીધામ : દારૂબંધીની કડક અમલવારીની સાઈડઈફેકટ કહી શકાય તેમ હર્બલ ટોનિકના નામે નશાની બાટલીઓનું ચલણ પણ વધી રહ્યું છે. આવામાં બુટલેગરો તથા અમુક મેડીકલ સ્ટોર પર તો આવી બાટલીઓ ખુલ્લેઆમ વેચાઈ જ રહી છે પરંતુ કેટલાક પાનના ગલ્લાઓ પણ તેના માટે હોટફેવરિટ જ બની ગયા છે. આર્યુવેદિક શિરપના નામે નશાનીબાટલીઓમાં તગડી કમાણી થતી હોવાથી પાનના ગલ્લાવાળાઓ પણ આ બાટલીઓ વેચવા આર્કષાઈ જ જતા હોય છે. પોલીસે આ બાબતે પણ કડકાઈથી કાર્યવાહી કરવી જ જોઈએ.


................

આવી બાટલીઓ કચ્છમાં કેટલી ઠલવાઈ ગઈ?

મિથેનોલ સાથે આઈસોપ્રોફેન (આઈપી) પ્યોર આલ્કોહોલ ભળતા બને છે ઝેરીપીણું 



ગાંધીધામ : આર્યુવૈદીક બોટલોમાં સરકારી નિયમો અને ધારધારણો અનુસાર ૧૦ કે ૧૧ ટકા આલ્કોહોલ મિશ્રિત કરવાની છુટ છે અને તેમાં કોઈ જ લાયસન્સની જરૂરીયાત રહેતી નથી તેવુ રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર હેમંત રોશીયા ખુદ કહી ચૂકયા છે. પરંતુ આવી જ છટકબારીઓનો લાભ લઈ અને નશાનુ પ્રમાણ વધારવા માટે તેના બોગસ મેન્યુફેકચર મેથિનોલ કેમીકલની સાથોસાથ તેમાં આઈપી એટલે કે આઈસો પ્રોફેન નામનુ પ્યોર આલ્કોહોલ ઉમેરે છે જેનાથી નશાનુ પ્રમાણ વધી જાય છે અને તે પીણું ઝૈરી પણ બની જાય છે. આવી બાટલલીઓ કચ્છમાં કેટલી ઠલવાઈ ગઈ છે? તે હકીતમાં તપાસ કરી અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિતનાઓએ આગળ આવવુ જોઈએ.


 

Comments

COMMENT / REPLY FROM