K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Friday, 04 April
અકસ્માત

અંજાર - સાપેડા હાઈવે પર હિટ એન્ડ રન : નિંગાળના બે આહિર યુવાનના કમકમાટીભર્યા મોત

21 March


બાઈક પર જતા હતા ત્યારે કોઈ અજાણ્યો વાહન ટક્કર મારીને ભાગી ગયો : સારવાર મળે તે પહેલા ગંભીર ઈજાઓના કારણે મોત થતા આહીરપટ્ટી શોકમગ્નઃ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સહિતના સમાજના આગેવાનો દોડી ગયા


ભુજ : કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત રહ્યો છે. અંજાર - સાપેડા હાઈવે રોડ પર આજે સવારે હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં નિંગાળના ૧૮ થી ર૦ વર્ષના બે આહિર યુવાનોના કમકમાટીભર્યા મોત થયા છે, જેેને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી છે. 
આ બાબતે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અંજાર - સાપેડા હાઈવે રોડ પર રીવેરા ફાર્મહાઉસની સામે અકસ્માતનો બનાવ બન્યો હતો. નિંગાળ ગામના બે યુવાનો બાઈક પર જતા હતા ત્યારે પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર મળે તે પહેલા આશાસ્પદ યુવાનોના મોત થતા અરેરાટી ફેલાઈ હતી. બન્નેને અંજાર સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયા હતા. જયાં મોટી સંખ્યામાં પરિવારજનો, ગામના આગેવાનો પહોંચી આવ્યા હતા. બનાવને પગલે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. હતભાગી નિંગાળ ગામના શ્યામ તુલસીભાઈ બરારીયા અને પારસ ચંદુભાઈ બરારીયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા સમગ્ર આહિર પટ્ટીમાં શોક ફેલાઈ જવા પામ્યો છે. 

 

Comments

COMMENT / REPLY FROM