K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Friday, 04 April
સ્થાનિક સમાચાર

ભુજના ગૌ હત્યાના કેસમાં નાસતો-ફરતો નાના વરનોરાનો આરોપી પકડાયો

16 March



ભુજ : શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગૌ હત્યાનો કેસ દાખલ થયો હતો. જેમાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. એલસીબી પીઆઈ એસ.એન. ચૂડાસમાના માર્ગદર્શનમાં રહેલી એલસીબીએ ગૌ હત્યાના ગુનામાં નાસતા-ફરતા આરોપી મૂળ નાના વરનોરાના હાલે રહેતા સંજયનગરી જીઆઈડીસી રોડમાં રહેતા કરીમ ભચુ મમણને ગ્રાન્ડ થ્રીડી હોટલની સામે આવેલ ચાની હોટલેથી ઝડપી લીધો હતો. આરોપી ગૌ હત્યાના ગુનામાં ફરાર હતો. તેને ઝડપીને બી-ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

Comments

COMMENT / REPLY FROM