K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ભુજના મીતના ક્રીકેટ સટ્ટાકાંડની તપાસ ઠંડાબક્ષામાં? 

13 March



અમુક ભ્રષ્ટ ખાખીધારીઓ સામે ડીજીએ જ ત્રાટકવું પડશે!

બુકીના સંપર્કમાં કેટલા ખાખીધારી હતા તેના પરથી પડદો ઉચકાયા બાદ ડીજી કક્ષાએથી કાર્યવાહીના ભણકારા..!


સટ્ટોડીયા મિતની સાથે ૧૬ શખ્સો હતા સંપર્કમાં, હજુ સુધી ૧ની પણ નથી મળવા પામી કડી?




ગાધીધામ : કચ્છમાં કયાંક ને કયાંક અમુક બની બેઠેલા ભ્રષ્ટ ખાખીધારીઓની રહેમનજરથી બેનામી ધંધાવાળાઓ ફાટીને ફુલેકે જ જવા પામ્યા હોય તેમ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી અને સ્ટેટ મોનીટરીંગ સેલને સફળતાપૂર્વક દરોડાઓ પાડવાની સ્થિતી આવતી જોવાઈ રહી છે. થોડા સમય પહેલા જ આવો જ એક મોટો દરોડો એસએમસી દ્વારા ભુજમાં ક્રીકેટ સટ્ટા પર પાડવામા આવ્યો હતો. ભુજમાથી પાછલા ત્રણેક વર્ષથી ક્રીકેટ સટ્ટો બેખોફીથી રમાડતો એક બુકી ઝડપાયો અને તેનીલીંકમાં બીજા ૧૬ જેટલા નામો ખુલવા પામ્યા હતા પરંતુ તે બાદની તપાસ એક યા બીજી રીતે જાણે કે ઠંડાબક્ષામાં જ જતી રહી હોય તેમ બુકી મીત પકડાયા બાદ  વધુ કોઈ જ શખ્સોની અટક-ધરપકડ થયાની વાત સામે ન આવતા આમ ચર્ચાવવા પામી રહ્યું છે. 
ભુજ શહેરના મુન્દ્રા રોડ પર ક્રેટા કારમાં ક્રિકેટ સટ્ટો ચલાવતા ભુજના મિત કોટકને એસએમસીએ ત્રણ લાખની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તપાસ એલસીબીને સોંપી હતી, જે ફરિયાદમાં તેના પાર્ટનર અને તેને લાખોની આઇડી આપનાર સહિત ૧૬ જેટલા બુકી અને ગ્રાહકો સામે ફરિયાદ નોંધાઈ હતી. એક દિવસના રિમાન્ડ બાદ નવા કોઈ ફણગા ફૂટ્યા ન હતા અને તપાસ ધીમી ગતિએ ઠેરની ઠેર રહી હોવાનું દેખાઈ રહ્યું છે. મીત કોટકના સંપર્કમાં કેટલા પોલીસ કર્મચારીઓ હતા કે, પછી તેના પાર્ટનર સાથે કેટલા ખાખીધારીનું સેટિંગ હતું તે બાદ જ ડીજી કક્ષાએથી ભ્રષ્ટ પોલીસ સામે કાર્યવાહી થશે તેવું પોલીસ બેડામાં ચર્ચાએ રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM