K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Friday, 04 April
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખાના વહીવટદારો બન્યા બેફામ

05 February

પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખાના વહીવટદારો બન્યા બેફામ


પહેલા વાહન દીઠ હપ્તો બે હજાર હતો તે હવે... વહીવટદારોએ વાહન દિઠ ૫ હજાર કરી દીધો : ટ્રાફીક પોલીસ અમુક નામ બળે અને દર્શન છોટાના ગીત ગવાઈ રહ્યા છેઃ એસપી શ્રી તપાસ કરાવે તો કેટલાક ટ્રાફીક પોલીસના ભોપાળા બહાર આવે




ભુજ : પશ્ચિમ કચ્છની જિલ્લા ટ્રાફિક શાખાના વહીવટદારોએ ટ્રાન્સપોર્ટરોને હપ્તાઓ માટે ખુલ્લી ધમકી આપ્યાની હોવાની ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને બેફામ દોડતા ભારે વાહનો પાસે ૪ આંકડાના હપ્તા ઉઘરાવા માટે પશ્ચિમ કચ્છના જિલ્લા ટ્રાફિક શાખાના વહીવટદારોએ કમર કસી છે. પશ્ચિમ કચ્છ પોલીસની મુખ્ય બ્રાન્ચમાં ફરજ બજાવી ગયેલા એક “ખાખી ધારી”એ જિલ્લા ટ્રાફિક શાખામાં વહીવટદાર તરીકે જવાબદારી લીધી છે.
અગાઉ પશ્ચિમ કચ્છ પોલીસની મુખ્ય બ્રાન્ચમાં ફરજ બજાવી ગયેલા કર્મીની અનેક ગુન્હાઓમાં ભૂંડી ભૂમિકા સામે આવી ચુકી છે. માંડવી ડ્રગ્સ કેસના આરોપી સાથે “ખાખી ધારી” ની સંડોવણી સામે આવી હતી. કોઈ સંવેદનશીલ કામગીરી સોંપવા ન આવે તેવો ગૃહ વિભાગનો પરિપત્ર હોવા છતાં તેનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે.પશ્ચિમ કચ્છમાં ભારે વાહન દીઠ ૫ હજાર રૂપિયાની ટ્રાન્સપોર્ટરો પાસે વહીવટદારોએ માંગણી કરી છે. લાંબા સમય બાદ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસમાં કાયમી એસપી તરીકે મુકાયા છે ત્યારે શું નિષ્ઠાવાન જિલ્લા પોલીસ વડાને જિલ્લા ટ્રાફિક શાખાના ભ્રષ્ટ કર્મીઓની હપ્તા ખોરી કશું જાણ નથી શું કામ આવા ભ્રષ્ટ કર્મી વિરુદ્ધ પગલાં ભરવામાં આવતા નથી કે પછી હપ્તા ખોરીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની પણ છે સંડોવણી.? કચ્છમાં નિયમોને નેવે મૂકીને બેફામ દોડતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવી ખુબ જરૂરી બન્યું છે તેમ જિલ્લા ટ્રાફિકના ભ્રષ્ટ કર્મીઓ કશું કાર્યવાહી કરવામાં આવતી નથી. તો શું ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયની વડપણ હેઠળ હપ્તા ખોરી થઇ રહી છે તેવા અનેક સવાલો જાગૃત નાગરિકોમાં હાલ ઉઠવા પામ્યા છે.


.............


કનૈયાબેથી ધાણેટી, માધાપર વચ્ચે નિયમો 
વિરુદ્ધ દોડી રહ્યા છે ઓવરલોડ વાહનો



આરટીઓ, જિલ્લા ટ્રાફિક અને પધ્ધર અને માધાપર પોલીસની ગંભીર બેદરકારી આવી સામે : સમગ્ર કચ્છમાં નિયમો વિરુદ્ધ દોડતા ભારે વાહનો પર તંત્રની મીઠીનજર 



જિલ્લામાં દોડતા ભારે વાહનો બાબતે જાગૃત નાગરિકોની અનેક રજુઆતો છતાં આરટીઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસ ઘોર નિંદ્રામાં : માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનો સામે ક્યારે થશે કડક કાર્યવાહી



ભુજ : એકતરફ હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી થઈ હતી. પોલીસ અને આરટીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને નાના વાહન ચાલકોને હેલમેટ પહેરવા અનુરોધ કરાયો હતો. પરંતુ જેના થકી અકસ્માત થાય છે તે ભારે વાહનોના ચાલકો સામે કોઈ કાર્યવાહી કરી નથી. ભુજ તાલુકાના કનૈયાબેથી ધાણેટી, માધાપર પટામાં બેફામ ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે. દર બે દિવસે નાના -  મોટા અકસ્માતની ઘટના આ પટામાં સામે આવતી હોય છે. સ્થાનિક પોલીસની તો બેદરકારી છે, પરંતુ જિલ્લા ટ્રાફિક અને આરટીઓ વિભાગની પણ વરવી ભૂમિકા સામે આવી છે.  ઓવરલોડ ખનિજનું પરિવહન થઈ રહ્યું છે, ત્યારે ભુજ ખાણ ખનિજ વિભાગ અને ફલાઈંગ સ્કવોર્ડની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ સમગ્ર કચ્છમાં ભારે વાહનો માતેલા સાઢની માફક દોડી રહ્યા છે. જેટલું ફોક્સ વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવવા માટે કરવામાં આવ્યું તેટલું ધ્યાન ભારે વાહનો પર રાખવામાં આવે તો અકસ્માત થાય જ નહીં. વિભાગોના જવાબદારોના હાથ ભ્રષ્ટાચારના નીચે દબાયેલા હોઈ વાહન ડીટેઈન કરવામાં શરમ નડી રહી હોવાનું જાગૃત નાગરિકો જણાવતા ઉમેરે છે કે, નાના વાહન ચાલક પાસે હેલ્મેટ નહીં હોય કે, ઘરે લાયસન્સ ભૂલી ગયો હશે તો કાયદાની ચોપડી ખોલીને નિયમો સમજાવતા અમલદારોની નજર સામે બેફામ નિયમોનો ભંગ કરીને ભારે વાહનો જાય છે. પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આંખો ઝુકી જાય છે. કારણ કે, ગજવા ભરાઈ જાય છે.

 

Comments

COMMENT / REPLY FROM