K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ખીરસરા ખનીજકૌભાંડમાં તંત્ર તપાસ પુરજોશમાં : ખનીજચોરોને નોટીસ ફટકારવાની તજવીજ શરૂ

31 January

ગાંધીનગરથી ખનીજ તસ્કરીની મંજુરી આપનાર કોણ?




રાજકીય ઝભ્ભાલેંગાવાળાના ઈશારે અબડાસાના ખીરસરામાં આચરાતી ખનીજચોરી પર સંયુકત રીતે તંત્રએ મધરાતે બોલાવ્યો હતો સપાટો : રપ ટન બેન્ટેાઈનાઈટ ઉપરાંત ૩ કરોડનો મુદામાલ કરાયો હતો કબ્જે : ચાર ટ્રકોના માલીકો-મશીન માલીકોની ઓળખ કરી લેવાઈ, નોટીસ ફટકારી પેનલ્ટી વસુલવા સહિતની આગળ ધપતી કાર્યવાહી



માપણી સીટ તૈયાર થઈ રહી છે, વાહનોના માલીકોની ઓળખ થવા પામી ગઈ છે, નોટીસ ફટકારી પેનલ્ટી સહિતનામામલે કાર્યવાહી કરીશુ, પેનલ્ટી નહી ભરાય તો આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે : શ્રી દેવેન્દ્ર બારીયા (પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગ સિનિયર ભુસ્તરશાસ્ત્રી)



ગાંધીધામ : કચ્છના છેવાડાના અબડાસાના ખીરસરા વિસ્તારમાં તાજેતરમાં જ મધરાતે ખાણખનિજ વિભાગ પશ્ચીમ કચ્છ તથા ફલાઈંગ સ્કવોર્ડ નિયામકશ્રીની ટુકડીઓ દ્વારા તવાઈ બોલાવી અને બેન્ટોનાઈટની ચોરી થતી હતી તેના પર લાલઆંખ કરતી કાર્યવાહી કરી દેખાડી છે. રાત્રીના મોડેથી થયેલી આ રેડની કાર્યવાહીથી જ આ ચોરી-તસ્કરી કરનારાઓ કેટલા ફાટીને ફુલેકે ગયેલા હશે તેનો અંદાજ આવી જાય તેમ છે. આ બન્ને વિભાગ દ્વારા સંયુકત રીતે જે હિમંતભરી કાર્યવાહી કરી દેખાડી છે તે કેસમાં હવે તપાસની તજવીજ પણ તેજ બનવા પામી ગઈ હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. 
બીજીતરફ આ બાબતે ભુજ ફલાઈંગ સ્કવોર્ડ ખાણખનિજ વિભાગના મદદનીશ નિયામકશ્રી તથા પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગ તંત્ર દ્વારા આ કેસમાં હવે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામા આવી રહી હોવાનુ જણાવાઈ રહ્યું છે. આ બાબતે પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના સિનિયર ભુસ્તરશાસ્ત્રીશ્રી દેવેન્દ્ર બારીયા દ્વારા જણાવાયુ અનુસાર ખીરસરામાં ખનીજચોરી બાબતેની ધોરણસરની કાર્યવાહી ચાલી રહી છે. માપણી સીટ ફાઈનલ તબક્કે છે. આ ઉપરાંત વાહનો તથા મશીન માલિકોની ઓળખ આરટીઓ તંત્ર પાસેથી મેળવી લેવાઈ છે. હવે આ તમામને નેાટીસ ફટકારવમા આવશે અને તેમાં પેનલ્ટી સહિતના દંડ ભરવાની જાણ કરવામા આવશે. જયા સુધી પેનલ્ટી ભરવામાં નહી આવે ત્યા સુધી વાહનો મુકત થવા પામી શકશે નહી. તેઓએ કહ્યુ હતુ કે, નોટીસ મોકલયા બાદ શું જવાબ અપાય છે તે આધારે આગળની કાર્યવાહી કરવમા આવશે. પેનલ્ટી ન ભરે તો શું? તેવુ પુછતા શ્રી બારેયાએ જણાવ્યુ હતુ કે, તો કોર્ટમાં કેસ દાખલ કરવાની જોગવાઈ સહિતની કાર્યવાહી થવા પામી શકે છે. હવે જોવાનુ રહયુ કે, આ પ્રકરણમાં હકીકતમાં કેટલી રકમની નોટીસ ફટકારવામા આવે છે અને શું કાર્યવાહી કરવામા આવશે છે તથા ગાંધીનગરથી આ ખનીજચોરી ની મંજુરી અપાયેલી હોવાના ખોખારા જે ખવાઈ રહ્યા હતા તો હકીકતમાં આ રીતે ખનીજચોરી માટે ગાંધીનગરના કોઈ નેતા મંજુરી આપે ખરા? સરકારની બદનામી થાય તે રીતે કોઈ રાજકીય નેતાનું નામ વટાવી અને ચાલતી આ ખનીજચોરીમાં હકીકત શુ હતી? તે બાબતે પણ તપાસ થશે કે કેમ? તેના તરફ પણ સૌના મીટ મંડાયેલા હોવાનુ ચર્ચાય છે. 




................


આ રહ્યા વાહન-મશિન માલીકોના નામ-ઠામ..!



૧. હિટાચી મશીન : કેવર સદામ હુસેન(રહે. ભીડગેટ આજાદ નગર-ભુજ) ર. હિટાચી મશીન : સોઢા જતુભા(રહે. મીંયાણી-અબડાસા) ટ્રકના માલિકો ૧. કાનુભા મુળુભા જાડેજા- કૈશા કાનજી સોઢા સહિત અન્ય બે.



.....


ખીરસરા ખનીજચોરીમાં સંડોવાયેલ અંજારનો 
શૈલેષ કોણ?


ગાંધીધામ : ખીરસરામાં ગાંધીનગરથી કોઈ નેતાના ઈશારે ખનીજચોરી કરવામા આવતી હોવાની અફવાઓ સાથે ગેરકાયદેસર ઉત્ખનન કરવામા આવતુ હતુ. તંત્રએ તપાસ હાથ ધરી છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં અંજારનો શૈલેષની સંડોવણી હોવાનુ મનાય છે તો આ શૈલેષ કાણે છે?

Comments

COMMENT / REPLY FROM