K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Friday, 04 April
સ્થાનિક સમાચાર

ખનિજક્ષેત્રે લક્ષ્યાંક પુરા કરવાના કામે લાગી જાઓ : ડો. ધવલ પટેલ

24 January



કચ્છના ધોરડોમાં રાજયના ખાણખનિજ વિભાગની મહત્વપૂર્ણ રીવ્યુ બેઠક સંપન્ન : રાજયના ખાણખખિજ વિભાગના કમિશ્નરશ્રીએ લંબાણપૂર્વક રાજયના ખાણખનિજ વિભાગની યોજી સમીક્ષાઓ : ડે.કમિશ્નરશ્રી ચાવડા પણ રહ્યા ઉપસ્થિત : કચ્છના પૂર્વ્‌-પશ્ચીમ ખાણખનિજ વીભાગના અધિકારી શ્રી દેવેન્દ્ર બારીયા, એન એ પટેલ, ફલાઈંગ સ્કવોર્ડ ભુજના મદદનીશ નિયામક શ્રી મેહુલ શાહ સહિતનાઓ બેઠકમાં રહ્યા હાજર : પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના સ્ટાફે સમગ્ર બેઠકને સફળ બનાવવા ઉઠાવી જહેમત



ગાંધીધામ : કચ્છ-ગુજરાત જ નહી પરંતુ હાલમાં વિશ્વ પ્રવાસનના કેન્દ્ર સમાન છેવાડાના ધોરડો ખાતે ગત રોજ સાંજે ૩ વાગ્યાથી છ વાગ્યા સુધી ગુજરાત રાજયના ખાણખનિજ વિભાગના કમિશ્નરશ્રી ડો. ધવલ પટેલની અધ્યક્ષતામાં ખનીજ વિભાગની રાજયકક્ષાની રીવ્યુ બેઠકનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ અંગે મળતી વીગતો અનુસાર ગુજરાત રાજયના ખાણખનીજ વિભાગના કમિશ્નરશ્રી ડો. ધવલ પટેલ તથા ડે.કમિશ્નર શ્રી ચાવડાની ઉપસ્થિતીમાં ધોરડો ખાતે વિભાગની રાજયકક્ષાની સમીક્ષાત્મક બેઠક યોજવામા આવી હતી તેમાં કમિશ્નરશ્રી ધવલ પટેલ દ્વારા તમામ વિભાગના વડા અને લાગતા વળતા અધિકારીશ્રીઓને જરૂરી સુચનો અને માર્ગદૃશન તથા લક્ષ્યાકાં અને પ્રાથમીકના ધોરણે કરવા પાત્ર કાર્યોનું માર્ગદર્શન આપ્યુ હતુ. જાળવા મળતી વધુ વિગતો અનુસાર શ્રી પટેલે કહ્યુ હતુ કે, જિલ્લા વાઇજ વિભાગનું રેવેન્યુ અને રોયલ્ટીના લક્ષ્યાંક પર કામ કરો.
ખાસ કરીને આ રેવેન્યુ બેઠકમાં પીવીટી લેન્ડ(ખાનગી માલીકીમાં લીઝની માંગણી)ની અરજીઓનો નિકાલ કરવો, નવા બ્લોકની હરરાજીઓ કરવી, જેમાં પર્યાવરણીય મંજુરી મળી જવા પામી છે તેવા બ્લોક મંજુર કરી કરાર ખત કરી જલ્દી ઓપરેશનમા આવે તે દીશામાં પ્રયત્નો કરવા, તથા નવા બ્લોકના આઈડેન્ટીફીકેશન કરવા, રેવેન્યુ તથા અન્ય મંજુરીઓ મેળવી અને ઓકશન કરવા બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. પડતર પરમીટ જે હોય તેનો કાયદેસરની ચકાસણીઓ કરી અને તેનો જડપથી નિકાલ કરવાની, લીઝ સ્ટોકના ઈન્સપેકશન કરવા પણ ડો. પટેલ દ્વારા રાજયભરના ખાણખનિજ વિભાગના અધિકારીઓને સુચનાઓ આપી હતી. ગુજરાતભરની ખાણખનિજ વિભાગના તમામ જિલ્લાના સીનિયર ભુસ્તરશાસ્ત્રીઓ સહિતન અપેક્ષીત અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પશ્ચીમ અને પૂર્વ કચ્છના ખાણખનિજ અધિકારી શ્રી દેવેન્દ્ર બારીયા તથા એન એ પટેલ તથા ફલાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામકશ્રી મેહુલ શાહ આ બેઠકમાં કચ્છમાથી હાજર રહ્યા હતા. સમગ્ર બેઠકના આયોજનની વ્યવસ્થાઓ પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના સ્ટાફગણ દ્વારા સંભાળવામા આવી હતી. 
.

Comments

COMMENT / REPLY FROM