K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપા માટે ફાયર બ્રિગેડના રીઝર્વ પ્લોટ એસઆરસીથી સૌ પ્રથમ મેળવી લ્યો કબ્જો!

08 January

મનપાના નવનિયુકત કમિશ્નરશ્રી સહિતના અધિકારીઓ ગોર ફરમાવે



ફાયર બ્રિગેડના પાંચ આરક્ષિત સહિતના ૧૯ પ્લોટસમાં હેતુફેર માટેની આ મહાનસંસ્થાના અમુક બની બેઠેલાઓએ છાની ગોઠવણીઓ સાથે થોડા સમય પહેલા અરજીઓ કરી હોવાના ગણગણાટ પછી સંકુલના પ્રબુદ્ધવર્ગમાંથી ઉઠતો પ્રેરક સુર’


રાજકોટની અગ્નિકાંડની ઘટનામાં તંત્ર-સરકારી વિભાગો કઈકની લાપરવાહીઓ નિદોર્ષ લોકોના જીવ હણાયા બાદ સામે આવી છે, હવે ગાંધીધામ પણ મહાનગરપાલીકા બની ચૂકી છે, આવામાં ફાયર બ્રિગેડની સુવિધાનો વ્યાપ વધારવાની જરૂર પડશે, તે વખતે ફાયર સ્ટેશન બનાવવા જમીન કાઢશો કયાંથી? : જો જો કયાંક કોઈ ભુલ કે પછી ગુનાહિત લાપરવાહી ભારે ન પડી જાય..? : તકેદારી પૂૃર્વક નિર્ણય લેવો જરૂરી નહી તો આવનારા દિવસોમાં ભુલનો ભોગ તો લેવાશે : રાજકોટ જેવો કાંડ કોઈ બનશે તો આવનારા દિવસોમાં રાત ટુંકીને વેશ જાજાનો થઈ જશે તાલ, આવી સ્થિતી ન સર્જાય તે માટે અત્યારથી જ તકેદારી રાખી અને ફાયર બ્રિગેડ માટેના પ્લોટનો મનપા કમિશ્નરશ્રી કરી લે હસ્તગત




ગાંધીધામ : કચ્છ આખાયમાં જે સંસ્થાની પ્રતિષ્ઠા, માન-મોભો અને સેવાભાવના સદાય વખણાતી રહેતી હોય છે તેવી મહાન સંસ્થા એસઆરસીમાં પાછલા અમુક સમયથી એક યા બીજી રીતના છીંડાઓ, ગેરરીતીઓને લઈને કયાંક ફરીયાદો થાય છે તો કયાંક તપાસો પણ ત્રાટકી રહી છે, તો વળી આ મહાનસંસ્થાના કેટલાક બની બેઠેલાઓ દ્વારા છાના ખેલ રચી અને રહ્યા સહ્યા અમુક પ્લોટનો પણ ઘડો લાડવો કરી દેવાની કવાયત આદરાતી હોવાની વાત વચ્ચે કહેવાઈ રહ્યુ છે કે,ઓદ્યોગીક સંકુલ ગાંધીધામને માટે ફાયર બ્રિગેડ સ્ટેશન વિકસાવવા માટે આરક્ષિત રાખેલા પ્લોટમાં પણ ટુકડાઓ કરી અને તેના વેપલા કરવાની પણ અરજીઓ સબંધિત મથકો-વિભાગો સુધી પહોચી ચુકી છે. જો ખેરખર આમ થવા પામ્યુ જ હોય તો નગરપાલીકામાથી મહાનગરપાલીકા બની ચૂકેલ ગાંધીધામના કમિશ્નરશ્રી સહિતના અધિકારીઓએ આ બાબતને વધારે ગંભીરતાથી લેવી જોઈએ અને સૌ પ્રથમ તેઓએ એસઆરસી જેવી મહાનસંસ્થા પાસેથી ગાંધીધામ માટે પણ આરક્ષિત રખાયેલ ફાયર બ્રિગેડના પ્લોટનો કબ્જો મેળવી લેવો જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે.  હવે જયારે ગાંધીધામ મનપા બની ચૂકી છે અને તેમા અધીકારીશ્રીઓની નિમણુકથી લઈઅ ને બાકીની વહીવટી પ્રક્રીયાઓ આરંભાઈ જ ચુકી છે ત્યારે સંકુલનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ગાંધીધામ મનપા કમિશ્નરશ્રી સહિતના અધિકારીઓ સૌ પ્રથમ તો આ મહાનઈસંસ્થા એસઆરસી પાસેથી ફાયર બ્રીગેડ સ્ટેશન બનાવવા માટે જે પ્લોટ રીઝર્વ રાખેલો છે તેનો વિના વિલંબે સત્તાવાર કબ્જો મેળવી લે
આવી લાલબત્તીરૂપ સુચક સંકેત એટલા માટે સામે આવી રહ્યો છે કે, આ મહાન સંસ્થાના અમુક બની બેઠેલાઓ છાનો ખેલ ખેલી અને ફાયર બ્રીગેડના પ્લોટને જીડીએમાંથી હેતુફેર માટે મોકલી ચૂકયા હોવાનુ ચર્ચાય છે. અહી જાણકારો દ્વારા સવાલ તો એ પણ થવા પામી રહ્યો છે ક, ફાયરબ્રિગેડ માટેના અનામત-રીઝર્વ રખાયેલા મોટા પ્લોટ રીસ્ટોરેશનમાં ટ્રાન્સફર કરી અને આ મહાન સંસ્થાના કયા તત્વો કેવા પ્રકારનો ખેલ તેના પાછળ પાડવા મથી રહ્યા છે?  થોડા દીવસ પહેલાના જ નામદાર હાઈકોર્ટના શબ્દોને યાદ કરીએ તો તેઓએ રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં તીખા વલણ સાથે કહ્યુ હતુ કે, આ કોઈ દુર્ઘટના નથી પરંતુ સદોષ માનવવધ-હત્યાની જ બીના બનેલી છે. જાણકારો તો અહી એમ પણ અભ્યાસપૂર્વકની સચોટ વિગતો રજુ કરતા કહી રહ્યા છે કે, હયાત આઠ મ.ન.પા. વિસ્તારો ગુજરાતમાં છે તેમાં ફાયર સ્ટેશનની સ્થાપનાઓ ઝોન વાર કરવામાં આવી છેે. આવામાં આગામી દીવસોમાં ગાંધીધામ પણ મ.ન.પા. વિસ્તાર જ બની ગયો છે. ત્યારે વીતતા સમય સાથે એક એક કરી ઝોન વાઇજ ફાયર સ્ટેશનની જરૂર પણ ઉભી તો થવાની જ છે. આજથી ૭૦ વર્ષ પહેલા ટાઉનપ્લાનીંગ નિષ્ણાંતોએ ૧૦૦ વર્ષ પછીની પરિસ્થિતીઓ એવમ જરૂરીયાતોને કલ્પના કરી હોય તે સહજ વાત છે, હવે હાલમાં આ મહાન સંસ્થામાં અમુક બની બેઠેલા તત્વોઓ આવા પ્લોટસના ટુકડાઓ કરી હેતુફેર કરી અને તેનો વેપલો કરવાની પેરવી કરતા હોવાની ચર્ચાઓ સામે આવે તો ગાંધીધામ મનપામાં હવે કમિશ્નરશ્રી, વહીવટદાર, અને બબ્બે ડે.કમિશ્નરશ્રીઓની નિમણુક થવા પામી ગઈ છે ત્યારે આ અધિકારીઓએ ફાયરબ્રીગેડના પ્લોટસ બાબતે મહાનસંસ્થાના અમુક બની બેઠેલા તત્વો દ્વારા થતી છાની રમતોને જરા સહેજ પણ સાંખી લેવી જોઈએ નહી. અને સૌ પ્રથમ જ એસઆરસી પાસેથી ફાયર બ્રીગેડ માટે અનામત રખાયેલ પ્લોટનો કબ્જો મનપા હસ્તગત કરી લેવો જોઈએ. શહેર મનપા બની રહ્યુ છે તો ચોકકસથી હદ વધશે અને વસતી પણ અત્યારે જે સાત લાખની છે તે આવતા દીવસોમાં દસ લાખની વસ્તીવાળુ શહેર પણ બની જાય. તો ઝોન વાર પ્લાનીંગ રહે તે વધુ સુચારૂ અને આવકારદાયક જ બની રહેશે. આ પ્લોટને વેળાસર જ હસ્તકગત નહી કરાય અને મહાનસંસ્થાના અમુક બની બેઠેલાઓ જે રીતે છાનો ખેલ આ પ્લોટસમાં ખેલી રહ્યા છે તેમા સફળ થઈ જશે અને પછી પ્લોટ અમારી પાસે તો હવે બચ્યા જ નથી તેમ કહી દેશે અને મનપા હદમાં ભવિષ્યમાં રાજકોટ અગ્નીકાંડના કરૂણ અજામ અથવા તો દિલ્હી બેબીકેર હોસ્પિટલવાળી કરૂણાંતિકાઓ જેવી ઘટનાઓ બનશે ત્યારે જવાબદારી કોણ લેશે?



...........

રીઝર્વ પ્લોટ એ ટાઉનપ્લાનીંગનો અવિભાજય અંગ કહેવાય

ગાંધીધામઃ ચર્ચાતી વધુ વિગતો અનુસાર આ મહાનસંસ્થાની પાસે પ્રીમીયમથી આપવા પાત્ર બાકી વધેલા શેર ૧૯૦ પડતર છે અને ખાલી પડેલા એલોટમેન્ટને પાત્ર ૩૦૦થી વધુ પ્લોટો સંકુલના જુદા જુદા વોર્ડમાં પડેલા છે.  તે પ્લોટ પર આ મહાન સંસ્થા દ્વારા દોઢફુંટ ઉંચી દિવાલનું ચણતર કરી અને એસઆરીસની પ્રોપર્ટી છે તે મુજબના બોર્ડ પણ મારેલા હોવાનુ મનાય છે.  જે નરી આંખે જોઈ અને ગણી પણ શકાય તેમ છે. આ ક્ષેત્રના જાણકારો કહી રહ્યા છે કે, રીર્ઝવે પ્લોટ એ ટાઉનપ્લાનીંગના આયોજનનો અવિભાજય અંગ છે. સમય વીતે સરકારી - સામાજીક વ્યવસ્થાઓ વધારે સુચારૂ રૂપે ચાલે અને તે વખતની જરૂરીયાતો પ્રમાણે જમીનો હવે પછીની પેઢી માટે પણ ઉપલબ્ધ રહે તે મુળ સિદ્ધાંત છે તે પણ ભુલવુ ન જોઈએ.

Comments

COMMENT / REPLY FROM