K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

મુંદરામાં સ્મગલીંગયુકત સોપારીનો કરોડોનો જથ્થો ઝડપાયો : અખરોટની આડમાં સોપારી ઘુસાડનાર ટોળકી પર ફરી તવાઈ

01 January

કસ્ટમ કમિશ્નર શ્રી કે. એન્જીનીયરની લાલઆંખ


યુએઈ જબેલઅલી પોર્ટથી મુંદરા આવેલા કન્ટઈનરને અટકાવી તપાસ કરતા પ૦ ટન મિસડીકલેર કરાયેલ ર.૭ કરોડની સોપારીનો જથ્થો ઝડપાયો : અખરોટ દર્શાવી સોપારી ઘુસાડવાના કારસાનો ભાંડાફોળ : દાણચોર ટોળકીમાં ફેલાયો ફફડાટ

યુએઈથી વાયા મુંદરા થઈ આવેલા દાણચોરીયુકત સોપારીના કન્સાઈનમેન્ટ કાસેઝ (કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન)તરફ જવાના હોવાનો થયો ખુલાસો 

સોપારી સ્મગલીંગમાં કચ્છ પોલીસના કયા કર્મચારીની ભુંડી ભુમિકા? : અગાઉ પણ પોલીસનો મુંદરા સોપારી તોડકાંડ ખુબ જ ગાજી ચૂકયો છે, અગાઉ એક પીઆઈની ટોળકી સોપારી દાણચોરીમાં ભજવતી હતી ભુંડી ભુમિકા, આ પીઆઈ કચ્છથી બહાર ફેંકાઈ ગયા તો પણ સોપારી દાણચોરીનો ભ્રષ્ટ માવો-ચુરો ખાવાનો મોહ છોડી શકતા નથી? હાલમાં કયા ભ્રષ્ટ ખાખીધારીની છે સંડોવણી?

કાસેઝમાં વરસુર ઈમ્પેક્ષ દ્વારા અગાઉ આ જ રીતે રીએકસપોર્ટના નામે સોપારી દાણચોરીને અપાયો હતો અંજામ : અમદાવાદ ડીઆરઆઈ ત્રાટકીને કર્યો હતો સફળ કેસ : દિલ્હીનો નવાઝ ચૌધરી આ કેસમાં હજુ જામીન માટે ફાંફા મારી રહ્યો હોવાની છે સ્થિતી : નવાઝ ચૌધરીએ દેશવિરોધી ગુનાને અંજામ આપ્યુ હોવાથી તેના તાજેતરમાં જ આ કેસમાં રદ થયા હતા જામીન : મુંદરામાં ફરીથી આ જ રીતના પકડાયેલ સોપારી દાણચોરી કાંડમાં કયાંક ને કયાંક પડદા પાછળ નવાઝ આણી ટોળકી જ નથી ને જવાબદાર..!


ગાંધીધામ : કાશ્મીરના પુલવામામાં ભારતીય સૈન્ય દળ પર થયેલા જીવલેણ આતંકી હુમલા અને તેમાં પાકીસ્તાનની સાફ ભુમિકા સ્પષ્ટ થયા બાદ કેન્દ્રની નરેન્દ્ર મેાદી સરકાર દ્વારા પાકીસ્તાનની આર્થિક કમર તોડી પાડવા માટે પાકીસ્તાનનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ૧પ૦થી ર૦૦ ટકા જેટલી તગડી ડયુટી લાદી દીધી હતી જેથી ત્યાંથી આવતી વસ્તુઓ પર બ્રેક લાગી શકે. આમ કરવાથી પાકીસ્તાનની કયાંક ને કયાંક કમર તુટી છે પરંતુ બીજીતરફ ભારતની કેટલી દાણચોર ભેજાબાજ ગેંગ પણ તેની આડમાં મિસડીકલેરેશન આચરી અને મોટા કૌભાંડોને પાર પાડવા સક્રીય બની જવા પામી છે. જો કે, મુંદરામાં કસ્ટમ કમિશ્નરશ્રી કે એન્જીનીયર દ્વારા આવા તત્વો પર બાજ નજર રાખવામા આવી રહી હોવાથી અહીથી સોપારી દાણચોરોના મનસુબા પર એક પછી એક સતત પાણી જ ફરી રહ્યા હોવાનો વર્તારો સામેઆવવા પામી રહ્યો છે. 
આ બાબતે મુંદરા કસ્ટમ તંત્રના સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે એન્જીનીયરના સીધા જ માર્ગદર્શન હેઠળ તેઓની ટીમને મળેલી ચોકકસ બાતમીના આધારે યુએઈ જબેલ અલી પોર્ટ પરથી લોડ કરાયેલ ચોકકસ કન્સાઈનમેન્ટ મુંદરાં આવી રહ્યા છે જેમાં અખરોડ ડીકલેર કરાયેલ છે પરંતુ તેની આડમાં ઉંચી ડયુટી ધરાવતી સોપારી દાણચોરી સાથે ઠાલવવામાં આવનારી હોવાની વિગતો અનુસાર તે કન્સાઈનમેન્ટ મુંદરામાં આવતા જ તેને અટકાવી અને તેની ચકાસણી કરવામા આવતા તેમનાથી બાતમી અનુસાર અખરોટના બદલે સોપારીનો જથ્થો મળી આવવા પામ્યો હતો. બીલ ઓફ એન્ટ્રીમાં અખરોટ ડીકલેર કરેલ હતુ પરંતુ જયારે તેનુ ફીજીકલ ઈન્સપેકશન કરવામા અવ્યુ ત્યારે તેમાંથી ટુકડાવાળી અને આખી એવી સોપારીનો મોટો જથ્થો નીકળવા પામી ગયો હતો જેની અંદાજીત કિમંત ર.૭ કરોડ થવા પામી ગઈ છે. જેના પર ડયુટીનો આંક ૩ કરોડ જેટલો થવા પામી રહ્યો છે. પ૦ ટન જેટલી સોપારીનો જથ્થો મુંદરા કસ્ટમ વિભાગ દ્વારા પકડી પાડવામા આવ્યો છે. આ મામલે મળતી માહીતી અનુસાર કસ્ટમ વીભાગને ચોક્કસ બાતમીના આધારે, જેબેલ અલી, યુએઈથી લોડ કરાયેલા અને મુન્દ્રા 
પોર્ટ પર ડિસ્ચાર્જ કરાયેલા બે કન્સાઈનમેન્ટને મુન્દ્રા પોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા. કન્સાઇનમેન્ટ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (દ્ભછજીઈઢ) માટે નક્કી કરવામાં આવ્યું હતું. એટલે અહીથી તે કાસેજમાં જવાનુ હતુ.  તપાસ કરતાં જાણવા મળ્યું કે ઘોષિત માલ એટલે કે અખરોટને બદલે, કન્ટેનરમાં એરેકા નટ્‌સ 
(સંપૂર્ણ અને વિભાજીત) સોપારી ભરેલી ઝડપાઈ જવા પામી ગઈ છે.

..........


મુંદરાથી કાસેઝ વચ્ચે પલટીપ્રથાને ફરી કોણે કરી શરૂ?

સોપારી ડીટીએ કરી દેવાની અને રીએકસપોર્ટમાં ડીકલેર કરેલ માલ અખરોટ
(ઓછી ડયુટીવાળો)ભરીને દેખાડી દેવાનો કારસો ચિંતાજનક



ગાંધીધામ : મુંદરા કસ્ટમ વિભાગની ટીમ દ્વારા અઢી કરોડથી વધુની રકમની સોપારીનો જથ્થો પકડીપાડવામાં આવ્યો છે. તે આયોજનબદ્ધ ષડયંત્રનો જ ભાગ દેખાઈ રહ્યો છે. અહી કસ્ટમને પણ આશંકા રહેલી છે કે, ઝડપાયેલ કિસ્સો  આ એક મોડસ ઓપરેન્ડી સૂચવે છે જેમાં આયાત માટે માલની ખોટી ઘોષણા સામેલ છે, જેમાં લાગુ પડતી કસ્ટમ્સ ડ્યુટીની ચૂકવણીને ટાળવા માટે પુનઃ નિકાસ/ડીટીએ ક્લિયરન્સ પહેલાં માલ (એરેકા નટ્‌સ) ને ઘોષિત માલ (અખરોટ) સાથે બદલવાના ઉદ્દેશ્ય સાથે. એરેકા નટ્‌સની આયાત ઉચ્ચ ટેરિફ મૂલ્યને આકર્ષે છે અને તેની ડ્યુટી માળખું ૧૧૦% ચમ્ઝ્રડ્ઢ+ૈંય્જી્‌ૃ જેટલું ઊંચું છે. સાદી ભાષામાં કહીએ તો સોપારી વિદેશથી લાવવાની, ડીકલેર અખરોટ કરવાનુ, મુંદરાથી કાસેઝમાં તેને લઈ જવાની, રીએકસપોર્ટ કરવામાં આવે ત્યારે સોપારી લોકલ માર્કેટમાં ડમ્પ કરી દેવાની અને તેના સ્થાને અખરોટ ભરી રીએકસપોર્ટ દેખાડી દેવુ. આમ કરવાથી કરોડોની ડયુટીચોરી પણ થવા પામી જાય તેમ છે.



 

Comments

COMMENT / REPLY FROM