K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

જિલ્લા પ્રમુખ પદ માટે લગ્ને-લગ્ને કુંવારા  થનગનભુષણ ચોટીએ પણ ચલાવી શેખી.!’

31 December

કચ્છ ભાજપની કમાન કોના હાથમાં?



અંજાર આખાયને ચોતરફથી જમીનો દબાણો મારફતે ગેરી લેનાર-ચોટીએ જિલ્લા પ્રમુખ બનવાની ખુદની હવાઓ ફરતી કરી, ચોટી માટે તો કોઈ જ લોબીંગ ન કરે, ત્યારે ચોટી કહેતો ફરે છે કે, મને કયાં કોઈના લોબીંગની જરૂર છે, હું તો પૈસાના કોથળા ઠાલવીને જ હમેશા પદો મેળવતો રહ્યો છે? હાલમાં મારી પાસે હોદો છે તે પણ પક્ષના સાચા અને સનિષ્ઠ મોભીઓ કયાં મને આપવા કેાઈ તૈયાર જ હતા? મારી સામે તો હયાત પદ વખતે પણ મોટો વિરોધ ઉભો થયો જ હતો, હું તો પ્રમુખ પદ પણ ઉપર ગાંધીજીની નોટો દેખાડીને લઈ જ આવવાનો છુ, આમેય અમારા સમાજને અત્યાર સુધી પક્ષે જિલ્લામાં ઠેગો જ બતાવ્યો છે..?


અંદાજીત દોઢવર્ષથી સેવારત રહેલા દેવજીભાઈ વરચંદને રીપીટ કરવાની શકયતા વધારે, ઉપરાંત ઓબીસી કોટામાથી અલગ અલગ નામોએ પણ સ્વયં ભુ લોબીંગ તેજ કર્યાની ચર્ચા : યુવા ચહેરા- સહકારી ક્ષેત્રમાં સેવારત રહેલ પીઢ આગેવાન, વકીલાત ક્ષેત્રમાં સુદીર્ઘ કારકીર્દી ધરાવનારા સહિતનાઓએ ઓબીસી કવોટામાથી પોતાના નામો વહેતા કરાવ્યાની ચર્ચા : તો પાટીદાર સમુદાયમાથી પક્ષનિષ્ઠોએ નામો તરતા મુકયાની ચર્ચા




ગાંધીધામ : ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ૧૦મી જાન્યુઆરી સુધીમાં વિવિધ જિલ્લાઓમા પ્રમુખોની નિમણુકો જાહેર કરી દેવાનુ મન બનાવી ચૂકી છે અને તેની આંતરીક તૈયારીઓ પણ ચાલી જ રહી છે. ત્યારે કચ્છમાં સુકાન, ભાજપની કમાન કોના હાથમાં સોપવામાં આવશે  તેને લઈને આંતરીક ચર્ચાઓ રાજકીય બેડામાં થવા પામી રહી છે અને તેમાં સ્વયં કેટલાક નામો પણ ચર્ચામાં લાવવાના કીમીયાઓ અજમાવાઈ રહ્યા છે. આવામાં પૂર્વ્‌ કચ્છનો ચોટી કેમ બાકાત રહી જાય.?જાણકારો કહી રહ્યા છે કે, લગ્ને લગ્ને હમેશા કુંવારા જ રહી જતા ચોટીએ પણ એક નવી શેખી ચલાવાવની શરૂ કરી દીધી હોવાનુ મનાય છે.  જાણકારો કહી રહ્યા છે કે, લગ્ને લગ્ને કુંવારા અહી એટલા માટે કહેવાય છે કે, આ ચોટી કોઈ પણ પદ હોય, નિમણુકો હોય, તેમાં દર વખતે મોઢું ધોઈને ઉભો રહીજ જતો હોય છે. યા તો પોતા માટે દાવેદારી કરી દે અથવા તો પોતાના ચાપલુસખોરોને આગળ કરી દેતો ફરતો હોય છે. આ વખતે જિલ્લા પ્રમુખ પદ માટે ચોટી ખુલ્લીને બધી જ જગ્યાએ કહેતો ફરી રહ્યો છે કે, મારૂ નામ જિલ્લા પ્રમુખ માટે નકકી જ થઈ ગયુ છે. હું જાણુ છુ કે, મારા નામનો વિરોધ ચોકકસથી થશે કારણ કે મારા પક્ષના હિત માટે કોઈ એવા કામ જ નથી કે પક્ષના સાચા અને સનિષ્ઠ મોભીઓ મારા નામ માટે મને ટેકો આપશે અને મારૂ લોબીંગ કરશે પરંતુ મને કયા કોઈના લોબીંગની જરૂર છે, હુ તો ઉપર ગાંધીજીના ચહેરાછાપ ચલણો કોથરા ભરીને ઉપર ફેકીશ એટલે પ્રમુખ પદ મારૂ જ થઈ જવાનુ છે. મારૂ નામ નકકી જ ચાલી રહ્યુ છે. એટલુ નહી પણ ચોટી એમ પણ કહી રહ્યો છે કે, આમેય પક્ષે જીલ્લામા અમારા સમાજને ઠેંગો જ આપ્યો છે, તો પછી હું કેમ સક્ષમ દાવેદાર તે માટે નથી કહેવાતો? ચોટી જયા જયા શેખી ફેરવતો ફરી રહ્યો છે તેને જાણકાર વર્ગ ચોખું જ સંભળાવી રહ્યો છેશેખચલ્લીભરી રમુજ પ્રેરક વાતો ફેલાવતો ચોટી ભુલી ગયો લાગે છે કે, હાલમાં ગુજરાતમાં પાટીલજીનુ ભાજપ છે,અગાઉ તારાવાળા ગાંધીછાપ નોટો જોઈને વરણી આપનારાઓ આજે ગોત્યા પણ નથી મળતા..અને હવે તો પક્ષે પણ ઉપરથી જ નિયુકિતમાં પ્રોટોકાલ-નિયમો-માર્ગદર્શિકાઓ ઘડી દીધી છે અને તેમાં તું તો કયાંય બંધ બેસતો પુરવાર પણ નથી થતો.

Comments

COMMENT / REPLY FROM