K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

પોલીસ સંભારણા દિને ભુજ અને ગાંધીધામમાં  શહીદ પોલીસ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

21 October



પૂર્વ કચ્છમાં શિણાય ખાતે એસપી સાગર બાગમાર, ડીવાયએસપી તેમજ અન્ય અધિકારી- કર્મચારીઓએ સદ્દગતના પરિવારો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી : ભુજમાં હેડકવાર્ટર ખાતે શહીદ સ્મારકે અંજલી અપાઈ 

ગાંધીધામ : ૨૧મી ઓક્ટોબર એટલે પોલીસ સંભારણા દિવસે દેશમાં શહીદ થયેલા પોલીસ જવાનોની યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે, ત્યારે પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. 
પોલીસ વિભાગમાં અકાળે કુદરતને વ્હાલા થયેલ તમામ જવાનોને યાદ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવે છે. જે અન્વયે આજે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા શિણાય ખાતે આવેલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ શહીદ દિન નિમિત્તે જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર, ડી.આર. ભાટીયા, મુકેશ ચૌધરી, સાગર સાંબડા, એલસીબી પી.આઈ એન.એન. ચુડાસમા, એસઓજી પીઆઇ ડી. ડી. ઝાલા, આરપીઆઇ જે.એસ. ગજેરા  સહિતના અંજાર, ભચાઉ ડીવીઝનના પોલીસ અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્થિત રહી શહીદ થયેલ પોલીસ જવાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ભુજમાં હેડ કવાર્ટર ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે હેડ કવાર્ટર ડીવાયએસપી એ.આર. ઝણકાટ, એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.જે. કશ્ચિયન, પ્રો. ડીવાયએસપી પાર્થ ચોવટીયા સહિત પીઆઈ, પીએસઆઈ સહિતનાઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Comments

COMMENT / REPLY FROM