K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કચ્છમાં યુરીયા ખાતરનો ધમધમતો કાળો કારોબાર : ઝભ્ભાલેંધાઘારીઓની છત્રછાયા : તંત્ર કોમામાં 

19 October



 ખેતીવાળી અધિકારી અને ભ્રષ્ટ પોલીસ અધિકારીની મીઠી નજર હેઠળ ચાલતું ચલક ચલાણું : ખરીફ પાાકને થયેલા વ્યાપક નુકશાનમાંથી ખેડૂતો હજુ બેઠા થયા નથી.  તેવામાં ખાતરની કુત્રિમ અછતથી કિસાનો માથે વધ્યું મુશ્કેલીનું ભારણ : રવિ પાકના વાવેતર સાથે જ ખાતરની અછતે કિસાનો માટે મુશ્કેલી વધારી


સબસીડીયુકત ખાતર ખુલ્લી બજારમાં પહોચે જ કયાથીછે? નાયબ ખેતીવાડી વિભાગની ટુકડી અને તેમના જે તે વિભાગના સુપરવાઇજર શું કરી રહ્યા છે? શુ ખેતીવાડી વિભાગ પાસે આવી કાળાબજારી રોકવા માટે કોઈ માળખું, મહેકમ, વ્યવસ્થાઓ જ  નથી? પોલીસતંત્ર પણ સમ ખાવા પુરતીમને ક મને ફરીયાદો લઈ રહી છે, પરંતુ ધાક બેસાડતો કિસ્સો પુરવાર થાય તેવી કાાર્યવાહી કરવામાં કોની લાજનો તાણી રહ્યા છે ધુમટો..? ખાતર માટે દરબદર ભટકતા કચ્છના ધરતીપુત્રોના મુખે ચર્ચાતો વેદ્યક સવાલ 



ખેડૂતોને નકલી ખાતર ધાબડી દેવા મિલાવટખોરો થયા સક્રિય : સહકારી મંડળીઓ મારફતે પુરતો જથ્થો મળતો ન હોવાથી નિર્દોષ ખેડૂતો સહેલાઈથી મિલાવટ ખાતરનો કારોબાર કરતા તત્ત્વોના બની જતા હોય છે શિકાર



ભુજ : કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર ખેડુતોના હિતાર્થે નીતનવી યોજનાઓ જાહેર કરી અને ભગીરથ પ્રયાસોકરીરહી છે. ખેડુતોને રાહત અને સસ્તા દરે ખાતર મળી રહે તે માટેની પણ વયસવ્થાઓ યુદ્ધના ધોરણે જકરવામા આવતી રહે છે પરંતુ જાણે કે, આવી યોજનાઓ પર અમુક બની બેઠેલા ઝભ્ભાલેંગાવાળાઓની ઓથ તળે વકરી ચુકેલી સિન્ડીકેટ જાણે કે પાણીઢોળ જ કરી નાખતા હોય તેમ તેની ધુમ કાળાબજારી કરી રહ્યા છે. કચ્છમાં પણ હાલના સમયે યુરીયા ખાતર ની ગેરકાયદેસર હેરફેરના જે  અલગ અલગકિસ્સાઓ સામે આવ્યા છે તેને જોતા યુરીયા ખાતરનો આ જિલ્લામાંકાળો કારોબાર ધમધમી ઉઠયો હોય તેમ જ જોવા મળી આવ્યું છે.  કચ્છના કિસાનો અને મુસીબતો એકબીજાનો પર્યાય બની ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા બે વર્ષોથી કચ્છના કિસાનો માટે એક પછી એક મુસીબતો અવિરત ત્રાટકતી જ રહી છે. આ વર્ષે જુલાઈ - ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના મારની કળ વળે તે પહેલા ઓકટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદે કિસાનોની ચિંતા વધારી છે. ખરીફ પાાકને થયેલા વ્યાપક નુકશાનમાંથી ખેડૂતો હજુ બેઠા થયા નથી.  તેવામાં ખાતરની કુત્રિમ અછતથી કિસાનો માથે વધુ એક મુશ્કેલીનું ભારણ વધ્યું છે. કચ્છના વાગડ વિસ્તારમાં રવિ પાકનું પુષ્કળ વાવેતર કરવામાં આવે છે. રવિ પાકના વાવેતર સાથે જ ખાતરની અછતે કિસાનો માટે મુશ્કેલીઓ વધારી દિધી છે. વાગડ પંથકમાં યુરિયા અને ડીએપી ખાતરની વ્યાપક અછત સર્જાઈ છે. ખેડૂતોને ખાતર માટે દિવસો સુધી વલખાં માર્યા બાદ પણ પુરતુ ખાતર નસીબ થતું નથી. અધુરામાં પુરૂં મંડળીઓ દ્વારા ખેડૂતોને વણજોઈતા લિકવિડ નેનો ખાતરની ખરીદીની ફરજ પાડવામાં આવી રહી છે. જરૂરિયાતના અનુપાતમાં માંડ અડધો જથ્થો ખાતર મળતું હોવાથી કિસાનો માટે ખેતી હવે ઉતમ વ્યવસાયના બદલે ભારણ બની ગઈ છે. વાગડ મંડળીમાં ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી દિવસો સુધી રાહ જોયા બાદ પણ આ વિસ્તારના પ૦ ટકા જેટલા ખેડૂતોને માંડ પાંચ બોરી ખાતર નસીબ થયું હતું. કુદરતી આફતોને અટકાવી શકાય નહી, પરંતુ ખાતરની અછત જેવી કૃત્રિમ આફતોથી સરકાર કિસાનોને મુક્તિ અપાવે તેવી માંગ વ્યથીત ખેડૂતો કરી રહ્યા છે. 
ખાતરની અછત ટાંકણે ેજ મિલાવટ ખોટો સક્રિય થઈ ગયા છે. વાગડના ખેડૂતોને નકલી ખાતર ધાબડી દેવા મિલાવટખોરો સક્રિય થઈ ગયા છે. ખાતરની અછતથી પરેશાન ખેડૂતો આવા મિલાવટખોરોનો સહેલાઈથી શિકાર થઈ જતા હોય છે. નાણા કમાવી લેવાની લાલચે ભેજાબાજ તત્ત્વો કિસાનોને નકલી ખાતર ધાબડી દઈ રફુચક્કર થઈ જતા હોય છે. વાગડમાં નકલી બિયારણ અને નકલી ખાતરનો કાળો કારોબાર પુરજોશમાં ચાલતો હોય છે. ભૂતકાળમાં પણ આ પંથકમાંથી નકલી ખાતરની બોરીઓ પકડાયાના અનેક કિસ્સાઓ ઉજાગર થયા છે. સહકારી મંડળીઓ મારફતે પુરતો જથ્થો મળતો ન હોવાથી નિર્દોષ ખેડૂતો સહેલાઈથી મિલાવટ ખાતરનો કારોબાર કરતા તત્ત્વોના શિકાર  બની જતા હોય છે. 
માત્ર વાગડ પંથક જ નહીં પરંતુ જિલ્લા ભરમાં ખાતરની અછત સમસ્યા બની છે. જયાં એકતરફ ખેડૂતોને પુરતું ખાતર મળી રહ્યું નથી. ત્યાં બીજીતરફ ખાતર ગેરકાયદેસર હેરાફેરી પણ ધમધમી રહી છે. અંજાર તાલુકાના લાખાપર ગામે ખેડૂતોએ ખાતર ભરેલા ટેમ્પોને ઝડપી પાડ્યા બાદ આ કિસ્સામાં પોલીસ તપાસ ચાલી રહી છે. તેવામાં એલસીબીએ અંજારમાં નીમકોટેડ યુરિયાની ર૬૪ બોરી ભરેલ ટ્રકને ઝડપી પાડી છે. ખેડૂતોને ખેતી માટે પુરતુ ખાતર મળતું નથી, ત્યાં ખેડૂતો માટેના સબસીડીયુક્ત ખાતર  બારોબાર ઉધોગો પાસે પહોંચી જતા હોવાથી ફરિયાદને આવા કિસ્સાઓથી સમર્થન મળી રહ્યું છે. ખાતરની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્ત્વોમાં કાયદાનો ભય રહ્યો નથી કે, તેમને કાયદાના રક્ષકો અને ભ્રષ્ટ ખાદીધારીઓનો સાથ મળી રહ્યો છે તેવો વેધક સવાલ કિસાનોના મોઢે ચર્ચાઈ રહ્યો છે. રાજકીય વગદાર વ્યક્તિઓ કે, તંત્રના  ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજર વગર ખાતરની એક બોરીની પણ હેરાફેરી થઈ શકે નહીં તો કચ્છમાં ખાતરના ગેરકાયદેસર કારોબાર પર કોની કૃપાદ્રષ્ટિ છે તેની તપાસ થાય તો અનેક નામધારીઓના પગ રેલો આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 

........


તો પૂર્વ કચ્છની પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝમાં ધમધમતુ કારસ્તાન આવે બહાર..?



ખાસ કરીને રેજિન પ્લાન્ટમાં  સરકારીયુરીયા ખાતરનો થાય છે બેફામ ગેરકાયદેસર ઉપયોગ : દિલ્હીની ખેતીવિભાગની ટુકડીએ અગાઉ પણ પૂર્વ કચ્છના પ્લાયવુડવાળાઓ પર ત્રાટકી અને યુરીયા ખાતરની કાળાબજારીનો કરી દેખાડયો છે પર્દાફાશઃ જો જો, ફરીથી આવી કોઈ ટુકડી અહી ત્રાટકી ન જાય..! : લુણવા-ચોપડવા સુધી મને-કમને તપાસપહોચે છે, પરંતુ બાદમાં ત્યાં લાગી જાય છે તપાસનેમોટોબ્રેક? તેનીપાછળનુ રહસ્ય શું?


એલીસીબીને યુરીયા ખાતરની ગેરકાયદેસર હેરફેરની ગંધ આવે છે પરંતુ સ્થાનિક પોલીસને કેમ તેની બાતમી પણ નથી મળતી? પૂર્વ કચ્છ એસપીશ્રી આ બાબતે ગંભીર તપાસ કરાવે તે જરૂરી




ગાંધીધામ : કેન્દ્ર અને ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા ખેડુતોને માટે રાહતરૂપ દરે યુરીયા ખાતર આપવામા આવે છે પરંતુ પાછલા અમુક સમયથીઆ યુરીયા ખાતર માટે ખેડુતોને ટળવળવાનો વારો આવી રહ્યો છે જયારે કે યુરીયા ખાતરની કાળા બજારીકરનારાઓને મોકળુુ મેદાન જ મળી જવા પામ્યુ હોય તેવો તાલ સામે આવવા પામી રહ્યો છે. હાલમાં પણ આવા જ યુરીયા ખાતરનીકાળાબજારીનો કિસ્સો સામે આવવા પામી રહ્યો છે ત્યારેજાણકારો કહી રહયા છે કે, જો આ યુરીયા ખાતરના કૌભાંડની તપાસ કરવામાં આવશે તો પૂર્વ કચ્છની પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારના સરકારીસબસીડીવાળા ખાતરના ગેરકાયદેસર વપરાશનો મોટોખુલાસો થવા પામી શકે તેમ છે. કારણ કે, અહીની પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝ અને તેમા પણ ખાસ કરીને રેઝિન પ્લાન્ટ જે ધરાવી રહ્યા છે તેઓને ગ્લુ બનાવવા માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામા આવતુ હોવાનુ મનાય છે. જાણકારો તો એમ પણ કહી રહયા છે કે, લુણવા, ચોપડવા સહિતના પટ્ટામાં આવેલી કેટલીક પ્લાયવુડની ફેકટરીઓ સુધીઆંતરીક રીતે તપાસ ચાલતીરહે છે પરંતુ તેના મુળીયા ઉલેચવાના બદલે બધુ જ ભીનુ સંકેલી લેવામા આવતુ હોવાથી ફરી ફરીનેઆવા કારસ્તાનોને અંજામ આપવા મનોબળ ઉચકાતા જ રહે છે. જો હાલમાં પણ પોલીસે જે યુરીયા ખાતરનો જથ્થો પકડયો છે તેની ઘનિષ્ઠ તપાસ કરશે તો પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝમાં ચાલતાચ આવા મોટા કારસ્તાનો ખુલાસો થવા પામી શકેતેમ જાણકારો કહી રહ્યા છે. 


..........



રાજકિય ઓથ વગર સરકારી ખાતરની કાળાબજારી 
સંભવ નથી ? ઝભ્ભાલેંગાવાળાઓને ખુલ્લા પાડો


રાજકીય વગદાર વ્યક્તિઓ કે, તંત્રના  ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજર વગર ખાતરની એક બોરીની પણ હેરાફેરી થઈ શકે નહીં : હાલમાં પણ જેઓના નામો ચર્ચામાં આવ્યા છે તેમને ઉપાડવામાં આવશે તો તેઓ કયાંક ને કયાંક રાજકીય જીવન સાથે સંકળાયેલા હોવાનોખુલાસો થશે જ થશે..!



ગાંધીધામ : ખેડુતો માટે રાહતદરે અપાતા સબસીડીયુકત ખાતરના જથ્થાના ગેરકાયદેસર હેરફેર કાંડને કચ્છમાં ઉપરાછાપરી અંજામ અપાતો હોય તેમ પાછલા થોડા સમયમાં જ ચાર અલગ અલગ કિસ્સાઓ સામેઆવવા પામી ચૂક્યા છે. સબસીડીયુકત ખાતર ઓપન માર્કેટમાં વેચાત હોય તે એક ગંભીર ગુનો જ કહી શકાય તેમ છે. આ પ્રકારના કારનામાઓને અંજામ આપવા કોઈ એકલદોકલ તત્વોનુ કામ નથી તેમાં એક ચોકકસ સિન્ડીકેટ કામ કરતી હશે તેમ કહેવુ પણ વધારેપડતુ નહી કહેવાય. ઉપરાંત સરકારી સબસીડીવાળા ખાતરને પાણીના ભાવમાં ખરીદી લેનારાઓની હિમંત જોતા તેઓની પાછળ ચોકકસથી રાજકીય ઓથ અને છત્રછાયા રહેલી જ હોય માટે આવા કિસ્સાઓમાં ઝભ્ભાલંગાવાળાઓને ખુલ્લા પાડવામાં નહી આવે ત્યા સુધી આવા કારનામાઓ અટકાવવા કપરા જ બની રહેશે.



 

Comments

COMMENT / REPLY FROM