K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Friday, 04 April
સ્થાનિક સમાચાર

બોકસાઈટના ગેરકાયદેસર ખનનથી તકવાદી રાજકારણીઓના ‘ચમન’માં આવી બહાર

23 September

પશ્ચિમ કચ્છમાં સફેદ પોશ ખનીજ માફિયા સક્રિય



રાજયના મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખુદ તેમના કચ્છ પ્રવાસ વખતે જ ખનીજ મુદ્દે જરા સહેજ પણ ઢીલાશ ન ચલાવવાની કડક શબ્દામેાં સુચનાઓ આપી ગયા છે, ખનીજચોરી - ગેરકાયદેસર ખનન મામલે તેઓ દર્શાવી ચૂકયા છે નારાજગી,તેમ છતા પણ બોકસાઈટની ખાણો બેરોકટોક ધમધમી ઉઠે છે? તો શું કચ્છમાં ખાણખનિજ વિભાગના જવાબદારો કે અન્ય એજન્સીઓ સીએમશ્રીના સુચનો અને કડક આદેશની પણ કરી રહ્યા છે અવહેલના..?


પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત, માંડવી પંથકમાં બોકસાઈટની ગેરકાયદેસર ખાણો ધમધમી : સરકારના નવા જીઆર બાદ કચ્છમાં બોકસાઈટની નવી લીઝની પ્રક્રિયા હજુ મંજુરીના તબક્કામાં પ્રવેશી છે ત્યાં બોકસાઈટનું મોટાપાયે ખનન શરૂ થતાં મચી ચકચાર 


ગત વિધાનસભા ચૂંટણીમાં સત્તાપક્ષના ઉમેદવાર સામે અપક્ષ ના ચોખઠા ગોઠવી કેસરિયા બિગ્રેડને દોડતા કરનાર સામે સત્તાપક્ષમાં કચવાટ છવાયો




ભુજ : બોકસાઈટએ કચ્છ જિલ્લામાં મળી આવતી મહત્વપુર્ણ ખનીજ સંપત્તિ ગણાય છે. કચ્છ જિલ્લાના પેટાળમાંથી મળી આવતા બોકસાઈટની માંગ તેની ઉચ્ચ ગુણવતાના કારણે સવિશેષ રહેતી હોય છે. ભૂતકાળમાં બોકસાઈટના ખનન પર લાદવામાં આવેલ કેટલાક પ્રતિબંધો સરકારના ખાસ જીઆર દ્વારા હટાવી લેવામાં આવ્યા છે. કચ્છમાં બોકસાઈટના ખનન માટે લીઝ ફાળવણીની પ્રક્રિયા હાલે પ્રગતિમાં છે. તેવામાં પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને માંડવી વિસ્તારોમાંનું મોટાપાયે ખનન શરૂ થતાં જિલ્લમાં સફેદપોશ ભૂમાફિયાઓ ફરી સક્રિય થયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. 
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છના માર્ગો પર બોકસાઈટ ભરી દોડતા વાહનો નજરે પડી રહ્યા છે. અબડાસા-લખપતથી માંડી માંડવી સુધીના પટ્ટામાં બોકસાઈટ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. અંતરિયાળ ગ્રામીણ માર્ગો પર કિમતી બોકસાઈટ ભરી દોડતા વાહનો પશ્ચિમ કચ્છમાં બોકસાઈટ ચોરી કરતા સફેદપોશ ભૂમાફિયાઓ ફરી સક્રિય થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં ઉપલબ્ધ ઉચ્ચ ગુણવતાવાળા બોકસાઈટનું ખાણમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે.આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સુત્રોનું માનીએ તો સત્તા પક્ષના હંમેશા ટાટીયા ખેચીયતો છતાં સરા જાહેર ખનીજ ચોરી કરનાર પૈસાના જોરે ગેરકાયદેસર કામ કરી રહ્યો છે. સફેદપોશ ખનીજ માફિયાઓનું ચમન બોકસાઈટની બેેફામ ચોરીથી ખીલી ઉઠ્યું છે. જો કે જાણીતા સફેદપોશ ખનીજ માફિયાના ચમન માં બહાર આવી છે.ગત વિધાનસભા ચૂંટણીમાં સત્તાપક્ષના જ ઉમેદવાર સામે અપક્ષનું ચોખઠું ગોઠવી દઈ કેસરિયા સૈનિકોને દોડતા કરી દેનાર રાજકારણી દ્વારા જ પશ્ચિમ કચ્છમાં તંત્રની મંજુરી વગર જ બોકસાઈટની ખનન ધમધમતી કરી દેવાઈ હોવાની ચર્ચા ચોરેને ચોટે થઈ રહી છે. તો બીજીતરફ કેસરિયા દળના જ કેટલાક અગ્રણી સભ્યોએ નારાજગી પણ દર્શાવી છે. ચૂંટણી વખતે લીડ ટુંકી કરવાના પાસા નાખનારના ચમન ગેરકાયદેસર બોકસાઈડ ચોરીનો મુદ્દો  સત્તા પક્ષમાં અંદરખાને વિરોધનો સુર પણ  ઉઠી રહ્યો છે. સરકારશ્રીના જીઆર બાદ કચ્છ જિલ્લામાં બોકસાઈટની લીઝ ફાળવણીની પ્રક્રિયા હાલે પ્રગતિમાં હોવાનું ખાનીજ તંત્ર જણાવે છે. જોકે હજુ સુધી બોકસાઈટની કોઈ લીઝ સત્તાવાર ફાળવવામાં આવી ન હોવાની સંભાવના વચ્ચે જ પશ્ચિમ કચ્છમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન શરૂ કરી દેવામાં આવ્યું છે.ખનીજ ચોરી અટકાવવાની જવાબદારી જેના શીરે છે તેવા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, ફલાઈંગ સ્કવોર્ડને હજુ સુધી બોકસાઈટ ખનનો કોઈ કેસ મળ્યો નથી. માત્રે એક બે ટ્રક પકડવામાં આવી છે પણ તે ખનીજ ક્યાંથી લઈ આવ્યો તેની તપાસ કરવામાં તંત્ર પાછા પાની કરતો હોય તેવો દેખાઈ રહ્યો છે. પોલીસ તંત્રની ગેરકાયદેસર ખનન રોકવાની સીધી જવાબદાર રહેતી નથી. પરંતુ ગેરકાયદેસર પરિવહન અટકાવવાની સત્તા જરૂર છે. પણ પશ્ચિમ કચ્છમાં મંજુરી વીના બોકસાઈટ ધરી દોડતા કોઈ વાહન પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તો જાહેરમાં ચર્ચાતી મુજબ પોલીસ તંત્રને આ ખનીજ રોકવા મોટી રકમની ભેટ અપાઈ હોવાની ચર્ચાએ જોર પકડયો છે.પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં મળી આવતા કિંમતી ખનીજોની ચોરીનું દુષણ વર્ષો જુનું છે. કચ્છમાં અનેક ખનીજ ચોરી થાય છે તો હવે બોકસાઈટનું નામ ઉમેરાયું છે. જિલ્લામાં મળી આવતું કિંમતી બોકસાઈટ સારી માંગ ધરાવે છે. રાજય અને દેશના અર્થતંત્ર માટે પણ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ નુકશાનકારક છે ત્યારે પશ્ચિમ કચ્છમાં બેફામ બનેલા બોકસાઈટ ચોરીના દુષણને અટકાવવા તંત્ર દ્વારા કડક કાર્યાવહી કરવામાં આવે  તેવી લોક લાગણી પ્રવર્તિ રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM