K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
અકસ્માત

આણંદથી મુંદરા આવતી બસને હળવદ પાસે  નડ્યો અકસ્માત : ૧ર મુસાફરો ઘવાયા

19 September



અંજાર - ગાંધીધામના ઘવાયેલા છ મુસાફરને સારવાર માટે હળવદની હોસ્પિટલમાં ખસેડાયા : રાતના સમયે હાઈવે પર બંધ પડેલી ટ્રકમાં બસ ઘૂસી જતા બની ઘટના 

ગાંધીધામ : આણંદથી મુંદરા તરફ આવતી એસટી બસને હળવદ પાસે અકસ્માત નડયો હતો. જેમાં ૧ર જેટલા મુસાફરોને ઓછી વતી ઈજાઓ થવા પામી હતી. અંજાર - ગાંધીધામના છ સહિત ઘવાયેલા મુસાફરોને સારવાર માટે હળવદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે કચ્છથી પરિવારજનો હળવદ દોડી ગયા હતા. હળવદ - માળિયા હાઈવે પર પ્રતાપગઢ ગામના પાટિયા નજીક એસ.ટી. બસનો અકસ્માત થયો હતો. આણંદથી મુંદ્રા આવતી એસ.ટી.ની સ્લીપર બસ નંબર જીજે ૧૮ વી ૯૫૦૯ બંધ પડેલી ટ્રક પાછળ ઘૂસી જતા ૧૨થી વધુ લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે હળવદ, મોરબી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી મળેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં અંજારના દક્ષાબેન મનીષભાઈ, પટેલ અશોકભાઈ નારણભાઈ, પેટલાદના કોકિલાબેન રાજુભાઈ, નડીયાદના ભરતકુમાર શનાભાઈ પટેલ, ગાંધીધામના તુલસીભાઈ 
પરબતભાઇ પરમાર, અંજારના સંજય મનસુખભાઇ ડાભી, પાંદડીના માનસિંગ ભાઈ પુનાભાઈ પરમાર, અંજારના લક્ષ્મીબેન મનીષભાઈને હળવદ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય પેસેન્જરને મોરબી અને સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. નેશનલ હાઇવે પર ગેરકાયદે રીતે વાહનો પાર્ક કરવામાં આવે છે તેમજ કોઈપણ જાતના સિગ્નલ વગર ટ્રક રાખવામાં આવતી હોવાના કારણે આવા અકસ્માત થાય છે. જેમાં નિર્દોષ લોકોને હાલાકીનો ભોગ બનવું પડે છે. આ બનાવમાં બસના ડ્રાઈવર અને કંડક્ટર પણ ઇજાગ્રસ્ત થયા હતા. હળવદ પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરાઈ છે. બાદમાં એસટી દ્વારા અન્ય બસની વ્યવસ્થા કરી મુસાફરોને ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. 

 

Comments

COMMENT / REPLY FROM