K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ગાંધીધામ-આદિપુરમાં રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ બાંધકામોનો મોટો રાફડો : ન.પા.-જીડીએ-મહેસુલ વિભાગ કેમ કુંભકર્ણિનિંદ્રામાં ?

07 September



આસના વાવાજોડાના લીધે સર્જાયેલી મેઘતારાજીથી ગાંધીધામ સંકુલમાં પણ ઠેર ઠેર થયેલા જળભરાવની પાછળનું મુખ્ય કારણ છે શું ? નાળા સફાઈનો અભાવ તો ખરો જ પરંતુ આડેધડ આદિપુર - ગાંધીધામ શહેરમાં થયેલા દબાણોના ઘોડાપુર પણ છે એટલા જ જવાબદાર : રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ બાંધકામોને મંજુરી મળે જ છે કેવી રીતે? આપે છે કોણ? ગાંધીધામના ટાગોર રોડ પર ખડકાયેલા વ્યવાસીયક પ્રતિષ્ઠાનોમાં કરવી જોઈએ સરપ્રાઇજ કડક ચેકીંગ : આદિપુરના મૈત્રીરોડ પર પણ ખડકાયેલા છે મોટા દબાણો : રામબાગ રોડ પરની પણ છે એ જ અવદશા

રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રતિષ્ઠાનોના જીડીએમાં નકશા પાસ થાય છે કેવી રીતે? અથવા તો નકશા બધાય પાસ કરાવેલા પણ છે ખરા? નગરપાલિકામાં પણ સાંઠગાંઠ કરી અને રહેણાંક વિસ્તારમાં કોમર્શયીલ બનાવી અને રેસીડેન્સ અનુસારના જ ટેક્ષ ભરે છે, ટેક્ષની પણ કરે છે મોટી ચોરી : સંકુલની બજારોમાં કોમર્શિયલ વિસ્તારોમાં દુકાનો ર૦ લાખમાં પણ ન વેંચાય અને આ રહેણાંક વિસ્તારોમાં દુકાનોના ભાવ ૪૦થી પ૦ લાખ મળી રહ્યા છે? તેના પાછળનું રહસ્ય શું?


વરસાદી નાળા પર બનાવેલી કેબીનો પણ દુર કરો- વરસાદી નાળા પર ગેરકાયદેસર રીતે બનાવેલી કેબીનો પણ પાણીનાનિકાલ માટે નડતર રૂપ બને છે તેને પણ હટાવવી જોઈએ

ગાંધીધામ : પૂર્વ કચ્છનું ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલ જમીન નીતીને લઈને સદાય ચર્ચામાં આવતુ જ રહ્યુ છે. જમીનોને જોતા આ સંકુલના પાંચ ધણીઓ સરકારી મોરચે હોવા ઉપરાંત પણ જાણે કે આ સંકુલ નધણીયાતું જ રહ્યુ હોય તેવી રીતે ખેડે તેની ખેતીના તાલે આડેધડ નીયમોના વિરૂધમાં અહી બાંધકામો થવા પામતા જ રહેતા હોય છે. હાલમાં જયારે અતીવૃષ્ટી સમાન વરસાદ પડયો છે અને સંકુલના વિસ્તારોમાં ઠેર ઠેર જળભરાવ થવા પામ્યો છે તેની પાછળ પણ નાળા સફાઈ તો મુખ્ય કારણ હશે જ પરંતુ શહેરમાં આડેધડ થયેલા દબાણો પણ એક મોટુ કારણ જ કહી શકાય તેમ છે. અને તેમાં પણ આયોજનબદ્ધ રીતે રહેણાક વિસ્તારોમાં કોમર્શિયલ બાંધકામોનો જે રાફડો ફાટી નીકળ્યો છે તે વધારે સમસ્યારૂપ બની જવા પામયુ છે. પરંતુ આ સમસ્યા કહો કે પછી આયોજનબદ્ધ રીતે ચાલતુ કૌભાંડ, વિવિધ સરકારી તંત્રો પણ તેમાં તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે જ બધુ જ જોઈ રહ્યા હાયે તેવો તાલ થતો હોવાથી રહેણાંકમાં કોમર્શીયલ બાંધકામોને જોતા ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટી તથા નગરપાલિકા અને રેવેન્યુ કક્ષાએ મામલતદારશ્રી સહિતનાઓની ભુમીકાને લઈને પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે. વાત સહેજ વિગતે માંડીએ તો તાજેતરમાં જ રાજકોટ ખાતે અગ્નીકાંડની ગંભીર ઘટના બનવા પામી ગઈ છે અને તે બાદ રાજયભરમાં રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ બાંધકામો પર પણ તવાઈ આવવા પામી ગઈ છે, પરંતુ પૂર્વ કચ્છમાં આદીપુર અને ગાંધીધામ સંકુલમાં જાણે કે, જીડીએ દ્વારા આંખમિચામણા જ કરાઈ રહ્યા છે અથવા તો પછી સમ ખાવા પુરતી જ નોટીસો ફટકારીને હાથ પર હાથ રાખી બેઠુ હોય તેમ આદીપુર ગાંધીધામમાં રહેણાંક વિસ્તારોોમાં કોમર્શિયલ પ્રિત્ઠષાનો ધમધમી જ રહયા હોવાનો ચિત્ર ઉપસતું જોવાઈ રહ્યું છે. જીડીએ, ગાંધીધામ નગરપાલિકા અને મામલતદારશ્રીતથા દબાણ શાખા સહિતનાઓની ભુમિકાઓ સામે પણ અહી મોટા સવાલો જ ખડા થવા પામી રહ્યા છે. કારણ કે, રહેણાક વિસ્તારોમાં કોમર્શિયલને મંજુરી મળે જ કેવી રીતે? આ માટે જીડીએમાં નકશા પાસ થાય છે કેમ? કે પછી જીડીએમાં નકશાની મંજુરીઓ જ લેવામાં આવતી નથી? જીડીએ-પીજીવીસીએલ સહીતનાઓની મીલીભગત અહી સીધી જ સામે આવવા પામી રહી છે. નગરપાલીકાને પણ ટેક્ષનો ધુમ્બો ફટકારી રહ્યા છે. કોમર્શિયલમાં હોય તો ડબલ ભરવાનો થાય, આ રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ બાંધકામ કરી અને ટેક્ષની પણ મોટી ચોરી જ કરવામ આવી રહી છે. રહેણાંક વિસ્તારના એક મોટા પ્લોટમાં નીચે ચાર દુકાનો બનાવે અને ઉપર છ ફલેટ બનાવી નાખે એટલે અહી દુકાનોના ભાવો પણ બજારની કોમર્શિયલ વિસ્તારની દુકાનો કરતા ખુબજ ઉંચા બોલાવવા પામી જાય છે. પરંતુ આ રીતે મંજુરીઓ મળે જ છે કેવી રીતે? નગરપાલીકાની જ સાંઠગાંઠથી પાણીના જોડાણો આપી દેવામાં આવે છે તે જ રીતે પીજીવસીએલ તંત્રની મીલીભગતથી વીજજોડાણો પણ દઈ દેવાય છે? હકીકતમાં તો જીડીએ, નગરપાલિકા, મામલતદારશ્રી, પીજીવીસીએલ સહીતનાઓના પ્રતિનિધીઓની ટીમનું ગઠન કરી અને આ બાબતે ગાંધીધામ-આદિપુરમાં સર્વે કરવુ જોઈએ અને રહેણાંક વિસ્તારોમાં કોમર્શીયલ બાંધકામોની માન્યતાઓ અને કાયદેસરતા બાબતે ઝુંબેશરૂપ કાર્યવાહી કરવી જોઈએ. એમ થવા પામશે  તો સરકારને તો આર્થિક નુકસાની થતી જ બચશે પરતુ શહેરમાં આડેધડ સર્જાયેલા દબાણોના ઘોડાપુર પણ દુર કરી શકાશે અને વરસાદમાં શહેરને જળબંબાકાર થતા પણ બચાવી શકાશે.

 

Comments

COMMENT / REPLY FROM