K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કાંઠાળ કચ્છ પર વરસી આફત : જનજીવન રફેદફે

29 August




બંગાળની ખાડીમાંથી સર્જાયેલા ડિપ ડિપ્રેશનની અસર તળે સાર્વત્રિક કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ : સવારથી માંડવી - મુંદરામાં વધુ ચારથી પાંચ ઈંચ વરસાદ : અંજારમાં બે, ભુજ, ભચાઉ, અબડાસા અને ગાંધીધામમાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો 


ગઈકાલથી રાત્રી દરમ્યાન અબડાસામાં ૧૧, લખપતમાં ૯, નખત્રાણા- માંડવીમાં ૮, અંજારમાં પાંચ, ભુજ અને ગાંધીધામમાં ૩થી સાડા ૩ ઈંચ થયો હતો વરસાદ 

ભુજ : બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન કચ્છ પર સ્થિર થતાં ગત સાંજથી કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી વધારે વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમ કચછના કાંઠાળ વિસ્તારોમાં અતિભારે વરસાદ થતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. જિલ્લાના અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જતાં લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. જિલ્લાના અનેક વિસ્તારોમાં ગત રાત્રીથી વીજ પુરવઠો ઠપ્પ થયો છે. રાત્રે વરસતા વરસાદ વચ્ચે લોકોને અંધારામાં રાત વિતાવવાની ફરજ પડી હતી. 
ડિપ્રેશન હાલે કચ્છ પર સ્થિર થયું હોઈ આગામી ર૪ કલાક સુધી કચ્છના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામં આવી છે. આઠેક કિલોમીટરની ઝડપે આગળ ધપી રહેલું ડિપ્રેશન આવતીકાલે સવાર સુધી અરબી સમુદ્રમાં ઉતરે તેવો વર્તારો છે. ડિપ્રેશનની અસર તળે કચ્છ - સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થઈ રહ્યો છે. 
ગત સાંજે શરૂ થયેલા વરસાદ આજે સવારે પણ યથાવત રહ્યો છે. આજે સવારે ચાર કલાકના અરસામાં માંડવીમાં પાંચ ઈંચ, મુંદરામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. અંજારમાં બે ઈંચ વરસાદથી શહેર તરબતર થયું હતું. આજે સવાર ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી લખપત, રાપર, નખત્રાણામાં અડધો ઈંચ, ભચાઉ, ભુજ, અબડાસા અને ગાંધીધામમાં એકથી દોઢ ઈંચ વરસાદ થયો હતો.ગત સાંજથી થઈ રહેલા વરસાદના 
કરાઈ રહી છે. ડી વોટર પમ્પની કામગીરીમાં નગરપાલિકા પાણી પુરવઠા શાખાના નવીન જોશી, રાજેશ ગોર, બલરામ વિંઝોડા, વરસાદી કેનાલમાં કચરાના નિકાલ માટે સેનીટેશન વિભાગના મનજી પરમાર, ભરત ડાંગેરા, રસ્તા ઉપર ખાડા પુરવાની કામગીરીમાં નગરપાલિકાના બાંધકામ વિભાગના હરેશ ગઢવી, હિતેશ મુછડીયા, દેવાંગ ગઢવી વગેરે જોડાયા હતા. માંડવી પંથકમાં થઈ રહેલા ભારે પવન સાથેના વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં કમર સુધીના જળભરાવ ઉપરાંત પવનના કારણે અનેક 
લીલાવૃક્ષો ધરાશાયી થયા હતા.  માંડવી શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રીક વરસાદથી વાડી, ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી ઉભાપાકને પણ નુકશાની પહોંચવાની વકી સેવાઈ રહી છે. બાગાયતી પાકોને પણ મોટી જફા પહોંચી છે. તાલુકાના આંતરીક ગ્રામ્ય માર્ગોનું ધોવાણ થતા વાહન વ્યવહાર પ્રભાવીત થયો છે. માંડવીના ગ્રામ્ય વિસ્તારોને જોડતી પાપડીઓ પર પાણી ફરી વળતા એસટી અને ખાનગી મુસાફર વાહનોની સેવા બંધ રહી હતી.




....................


મોરબી-કચ્છ હાઇવે પર પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ ૫ાનશેરિયાની સૂચનાથી યાતાયાત ફરી શરૂ કરાયો



નેશનલ હાઈવેની ચકાસણી કરી ભારે વાહનો સહિત તમામ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો


મોરબી :  મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ 
પાનશેરિયા માળીયાના હરીપર પાસે કે જ્યાં મચ્છુ નદીના 
પાણી ફરી વળતા કચ્છ-મોરબી હાઇવે બંધ કરાયો હતો, ત્યાં 
પહોંચીને મંત્રીશ્રીએ ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી શરૂ કરાવ્યો હતો. 
મચ્છુ નદીમાં આવેલા 
પૂરનું પાણી માળીયા વિસ્તારમાં ફરી વળ્યું હતું ત્યારે માળિયાના હરીપર નજીક મોરબી કચ્છ હાઇવે પર મચ્છુ નદીના પાણી આવી જતા મોરબી કચ્છ નેશનલ હાઇવે બે દિવસથી બંધ કરવામાં આવ્યો હતો. ગઈકાલે મંત્રીશ્રીએ આ સ્થળની મુલાકાત લઇ 
પરિસ્થિતિ સામાન્ય લાગતા નાના વાહનો માટે વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. આજે જ્યારે વરસાદે વિરામ લીધો છે અને મચ્છુ નદીના પાણી ઓસરવા લાગ્યા છે, ત્યારે મંત્રીશ્રીએ ફરી આ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઇ 
પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
ગઈકાલની બેઠકમાં મંત્રીશ્રીએ નેશનલ હાઇવેના અધિકારીઓને સવાર સુધીમાં ભારે વાહનો માટે હાઈવે ચાલુ કરવો શક્ય છે કે કેમ તે બાબતે સવાર સુધીમાં ચકાસણી કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. આજે ભારે વાહનો માટે નેશનલ હાઇવે ચાલુ કરી શકાય તે બાબતે નેશનલ હાઇવે દ્વારા મંત્રીશ્રીને રિપોર્ટ કરતા મંત્રીશ્રીએ નેશનલ હાઈવે તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને હાઇવે પર ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી પૂર્વવત કરવા સૂચના આપી તમામ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.આ વેળાએ મંત્રીશ્રી સાથે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા 
પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા, માળીયા મામલતદારશ્રી કે.વી. સાનિયા સહિત અધિકારીશ્રી સ્થાનિક પદાધિકારીશ્રીઓ 
ઉપસ્થિત રહ્યા હતા.


.....................


પૂર્વ કચ્છ માટે સંજીવનીરૂપ ટપ્પર ડેમના ૭ દરવાજા ખોલાયા



ટપ્પર, ભીમાસર, પશુડા સહિતના અસરગ્રસ્ત ગામના લોકોને ચેતવણીના અપાયા સંદેશ : નદીપટ્ટામાં અવરજવર ન કરવા તંત્રએ આપી સુચના



ગાંધીધામ : કચ્છ પર મેઘરાજાએ સચરાસચ હેલી વરસાવેલી છે અને હાલમાં તો ડીપડીપ્રેશન અહી જ સ્થિર રહેલુ હોવાથી ઠેર ઠેર વરસાદના લીકે જળાશયો છલોછલ લહેરાઈ રહ્યા છે. ત્યારે પૂવ કચ્છ માટે સંજીવનીરૂપ ટપ્પર ડેમમા પણ પાણીની આવક વધતા આજ રોજ સવારે ૧૧ કલાકે તેના સાત જેટલા દરજાવાઓ ખોલવામાં આવ્યા હોવાનુ તંત્ર દ્વારા સત્તાવાર રીતે ઘોષિત કરવામા આવી રહ્યું છે. સિંચાઈ વિભાગના એકઝિ.ઈન્જીનીયરશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર ટપ્પર ડેમ આજ રોજ સવારે ૧૧ કલાકે ૩ મીટરે ૭ જેટલા દરજાવાઓ ખોલવામા આવ્યા છે. આ યોજના પૂર્ણ સપાટીએ ભરાઈ જવા પામતા રૂટ લેવલ જાળવવા માટે તેના ૭ જેટલા દરવાજાઓ ૩ મીટરએ ખોલવામા આવ્યા છે તો નદી પટ્ટમાં અવરજવર ન કરવાની તાકીદ પણ તંત્ર દ્વારા કરવામા આવી છે. અંજાર તાલુકાના ખાસ કરીને ટપ્પર, ભીમાસર, પશુડા, મોટી-નાની ચીરઈ સહિતના અસરગ્રસ્ત ગામોના લોકોએ તકેદારી રાખવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.ડેમની સ્થીતીએ એફઆરએલ૪૦.૮પ મીટર, લેવલ ૩૯.૮ મીટર, કુલ્લ જથ્થો ૩૯.૮ ઘન મીટર, ઈનફલો ૮૪૬૬ કયુસક તથા આઉટ ફલો ર૩૩૦ કયુસેક રહેવા પામ્યું સિંચાઈના ટપ્પર વિભાગના સિફટ ઈન્ચાર્જ તથા અંજાર મામલતદાર શ્રી ખાંભલાની યાદીમાં જણાવાયું છે. 


 

Comments

COMMENT / REPLY FROM