K U T C H U D A Y
Trending News

મુન્દ્રા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે...

Friday, 04 April
સ્થાનિક સમાચાર

બગડાની વાડી વિસ્તારમાં ખેડૂતોના વિરોધથી ગેટકોનું કામકાજ બંધ 

23 June



આધાર પુરવા કે ઓર્ડર સિવાય ગેટકોને કામ કરવા નહીં દઈએ : ખેડૂતો : ખેડૂતે ટાવર પર ચઢીને વિરોધ નોંધાવ્યો 



મુંદરા : તાલુકાના બગડા ગામે ગઈકાલે ગેટકો દ્વારા ખેડૂતોની વાડી વિસ્તારમાંથી આધાર પુરાવા વગર કામ થતું હોવાથી ખેડૂતો ઉગ્ર બની ગયા હતા, જેમાં એક ખેડૂત પર ચઢી આત્મવિલોપન કરવાની ચીમકી આપતા પોલીસ દોડતી થઈ હતી અને ખેડૂતને સમજાવવાની કોશિશ કરી હતી. કોંગ્રેસના અગ્રણીઓ સ્થળ પર જઈ ખેડૂત સાથે થતા અન્યાયનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, મહેનત કરતા ખેડૂતોને હેરાન કરવામાં આવે છે તે ચલાવી લેવામાં નહીં આવે. પોલીસને સાથે રાખી ખેડૂતોને દબાવવામાં આવે છે. તે યોગ્ય નથી. જમીન સંપાદનના ઓર્ડર સિવાય ગેટકો કામ કરી રહી છે. ર૦૦૩-૪માં આ લાઈન નિકળી હતી પણ કદી મેન્ટન્સ થયું નથી અને ખેડૂતોને યોગ્ય વળતર પણ મળ્યું નથી. ત્યારે હવે ગેટકો પોલીસ રક્ષણ લઈ બેધડક વાડી વિસ્તારમાં મનફાવે તે રીતે લાઈનોનું કામ કરવામાં આવી રહ્યું છે. તેનો વિરોધ થતાં ગેટકોને કામ બંધ કરવાની ફરજ પડી હતી. 

Comments

COMMENT / REPLY FROM