K U T C H U D A Y
Trending News

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસા...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કચ્છની ૮ ન.પા.નો વિકાસ બનશે વેગવંતો : રાજય સરકારે સર્વાંગી વિકાસના પ્રથમ હપ્તા પેટે રર.ર કરોડની ગ્રાન્ટ ફાળવી

13 June




રાજ્યની ૮ મહાનગરપાલિકાઓને રૂ ૧૭૨૯ કરોડની અને રાજ્યની  ૧૫૭ નગરપાલિકાઓને રૂ ૩૮૨ કરોડની ગ્રાન્ટ ફળવાઈ


ગાંધીનગરઃ કચ્છ જિલ્લાની તમામ નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે આજે રાજ્યના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લાની આઠ નગરપાલિકાઓને રૂ  ૨૨.૨૫  કરોડની રકમના ચેક 
નગરપાલિકાઓને અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લાની આઠ નગરપાલિકાઓ માટે વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ ૪૪.૫૦ કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી તે પૈકી પ્રથમ હપ્તા પેટે કચ્છ જિલ્લાની ૮ નગરપાલિકાઓને કુલ રૂ ૨૨.૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કચ્છ જિલ્લાની  નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે આજે  કચ્છ જિલ્લાની  ગાંધીધામ અને ભુજ નગરપાલિકાને પ્રથમ હપ્તા પેટે રૂ ૪-૪ કરોડ, અંજાર અને  માંડવી  નગરપાલિકાને રૂ ૩-૩ કરોડ ભચાઉ, રાપર અને મુન્દ્રા-બોરાઈ નગરપાલિકાને ૨.૨૫ કરોડ અને નખત્રાણા નગરપાલિકાને રૂ ૧.૫૦ કરોડ ની ગ્રાન્ટ પ્રથમ હપ્તા પેટે ચૂકવવામાં આવી છે.  માંડવી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને વિકાસ કામો માટે રૂ ૩ કરોડની  રકમનો ચેક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસતે અર્પણ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્યના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂ ૨૧૧૧ કરોડની રકમના ચેકોના વિતરણ માટે આજે ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં રાજ્યના  કચ્છ જિલ્લાની ૮ નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.


.......


મુખ્યમંત્રીના હસ્તે માંડવી નગરપાલિકાને રૂા. ૩ કરોડની રકમનો ચેક અર્પણ કરાયો


રાજકોટકાંડ બાદ સીએમની મનપાને સુચક ટકોર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દૂરંદેશી નો લાભ લઈને શહેરી સુખાકારી વધારે આપવા માટેના પ્રયાસ કરીને હરિયાળું ગુજરાત પ્રદૂષણ મુક્ત ગુજરાત અને વિકાસશીલ ગુજરાત બનાવવા આપણે આગળ વધીએ.   મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી  વિકાસ માટે મહાપાલિકા અને નગરપાલિકાઓને ગ્રાન્ટના ચેકો ના અર્પણ માટે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં ગુણવત્તાવાળા કામો હાથ ધરીને શહેરોનો સર્વાંગી વિકાસ કરવા માટે મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને અનુરોધ કર્યો હતો.
  રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના માળખાકીય વિકાસ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂ ૨૧૧૧ કરોડ ની ગ્રાન્ટ ના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.   રાજ્યમાં આવેલી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય અને શહેરી વિસ્તારોનો સર્વાંગી વિકાસ સાધી શકાય તે માટે રાજ્યના ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટે દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ વર્ષ માટે પણ આજે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ ના વિકાસ માટે રૂ ૨૧૧૧ કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.



.......


કઈ સુધરાઈને કેટલાની ફાળવાઈ ગ્રાન્ટ?

ગાંધીનગર :  રાજ્યની આઠ નગરપાલિકાઓને વર્ષ ૨૦૨૪-૨૫ માટે કુલ રૂપિયા ૧૭૨૯ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે પૈકી અમદાવાદ મહાનગરપાલિકાને રૂ ૬૭૨.૯૭ કરોડ સુરત મહાનગરપાલિકાને રૂ ૫૧૫.૩૪ કરોડ વડોદરા મહાનગરપાલિકાને રૂ ૧૮૭.૫૬ કરોડ રાજકોટ મહાનગરપાલિકાને રૂ ૧૪૮.૩૬ કરોડ ભાવનગર મહાનગરપાલિકાને રૂ ૬૯.૩૦ કરોડ જામનગર મહાનગરપાલિકાને રૂ ૩૪.૪૦ કરોડ ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ ૩૫.૪૦ કરોડ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.   જ્યારે રાજ્યની ‘અ’ વર્ગની ૨૨ નગરપાલિકાઓને પ્રથમ હપ્તા તરીકે રૂ ૮૮ કરોડ ‘બ’ વર્ગ ની ૩૦ નગરપાલિકાઓને રૂ ૯૦ કરોડ ‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને રૂ ૧૩૫ કરોડ અને ‘ડ’ વર્ગની ૪૫ નગરપાલિકાઓને રૂ ૬૯ કરોડ એમ રાજ્યની કુલ ૧૫૭ નગરપાલિકાને વિકાસ કામો માટે પ્રથમ હપ્તા તરીકે ૩૮૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફળવવામાં આવી હતી.


 

Comments

COMMENT / REPLY FROM