વિષમ આબોહવાનો કેવી રીતે સમુદાય આધારિત પ્રયાસો દ્વારા સામનો કરવો તેની રાહ ચીંધે છે ભાડા ગામ
આજે ફોડર બેંક બનીને ૫૦૦ પશુઓને આધાર પૂરો પાડે છે : રિલાયન્સ ફાઉન્ડેશનની આ પહેલ દુષ્કાળ અને ખોરાકની અછતના સમયમાં સંસાધનના નિર્માણ ઉપર કેન્દ્રિત છે
ભુજ - કચ્છઉદય : કચ્છની ભૌગોલિકતા ગંભીર દુષ્કાળની સંભાવના ધરાવે છે, પરંતુ અહીંના સમુદાયોએ પોતાના પશુધનને ટકાવી રાખીને પોતાની આજીવિકાને સુરક્ષિત કરવા માટેનો ઉકેલ શોધી કાઢ્યો છે.
આ વિષમ આબોહવામાં સતત થતા ફેરફારો, વરસાદની અનિયમિતતા, લાંબા સમય સુધી સૂકારો રહેવાની સાથે હવામાનની અનિશ્ચિતતાઓને લીધે ગોચર અને પાકના અવશેષો ગંભીરપણે અસર પામી રહ્યા છે અને તેના કારણે પશુધનના ઘાસચારાની ઉપલબ્ધતા અને પોષણક્ષમતા પ્રભાવિત થઇ રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશને ઓક્ટોબર ૨૦૨૪માં કચ્છ જિલ્લાના ભાડા ગામમાં ઘાસચારાના વાવેતરના અભિગમ સાથે ગ્રામીણ સમુદાયો સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. વરસાદના અભાવના સમયગાળામાં ચારાની અછતને કારણે પશુધન ધરાવતા પરિવારોને ગામની બહારથી ઘાસચારો ખરીદવાની ફરજ પડી શકે છે, જેનાથી ઘર ચલાવવાના ખર્ચમાં વધારો થાય છે અને ગ્રામીણ આજીવિકા પર વધારાનું દબાણ આવે છે. ખાસકરીને, વરસાદની ભારે અછત અને ૨૦૨૬ના અલ નીનો જેવી આબોહવાની વિષમતાઓએ ગંભીર ૫ડકારો ઊભા કર્યા છે. આનાથી વરસાદની પેટર્ન પ્રભાવિત થઈ શકે છે અને સંવેદનશીલ પ્રદેશોમાં શુષ્ક પરિસ્થિતિઓ આકરી બની શકે છે.
ઘાસચારાની ઉપલબ્ધતામાં ઘટાડાના લીઘે પશુપાલકોને તેમના માલ-ઢોરને અપાતા ખોરાકની માત્રા ઘટાડવાની ફરજ પડે છે, જેનાથી પશુધનની જીવનશૈલીને પણ અસર થાય છે. આવી ઉભી થતી નબળી સ્થિતિને ઓળખીને, રિલાયન્સ ફાઉન્ડેશને ‘કચ્છ ફોડર ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલ૫મેન્ટ ટ્રસ્ટ’ સાથે જોડાઇને કચ્છના ભાડા ગામને સામુદાયિક વ્યવસ્થાના ઘોરણે ઘાસચારો ઉગાડીને તેનું સંસાધન સ્થાપિત કરવામાં મદદ કરી હતી.
આ પહેલ એક હેક્ટરના સામુદાયિક ઘાસચારા પ્લોટના વિકાસથી શરૂ થઈ હતી, જે પછીથી સામુદાયિક યોગદાન અને સંસ્થાકીય સહાયતા દ્વારા આગળ વઘી અને તેના પગલે બે હેક્ટરનો સમુદાયિક ચારા પ્લોટ બનાવવામાં આવ્યો હતો. ઘાસચારાની ઉપલબ્ધતાને જે-તે ઋતુ આઘારિત રાહત જરૂરિયાત ગણવાને બદલે, આ પહેલ થકી સ્થાનિક રીતે સંચાલન થઈ શકે તેવા સંસાધન ઊભા કર્યા જે દુષ્કાળ અને ઘાસચારાની અછતના સમયમાં એક મેકેનિઝમ તરીકે સેવા આપી શકે.
પહેલી લણણી બાદ આશરે ૧૦,૦૦૦ કિલો લીલો ચારાનો ફાલ આવ્યો, ત્યારબાદ છ વધારાના પાક થયા. અહીં પૂરી પડાયેલી સહાયની મહત્ત્વતા એ કાંઈ એકાદ ઋતુ પૂરતી મર્યાદિત નથી તે બાબતને સ્વીકારતા, અહીંના સમુદાયે શાફ કટરની મદદથી વધારાના લીલા ચારાને પ્રોસેસ કરીને તાજા ચારાની અછત સર્જાય ત્યારે ઉપયોગ કરી શકાય તેવા ઉદ્દેશ સાથે તેને સંગ્રહિત કર્યો હતો. આના કારણે ઘાસચારાના પ્લોટને સામુદાયિક ચારા બેંકમાં રૂપાંતરિત કરાયો જેના ૫રિણામ સ્વરૂપે, અછતના સમયગાળામાં સ્થાનિક અનામત જથ્થાનો ઉપયોગ કરી શકાય. આ પહેલ થકી હાલ આશરે ૫૦૦ પશુધન નિભાવવામાં આવે છે, જે પશુપાલકોના પરિવારોની મુશ્કેલીભરી આબોહવાની સ્થિતિમાં તેમના પ્રાણીઓને સાચવવાની ક્ષમતાને મજબૂત બનાવે છે.
ભાડા ગામના સમુદાયના નેતા શામળાભાઈ ગઢવીના કહેવા મુજબ, આજે કચ્છમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે પણ અમારું ગામ ઘાસચારાની બાબતમાં આત્મનિર્ભર બન્યું છે. કચ્છમાં અપૂરતા વરસાદને કારણે ભારે અછતના વર્તમાન સમયગાળામાં, ઘાસચારાની ઉપલબ્ધતામાં ઘટી અને ઘણા ગામોમાં તેની તીવ્ર અછતનો પણ અનુભવ થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોના પશુપાલકોને બહારથી ઘણીવાર મોંઘા ભાવે ઘાસચારો ખરીદવાની ફરજ પડી હતી. જો કે, ભાડા ગામ સ્થાનિક સ્તરે પકવાયેલા ઘાસચારાના સંસાધનોનો ઉપયોગ કરવા સક્ષમ હતું અને બાહ્ય ઘાસચારાની ખરીદી પર આધાર રાખ્યા વિના જ તે મોટાભાગે આત્મનિર્ભર રહ્યું. તેનાથી, સામાન્ય સમયગાળા દરમિયાન કરાયેલું રોકાણ ચિંતાજનક આબોહવાની સ્થિતિ વચ્ચેના ૫ડકારમાં તાકીદની આજીવિકા માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા અનિમેશ પ્રકાશ જણાવે છે કે, આ અનુભવે સહુને દેખાડી દીધું કે કેવી રીતે પ્રમાણમાં સરળ, સામુદાયિક-માલિકીનું સંકલન આબોહવાની વિષમ અસરોને ખાળી શકે છે. વરસાદની અછત ઘાસચારાની ઉપલબ્ધતા ઘટાડે છે; ઘાસચારાની અછત પશુધનના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે અને ઘરખર્ચમાં વધારો કરે છે. પશુધનનો તણાવ ગ્રામીણ આજીવિકાને અસર કરે છે; અને સ્થાનિક રીતે સંચાલિત ઘાસચારો અનામત આ ચેનને મોટા આજીવિકા સંકટમાં ફેરવાય તે પહેલાં તેને અટકાવી શકે છે.
ભાડા ગામની ૫હેલ ઘાસચારાના ઉત્પાદનની પ્રવૃત્તિ કરતાં પણ વિશેષ એક દૃષ્ટાંત સમાન છે. તે સામુદાયિક આગેવાની હેઠળ આપત્તિ સામેની તૈયારી અને આબોહવા-સ્થિતિસ્થાપકનું મેકેનિઝમ છે. જેમાં સ્થાનિક સંસાધનો, સામૂહિક કામગીરી અને સંસ્થાકીય સહાયતા દ્વારા કચ્છમાં ગ્રામીણ આજીવિકાના પાયા સમાન પશુધનને સુરક્ષિત રાખવા માટે જોડાયા છે. ઘાસચારાની અછત ઊભી થયા પછી જ તેની આપૂર્તિ કરવી એવી જવાબી કાર્યવાહી કરવાને બદલે વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તે પહેલાં જ તેના માટેની સુસજ્જતા કેળવવાના અભિગમની અગત્યતા પર આ પહેલથી ભાર મૂકાયો છે. આનાથી સ્થાનિક સમુદાયોને આબોહવાની વિષમ અસરો સામે ટકી રહેવા અને સૂકારાથી પોતાના માલઢોરને બચાવવા માટે સક્ષમ બનાવે છે. સ્વાવલંબી અને વિષમતા સામે ટકી રહેનારા ગામડાં જ આપણા દેશના મજબૂત પાયા છે. આવી પહેલો જ કચ્છમાં આત્મનિર્ભર અને સુરક્ષિત ગામડાંના નિર્માણ કરવાના રિલાયન્સ ફાઉન્ડેશનના વ્યાપક વિઝનમાં યોગદાન આપે છે.
----------

Comments