Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં યુવા તપસ્વી રત્નોને પારણા કરાવાયા

16 September



ભુજ - કચ્છઉદય : છેલ્લા ૧૬ વર્ષથી સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર - ભુજ પરિવારના યુવા તપસ્વી રત્નોએ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દરમ્યાન શરૂ કરેલ અઠ્ઠાઈ તપની આરાધના સંપન્ન થતાં તેમને પારણા કરાવાયા હતા.
ઉષ્માબેન નિપુલ મહેતાના બન્ને યુવા પત્રો ચિરંજીવી નીર અને કવ્યની અઠ્ઠાઈ તપની આરાના સંપન્ન થતાં સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, દાદા દિનેશભાઈ મહેતા, દાદી નીલાવંતીબેન મહેતા તથા સંસ્થાના યુવા કાર્યકર વિજય મહેતા અને પ્રગતિ મહેતા વગેરેના હસ્તે તેમને પારણા કરાવાયા હતા. પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદિપભાઈ દોશી, ડૉ. રૂપાલીબેન મોરબિયા, શાંતિલાલ મોતા, કે.બી. પરમાર, ઓજસ શેઠ વગેરે કાર્યકરોએ તપસ્વી રત્નોની અનુમોદના કરી હતી તેવું ચિંતન મહેતાએ જણાવ્યું હતું.
-----------

Comments

COMMENT / REPLY FROM