K U T C H U D A Y
Trending News

વાગડ સૌથી આગળ : કરોડોના રવિ પાકનું ઉત્પાદન કરી ખેડ...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ભુજના કુખ્યાત ચીટર સિકંદર સોઢાની મિલ્કત સામે કસાયો ગાળિયો

21 March

અસામાજીક તત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે 






કુખ્યાત ચિટરે સસ્તા સોનાના નામે ૧૦ ગુનામાં ૧.૭ કરોડની છેતરપીંડી કરી મળેલા નાણાકીય લાભથી પોતાના સગાભાઈના નામે પાંચ વાહનો વસાવ્યા : ભાઈની માસિક આવક ૧૦ હજાર અને પાંચ - પાંચ ગાડીઓ મળી આવતા એલસીબીએ બેનામી મિલ્કત અંગે નોંધાવી ફરિયાદ



ભુજ : સસ્તા સોનાના નામે ઠગાઈ કરવામાં દેશભરમાં જયાં જયાં ગુનો દાખલ થાય ત્યાં ભુજનું કનેકશન સામે આવે છે. કારણ કે ચોક્કસ વિસ્તારમાં રહેતા ઈસમો દ્વારા નામ બદલાવી સોશિયલ મીડિયામાં અલગ અલગ રાજયના લોકોને સસ્તામાં સોનુ આપવાનું કહી પૈસા પડાવી લેવામાં આવે છે, ત્યારે ચિટર સામે ગાળીયો કસાયો છે. આ બાબતે મળતી વિગતો મુજબ કુખ્યાત ચિટર સિકંદર ઉર્ફે સિકલો ઉર્ફે મૌલાના જુસબ ઈસ્માઈલ સોઢાએ પોતાના સાગરીતો સાથે મળી સતત ગેરકાયદે પ્રવૃતિ કરતી ટોળકી બનાવી ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાના સાધનો વડે વેપારીઓને વિશ્વાસમાં લઈ સસ્તા સોનાના નામે ઠગાઈ કરી અલગ અલગ ૧૦ ગુનામાં ૧,૦૭,૦૮,પ૦૦ ની છેતરપીંડી કરી હતી. સંગઠીત ગુના કરી મેળવેલા લાભમાંથી પોતાના સગા ભાઈ રહીમનગરમાં રહેતા રફીક જુસબ સોઢાના નામે કુલ્લ પાંચ વાહનો વસાવ્યા હતા. રફીકની માસિક આવક ૧૦ હજાર છે તો પાંચ ગાડીઓ આવી કયાંથી આ બાબતે રફીકની પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકયો ન હતો. જેથી બેનામી મિલ્કત સંદર્ભે સિકંદર અને રફીક સામે ભુજ એ ડિવિઝન પોલીસમાં એલસીબી પીએસઆઈ હિતેશકુમાર જેઠીએ ફરિયાદ નોંધાવી છે. જેની આગળની તપાસ એલસીબીના પીએસઆઈ વાય. કે. પરમાર ચલાવી રહ્યા છે. 


...................

એ ડિવિઝન વિસ્તારમાં ચિટરો સામે ધોકો પછાડાયો, બી ડિવિઝનમાં છૂટ?

ભુજ એ ડિવિઝન પોલીસમાં ચિટર સામે બેનામી મિલ્કતની ફરિયાદ થઈ તો તાજેતરમાં કોમ્બીંગ દરમ્યાન સસ્તા સોનાના નકલી બિસ્કીટ અને સાચા દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એ ડિવિઝન વિસ્તારમાં કાયદાનો ધોકો પછડાયો છે. પરંતુ બી ડિવિઝનમાં જાણે છુટ હોય તેમ બે દિવસ પહેલા સસ્તા સોનાના નામે દાખલ થયેલી ફરિયાદમાં પોલીસને આરોપી પણ મળ્યા નથી. કર્ણાટકના યુવાનને ભુજ બોલાવી ર૬ લાખ પડાવી લેવાયા હતા. ફરિયાદ થયા બાદ પણ આરોપીઓ પકડાયા નથી. જેને લઈને ચિટરોમાં વ્હાલા દવલાની નીતિ અપનાવાતી હોવાનો ગણગણાટ લોકોમાં સંભળાઈ રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM