ફુલાય અને નાગોર રોડ પરથી ગેરકાયદેસર દેશી બંદુક સાથે બે પકડાયા

0
45

ભુજ : આગામી વિધાનસભાની ચુંટણીનું ૧લી તારીખે મતદાન છે ત્યારે ચુંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરવાના વગર ગેરકાયદેસર હથીયાર રાખતા ઈસમો પર કાર્યવાહી કરવાની સૂચનાને અનુલક્ષીને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે એક જ દિવસમાં બે જગ્યાએથી ગેરકાયદેસર હથીયાર સાથે બેની ધરપકડ કરી હતી. એલસીબીએ નાગોર રોડ પર પાંજરાપોળની સામેથી ર૯ વર્ષીય યુવક આરીફ ઈબ્રાહીમ ઘાંચીને જયારે ફુલાઈ ગામના બસ સ્ટેશન પાસે ૬૦ વર્ષીય જખરા ઉમર લાડક (મુસ્લિમ) પાસેથી હાથ બનાવટની દેશી બંદુક કબજે કરી હતી. બંને પાસેથી એક એક હજારની કિંમતની બંદુક કબજે કરી સ્થાનિક પોલીસ મથકે આમ્સ એકટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.