મહારાષ્ટ્રથી ભુજ આવતો ૩૨.૦૫ લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે બે ઝડપાયા

0
79

વેસ્ટેજ સીમેન્ટના બ્લોકની આડમાં છુપાવીને લવાતો હતો શરાબ :મહારાષ્ટ્રના અબ્દુલ નામના શખ્સે કુલ ૧૫૨૨૮ બોટલો ભરાવી આપીને ભુજ ડીલીવરી આપવા મોકલ્યા હતા

ભુજ : આણંદ જિલ્લાની વાસદ પોલીસે ટોલનાકા ખાતે વોચ ગોઠવીને અશોક લેલન ટ્રકમાં વેસ્ટેજ સીમેન્ટના બ્લોકની આડમાં છુપાવીને મહારાષ્ટ્રથી કચ્છમાં લઈ અવાતા ૩૨.૦૫ લાખની કિંમતના દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
વાસદ પોલીસે મળેલી માહિતીના આધારે ટોલનાકાએ વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એક અશોક લેલન ટ્રક નંબર એમએચ-૧૧ ડીડી-૬૯૫૫ની આવી પહોંચતા પોલીસે તેને રોકીને તપાસ કરતા પાછળના ભાગે વેસ્ટેજ સીમેન્ટના બ્લોક ભર્યા હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું હતુ. જાે કે પોલીસે બ્લોકને હટાવીને જાેતા વિદેશી દારૂ તેમજ બીયરની પેટીઓ ભરેલી મળી આવી હતી. હેરાફેરી કરવા માટે અંગે ટ્રકમાં સવાર ડ્રાયવર અને ક્લીનરની પાસે લાયસન્સની માંગણી કરતા તેમની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ. જેથી ટ્રકને વાસદ પોલીસ મથકે લાવીને ખાલી કરીને તપાસ કરતા વિદેશી દારૂની ૭૫૦ એમએલની ૭૬૯૨ બોટલ, ૪૪૧૬ ક્વાર્ટરીયા તેમજ બીયરના ૩૧૨૦ ટીન મળીને કુલ ૧૫૨૨૮ બોટલો મળી આવી હતી. જેની કિંમત ૩૨,૦૫,૨૦૦ રૂપિયા જેટલી થવા જાય છે.પોલીસે પકડાયેલા બન્ને શખ્સોના નામઠામ પુછતાં તેઓ મહારાષ્ટ્રના અજય શંકર રામચન્દ્ર સણસ અને કૃષ્ણદેવ નારાયણલ-મણ મહાંગોડ હોવાનું જણાવ્યું હતુ. તેમની અંગજડતી કરતા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે સાથે કુલ ૬૭,૧૫,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને બન્નેની પુછપરછ કરતા ઉક્ત વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રના તલોજા ખાતેથી અબ્દુલ નામના શખ્સે ભરાવી આપ્યો હતો અને કચ્છ-ભુજ લઈ જવાનો હોવાની કબુલાત આપી હતી.