SRC ને વિસર્જીત કરે જ છુટકો : કંડલા કોમ્પલેક્ષની બુલંદ માંગ

આઝાદી બાદ સિંઘથી આવેલા લોકોના પુનઃ વસન માટે અસ્તિત્વમાં આવેલી સંસ્થા હવે બની રહી છે શોભાના ગાંઠીયા સમાન : અડધા દાયકાથી વધુ સમય થયો, વિસ્થાપિતોનુ તો પુનઃ વસન થઈ જ ગયુ, તેમની ત્રીજી-ચોથી પેઢી પણ હવે આ સંકુલમાં ખુદની જમીનો-પ્લોટો ખરીદીને બે પાંદડે થઈ ગયા, નોન પ્રોફીટેબલ આર્ગેનાઈઝેશન એવી એસઆરસીને હવે વિખેરવી જ ઘટે

એસઆરસીને વિસર્જીત કરી અને તેના ભવનમાં સરકારી કચેરીનું કરવુ જાેઈએ નિર્માણ :  ગાંધીધામ સંકુલમાં અનેક કેન્દ્ર-રાજય સરકારની કચેરીઓ ચાલી રહી છે ભાડાના મકાનમાં

એસઆરસી પાસે હવે પ્લોટ પણ ખુબજ મર્યાદીત અને ગણ્યાગાઠયા વધ્યા છે, આ પ્લોટ શેરહોલ્ડરને સામેથી બોલાવીને આપી દેવા જાેઈએ, પછી પણ વધી પડે, તે પ્લોટસ ડીપીટીને કરવા જાેઈએ સરેન્ડર : ડીપીટી-કંડલા, એસઆરસી, નગરપાલિકા, રાજય સરકાર, જીડીએ સહિતની એજન્સીઓના ગુંચવણામાંથી એસઆરસીને વિખેરાય તો સંકુલની જમીન સલગ્ન પ્રજાને કઈક અંશે રાહત થાય

ગાંધીધામ : ગાંધીધામ-કંડલા સંકુલના પ્રબુદ્ધવર્ગમાથી બહાર આવતી અભ્યાસુ અને અનુસરવા લાયક બાબતની વાત કરીએ તો એસઆરસી હકીકતમાં અહી આવેલા લોકોના પુનઃવસન માટેની અમલમાં આવેલી એનજીઓ હતી. હવે લોકોના પુનઃવસન તો થઈ ગયા પણ તેમની ત્રીજી-ચોથી પેઢી પણ બે પાંદેડે થઈ જવા પામી ગઈ છે. એટલે એસઆરસીના અસ્તિત્વનો હવે કોઈ વિશેષ અર્થ રહેતો નથી. અબલત્ત આ સંસ્થાઓ થકી જમીન માર્કેટને લઈને પણ અનેકવિધ ગુંચવણાઓ પણ ઉભા થવા પામી રહ્યા હોવાનો સિનારીયો ઉભો થવા પામી ગયો છે. વધુમાં આ સંસ્થા નોન પ્રોફીટ ઓર્ગેનાઈજેશન છે પરંતુ હાલમાં તેઓ પાસે બચેલા ગણ્યાગાણ્યા પ્લોટસને લઈને અમુક છાપેલા કાંટલા જેવા સંસ્થાના બે-ચાર ડાયરેકટર્સ જ રમતો રમી રહ્યા હોય અને ખુદ તગડા અને મજબુત બની રહ્યા હોવાનો પણ વર્તારો તથા બૂમરાડ સમયાંતરે બહાર આવતી જ રહેતી હોય છે. આવા સમયે હવે હકીકતમાં એસઆરસીને વિસર્જીત કરી નાખવાનો સમય આવી ગયો છે.

જાણકારો દ્વારા કહેવાય છે કે, એસઆરસી પાસે હવે ગણતરીના પ્લોટસ જ રહ્યા છે. મોટા ભાગના પ્લોટ અપાઈ ગયા છે. આવામાં જે બાકી રહ્યા છે તે પ્લોટસ શેરહોલ્ડરને ઈસ્યુ કરી દેવા જાેઈએ. શેરહોલ્ડરને સામેથી બોલાવી બોલાવીને પ્લોટ આપવા જાેઈએ. પછી પણ કદાચ પ્લોટ બચી જાય તો તે કેપીટીને સંચાલન માટે આપી દેવા ઘટે. એક જ કેન્દ્રિત શાસન થાય તો લોકોને પણ પ્લોટસ બાબતે ઘણી બધી રાહત થવા પામી શકે તેમ છે. હાલમાં ડીપીટી-કંડલા, એસઆરસી સહિતના અલગ અલગ જમીનોના મેનેજર માત્ર હોવા છતા માલીક થઈને વર્તી રહ્યા હોવાથી નિદોર્ષ જમીન માલિકને અલગ અલગ જગ્યાએ પીસાવવાનો વારો આવી રહ્યો છે. ડીપીટી-કંડલા હસ્તક જ જાે વહીવટી આવી જાય તો આવા વર્ગને પણ મોટી રાહત થવા પામી શકે તેમ છે. હાલમાં પણ મહામારીના કટોકટી ભર્યા સમયમાં પણ એસઆરસીના પ્લોટસને ટ્રાન્સફર કરીને લોકોને ધંધા-વેપારમાં જમીન ક્ષેત્રમાં તેજીથી મદદ મળી શકે તેમ હોવાથી આગળ આવવાની રજુઆતો થઈ રહી છે પણ હકીકતમાં આ ટ્રાન્સફર થઈ શકે કેવી રીતે જયા સુધી જીડીએ કમ્પલીશન સર્ટીફીકેટ જ ન આપે.? જમીનને લઈને ગાંધીધામમાં અનેકવીધ ધણી હોય તેવી અવસ્થા છે. નગરપાલિકા, જીડીએ, ડીપીટી-એસઆરસી, રાજય સરકાર આવામાં જમીન માલીક કેટકેટલી જગ્યાએ પીસાય? નગરપાલીકા-રાજય સરકારની જમીનનો કાયદો અલગ, એસઆરસી મનસ્વી રીતે નિયમો ઘડીને ચાલે, ડીપીટી બ્રિટીશ રાજની જેમ કાયદાઓ અમલી બનાવે, આવામાં જમીન નીતી કેવી રીતે એક થઈને અમલી બને? હવે આ બધામાથી એસઆરસી તો સંકુલમાં બિનજરૂરી જ અસ્તિત્વ ધરાવતી હોય તેમ દેખાય છે એટલે જયા સુધી એસઆરસીને વિસર્જીત નહી કરવામાં આવે તે સિવાય હવે છુટકો જ નથી.

જાણકારો કહે છે કે, એસઆરસીને વિખેરવામાં આવશે તો જ સંકુલનો સાચો વિકાસ થાય તેમ છે. કારણ કે, વર્તમાન સમયે તો મેનેજરશ્રી માલીક બની ગયા હોય તેવી રીતે વર્તતા હોવાની પણ રાવ સંકુલમાં વધી રહી છે. આ બાબતે એસઆરસીના મેનેજર શ્રી સાજનાનીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અમે તો સંકુલની અને પ્રજાજનોની સાથે જ છીએ. એસઆરસી હમેશા સંકુલ અને પ્રજાના હિતો માટે સદાય સકારાત્મકતા સાથે જ સક્રીય છે. તેઓએ કહ્યુ હતુ કે, બાકીની વાતો પાયાવીહોણી છે. આ સમગ્ર બાબતે એસઆરસીના ચેરપર્સન અરૂણાબેન જગતાણીનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ તેઓ વિદેશ પ્રવાસે હોવાથી સતત વિફળ જ નીવડયો હતો.

તો એવા સભ્યનું તો ડાયરેકટર પદ જ કરો રદ્દ

ગાંધીધામ : એસઆરસી નોન પ્રોફીટેબલ સંસ્થા હોવાનુ ખુદ કહે છે. માટે આ સંસ્થામાં જેઓ સભ્ય પદે હોય તેઓ તો અહી સેવા કરવાના હેતુથી અને જરૂર પડે તો ખુદના ઘરના બે-પાંચ પૈસા નાખીને જરૂરીયાતમંદને મદદ કરી શકે તેવાને ડાયરેકટર પદે જ નિયુકિત કરવા જાેઈએ. જેના બદલે શેરહોલ્ડર્સને ન આપી અને ડાયરેકટરો અહી પ્લોટના માલીક બનીને બેઠા છે. તેમાં પણ કોઈ ગરીબ અને જરૂરીયાતમંદ ડાયરેકટર હોય તો ઠીક છે, એવા તો કોઈ ડાયરેકટર છે જ નહી. તો પછી તેઓને પ્લોટ ફાળવવાનો શુ અર્થ છે? ડાયરેકટર તો રીતસરના કમાણીના હેતુથી જ પ્લોટ ખરીદે છે તેવુ ફલિત થાય જ છે? જાે હકીકતમાં આ રીતે પ્લોટ લઈને ખરીદ-વેંચાણ ડાયરેકટર્સ પણ કરતા હોય તો એવા સભ્યનુ તો ડાયરેકટર પદ જ રદ કરી દેવુ જાેઈએ.

ડાયરેકટરશ્રીઓને પોતાના પિતાનો માલ હોય તેમ પ્લોટની ફાળવણી કરાયાની ચકચાર..!

ગાંધીધામ : એસઆરસી ગાંધીધામ સંકુલમાં જે ઉદેશ્ય સાથે અસ્તિત્વમાં આવી હતી તે તો આજે પૂર્ણ થવા પામી ગયુ છે. આ સંસ્થા ખુદ પ્રોફીટેબલ સંસ્થાન ન હોવાનુ અનેકવખત કહી ચુકી છે, તો હવે ગણ્યાગાણ્યા પ્લોટસ હોવા છતા પણ આ સંસ્થાને કેમ વિખેરવામાં નથી આવતી ? તેવા સવાલોની સાથે જ જાણકારો દ્વારા એવી પણ ચર્ચા થાય છે કે, અહી અમુક બની બેઠેલા ડાયરેકટશ્રીને તો જાણે કે પોતાના પિતાનો જ માલ હોય તેમ આડેધડ ગોઠવણીઓ સાથે પ્લોટની ફાળવણીઓ કરવામાં આવી અને ડાયરેકટર બનીને માત્ર અને માત્ર વીઆઈપી ટ્રીટમેન્ટ મળે તે પુરતુ જ માળખુ દેખાય છે. નથી કોઈ એવી મીટીગો મળતી કે નથી કોઈ પ્રજાલક્ષી કામો થયાની સાર્વજનિક વિગતો બહાર જાહેર કરવામાં આવતી, એટલે અહી મીટીગ નથી થતી તેની સાથે પ્રજાના કામો પણ થતા હોય તેવુ દર્શાતુ ન હોવાનુ જાણકારો માની રહ્યા છે. ડાયરેકટરના જ ખર્ચા મોટાબીલો બને છે. આ બધુ શું હવે જરૂરી છે ખરૂ ?

એસઆરસીની જ ખેવના છે, કે પ્રજાને લગતી સેવાઓ બંંધ થાય..!

ગાંધીધામ : એસઆરસી સંસ્થાનુ અસ્તિત્વમાં શા માટે આવી તે તો સૌ કેાઈ જાણીએ છીએ, શરૂઆતમા એસઆરસીએ સંકુલને માટે ઘણી રાહતરૂંપ સેવાઓ શરૂ પણ કરી હતી. પરંતેુ તબક્કાવાર એસઆરસીએ તેમની પ્રજાને સવલત -સુખાકારી વધારતી સેવાઓ બંધ જ કરી દીધી છે જેમ કે એસઆરીના પાવરહાઉસ હતા તે બંધ થયા, પછી લાલબસ જે અહીના લોકોને માટે રાહતરૂપ હતી તેને બંધ કરી દીધી, હવે પ્લોટસ પણ મર્યાદિત હોવાનુ કહીને શેરહોલ્ડર્સને અપાતા નથી, તો પછી આ સંસ્થા પણ હવે કેમ વિસર્જીત ન થાય? બંધ ન કરાય? પ્રજાને લગતી સેવાઓ તો ખુદ એસઆરસી તબક્કાવાર બંધ જ કરતું ગયુ છે.