ભુજમાં બોગસ વીમા પોલીસી કાંડના ખુલાસા વખતે લાલબત્તી : કચ્છવાસીઓ, લેભાગુ વીમાપોલીસીનો વેપલો કરનારથી ચેતજાે

0
48

જાે જાે તમારી વીમા પોલિસી પણ ડમી નથી બનીને ? : ભુજમાં યુવાને કારની પોલિસી મેળવી અને વીમો પાસ કરાવવા જતા બોગસ પોલિસી બની હોવાનો તાજેતરમાં જ થઈ ચૂકયો છે ખુલાસો : છેલ્લા કેટલાક સમયથી વધેલા ચલણ વચ્ચે મકાન, આરોગ્ય સહિતની વીમા પોલિસીની બે વખત ફેરચકાસણીઓ કરી લેવી જરૂરી : હાલ અનેક પોલીસી કાઢવામાં આવે છે પરંતુ તે સાચી કે ખોટી..? તેની કોઈ સ્પષ્ટતા ખબર પડતી નથી


વીમા પોલીસીની જરૂર કયારે પડે? અકસ્માતો કે ગંભીર ઘટનાઓ વખતે જ પડે.? આ સમયે તે પોલીસે બોગસ હોવાનુ ખુલ્લે તો શારીરીક-આર્થિક અને માનસીક બધી જ રીતે વીમાધારક તો તુટી જ પડને..! : નફાખોર તત્વો વીમા પોેલીસીના નામે લુંટ કરીને જલ્લા જ કરતા ફરે, અને ભોગગ્રસ્તો તમામ મોરચે લુંટાઈ જાય..! : સબંધિત બનેલી ઘટનામાં પણ પડદો પાડી દેવા માટે બોગસ વીમા ધારક શખ્સોએ કર્યા કઈક અધમપછાડા, આ તો શાબાશ છે, ભોગગ્રસ્તને કે તે આગળ આવ્યો અને ફરીયાદ કરી, જેથી હવે અન્યો પણ આવી ઘટનાઓથી મેળવશે શબક, વધશે જાગૃતી..!

ભુજ : કોરોના પછી લોકો સ્વાસ્થ્ય અને મિલકતો બાબતે જાગૃત બની ગયા છે, જેમાં લોકો પોતાના સ્વાસ્થ્યની વીમા પોલિસી લેવાની સાથે વાહનોના વીમા કરાવતા હોય છે. તેમજ મકાન, મોબાઈલ સહિતની મિલકતો પર પણ વીમો ઉતરાવવામાં આવે છે. પરંતુ તમને મળતી રસીદ સાચી છે કે ખોટી ? અને જયારે આપણને જરૂર હોય ત્યારે વીમા પોલિસી કામ આવશે કે કેમ તે મુદ્દે પણ સવાલ ઉઠી રહ્યા છે. કચ્છમાં અન્ય જિલ્લાઓ કરતા વાહનો વધુ છે તેનો મોટો કારણ બે પોર્ટ અને અહી આવેલી મોટી કંપનીઓ છે, તે કારણે અહી વીમા પોલીસીનું ચલણ પણ વધુ છે. તાજેતરના કિસ્સાઓમાં બોગસ વીમા પોલીસીથી ગામડાના પ્રજા પણ ચિંતામાં મુકાઈ ગઈ છે.
આ અંગેની વિગતો મુજબ ભુજમાં હાલે એક યુવાને પોતાની ગાડી પર વીમો ઉતરાવ્યો હતો, જેમાં ટાયરમાં કટ આવતા વીમો પાસ કરાવવા જતા તેણે ભરેલી પોલિસી બોગસ હોવાનું સામે આવ્યું હતું. આ તો જયારે વીમો પાસ કરાવવા ગયા ત્યારે ખબર પડી. આ રીતે વીમા પોલિસી અને તેના એજન્ટો લોકોને કેવી રીતે શિકાર બનાવતા હશે. આ કિસ્સામાં પણ ફરિયાદ ન થાય તે માટે દબાણ ઉભું કરવામાં આવ્યું હતું પરંતુ ફરિયાદીએ ગુનો દાખલ કરાવતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે.
ખરેખર છેલ્લા કેટલા સમયથી આ રીતે પોલિસીના રૂપિયા મેળવી રસિદો આપવામાં આવી રહી છે, તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવે તે જરૂરી છે. ન કરે નારાયણ અને કોઈ અઘટીત દુર્ઘટનાઘટે ત્યારે વીમા પોલિસી પર આશરો હોય પરંતુ તે બોગસ હોવાનું જાણવા મળે તો આર્થિકની સાથે માનસિક ફટકો પણ ભોગવવો પડે ત્યારે આ મુદ્દે લોકો જાગૃત બને અને પોતાની પોલિસીની ખરાઈ કરાવી લે તે અનિવાર્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા અરજદારો જનસેવા કેન્દ્ર કે અન્ય સરકારી વિભાગોમાંથી કાર્ડ બનાવતા હોય છે. ઉપરાંત વિવિધ યોજનાઓ માટેના કાર્ડ અન્ય એજન્સીઓ અને એજન્ટો દ્વારા પણ બનાવી અપાતા હોય છે, ત્યારે આવા કાર્ડની પણ સરકારી કચેરીઓના લાગતા વળગતા વિભાગમાં જઈને ખરાઈ કરવી અનિવાર્ય બની રહી છે.