કંડલા પોલીસમથકે મુદામાલની બેખોફ તસ્કરી : વહીવટદાર નરેન્દ્ર-અજયનું મોટું કારસ્તાન..!

image description

પોલીસ મથકે જ કાયદો વ્યવસ્થાના ઉડતા ધજાગરા : પોલીસ સ્ટેશમાંથી પકડાયેલા મુદામાલની ચોરી : મરીન પોલીસ મથકેથી એક આખેઆખી ટ્રકની થઈ ગઈ ચોરી : તો નવા કંડલા-જુના પોલીસ સ્ટેશમાં ટ્રકમાંથી બેટરી, ડાયનેમા, ટાયરા સહિતના સાધનો થઈ રહ્યા છે ચોરી : કયાં છે કાયદાના રક્ષકો? ખાખીધારીઓના નામ નીચે ચોરી-તસ્કરીની વધતી ફરીયાદો કહેવાય ચિંતાજનક

ડી સ્ટાફને જયાં સુધી નહીં વિખેરાય ત્યાં સુધી પીઆઈનું કંડલામાં ચાલશે જ નહી..ઃ જાણકારોનો ઈશારો : ડી સ્ટાફને વિખેરો અથવા દર બે-ત્રણ મહીને રોટેશનમાં બદલી નાખો : ફરીયાદીઓને પણ આ પેંધી ગયેલા અમુક તત્વો પોલીસ મથક બહારથી જ કરી દે છે રવાના..!

ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીનુ એક એવુ કંડલા પોર્ટ જયા ધમધમી રહ્યુ છે તેવા શહેરના પોલીસ મથકના અધિકારી અંધારામાં જ હોય અને બની બેઠેલા વહીવટદારો ઘેલમાં ફાટીને ફુલેકે કેટલા ચડવા પામી ગયા છે તેને લઈને પણ એક મોટી ચકચાર ઉઠવા પામી રહી છે. કંડલા મરીન પોલીસ મથક અહી ગુન્હેગારોને ડામવા માટે અસ્તિત્વમાં છે પરંતુ આ જ કંડલા મરીન પોલીસ મથકમાં કાયદાના રક્ષકોના નાક નીચે સ્ટેશનમાથી જ ચોર-તસ્કરો બેફામ બેખોફ બની અને મુદામાલના વાહનોની ચોરી-વાહનોના સાધનોની આડેધડ ચોરીઓ કરી રહ્યા હોવાની ચકચાર ઉઠવા પામી રહી છે.કંડલા મરીન પોલીસ સટેશન જુના કંડલા મધ્યે એક આખેઆખી ટ્રક ચોરી લેવાઈ હોવાનુ કહેવાય છે તો વળી બીજી તરફ નવા કંડલા જુના પોલીસ સ્ટેશનમા એક ટ્રકમાથી બેટરી, ડાયનેમો, ટાયર, સાધનો સહિતની વસ્તુઓની ચોરી કરવામા આવી રહી હોવાનુ કહેવાય છે. આ રીતે પોલીસ મથકમાં રખાયેલા મુદામાલની ખુલ્લેઆમ કોઈના પણ ભય વિના ચોરીઓ કરવામા આવતી રહે તો આવા પોલીસ મથક અને તેના અધિકારી અને કર્મચારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી જ જાય તેમ છે. જે ખુદના પોલીસમથકના પંટાગણની સુરક્ષા નથી રાખી શકતા તે આખાય કંડલા મરીન વિસ્તારની સલામતી શુ રાખવના હતા ?બીજીતરફ અહી દારૂ-જુગાર-આંકડા-તેલચોરી સહિતના ધંધાઓમાં કુખ્યાત અયુબ પઠાણ જેવા શખ્સો સામે સત્તાવાર ફરીયાદો અનેકવખત થઈ ચૂકી છે છતા આવા તત્વોની સામે કેમ હજુ સુધી હદપારી કે તડીપાર તળે કાર્યવાહી કરવામા નથી આવતી? કેમ આવા તત્વોને હજુય છુટોદોર મળેલા છે. જાણકારો કહી રહ્યા છે કે અજય અને નરેન્દ્ર જેવા વહીવટદાર મહેરબાન છે તો ધંધાર્થીઓ કંડલામાં પહેલવાન બનીને જ ફરી રહ્યા છે. હકીકતમાં તો જયા સુધી ડી સ્ટાફને વિખેરવામા નહી આવે ત્યા સુધી પીઆઈનુ આવા મથકોમાં કઈ જ ચાલવાનુ નથી. ડી સ્ટાફ વિખેરી નાખવુ જોઈએ અથવા તો પછી દર બે મહીને બદલી નાખવા જોઈએ. કહેવાય છે કે આ બની બેઠલા વહીવટદારો ઘણી વખત તો ફરીયાદીઓને પોલીસ મથકના બહારથી જ રવાના કરાવી દે છે. ફરીયાદ કરવા અંદર પણ આવવા દેતા નથી.