RD આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મુન્દ્રામાં અનિયમિત લેક્ચર લેવાતા વિદ્યાર્થીઓનો આક્રોષ

image description

ફી પુરેપુરી લે છે તો કેમ નિયમિત લેક્ચર નથી લેવામાં આવતા ? NSUI

મુંદરા : કોલેજ તો નિયમિત રોજ ચાલુ હોય છે પણ બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને સોમવાર અને મંગળવાર, ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને બુધવાર અને ગુરૂવાર, છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને શુક્રવાર અને શનિવાર આમ વિદ્યાર્થીઓને અઠવાડીયામાં માત્ર બેજ દિવસ કોલેજ બોલાવામાં આવે છે અઠવાડીયા માત્ર બેજ દિવસ લેક્ચર લેવામાં આવે છે આવિજ રીતે લેક્ચર લેવાશે તો સમયસર અભ્યાસક્રમ પૂર્ણ નહી થાય. ફી પુરેપુરી લે છે તો કેમ નિયમિત લેક્ચર નથી લેવામાં આવતા ? વધુમાં કોલેજની નિયમિત સફાઈ કરવામાં આવે, આઈકાર્ડ ફરજિયાત કરવા, ફી ભરવાની તારીખ વધારવામાં આવે, વગેરે RD આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મુન્દ્રાના વિદ્યાર્થીઓએ વિવિધ સમસ્યાઓને લઈને પ્રિન્સિપાલ સાહેબને રજૂઆત કરી હતી પરંતુ કોલેજ દ્વાર કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.ત્યારે NSUIના યુવા નેતા ઋષિરાજસિંહ જાડેજાએ કહ્યું કે જો નિયમિત લેક્ચર લેવામાં નહિ આવે અને સમસ્યાઓનો ઉકેલ નહી આવે તો એનએસયુઆઈ દ્ધાર ઉગ્ર આંદોલન કરવામાં આવશે આવું ફારૂક સુમરાની યાદીમાં જાણવા મળીયુ.