- ભાજપના ભ્રષ્ટ શાસનથી ત્રસ્ત પ્રજા પરિવર્તન ઈચ્છે છે : અશોક ગેહલોત
ગાંધીધામના ઉમેદવાર ભરત સોલંકીની તરફેણમાં કોંગ્રેસના રાજયના સિનિયર પ્રભારી-શિર્ષસ્થ નેતાએ વિશાળ જનસભા ગજવી, ભાજપના ભ્રષ્ટ શાસન મુદ્દે વરસાવ્યા શાબ્દીક ચાબખાં : ગાંધીધામમાં કોંગ્રેસના સરળ-સાદગીસભર કર્તવ્યનિષ્ઠ ઉમેદવારને બહોળી લીડથી વિજય અપાવવા કર્યો અનુરોધ : ગેહલોતેને સાંભળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી : કંડલા વિમાનીમથકે શ્રી ગેહલોતને સ્થાનિક આગેવાનો દ્વારા અપાયો ઉમળકાભેર આવકાર
હું તો આપ સૌનો સેવક છુ, એક વખત મને જીતાડો, સર્વાંગી વિકાસ માટે સદાય રહીશ પ્રતિબદ્ધ : ભરત સોલંકી
ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ બનેલો છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર પણ પુરજોશમાં કરવામાં આવી રહ્યા છે. દરમ્યાન જ આજ રોજ રાજસ્થાનના મુખ્યપ્રધાન અને કોંગ્રેસ પાર્ટીના શિર્ષસ્થ નેતા તથા ગુજરાત વિધાનસભાના પણ સિનીયર પ્રભારીની ભૂમિકા ભજવી રહેલા અશોક ગેહલોત દ્વારા ગાંધીધામમા કોગ્રેસના ઉમેદવારના તરફેણમાં વિશાળ જનસભાને સંબોધન કર્યુ હતુ. અને ભાજપના ભ્ર્ષ્ટ શાસનને તેઓએ અહી આડેહાથ લેતા કહ્યુ હતુ કે, ગુજરાતની પ્રજા હવે ભાજપના શાસનથી કંટાળી ગયેલ છે.ભાજપની સામે ઠેર-ઠેર સત્તાવીરોધી લહેર જોવા મળી આવી રહી છે. રોજગારનો અભાવ, કોરોના મહામારી, મંદી, ફુગાવો વધવો, નબળા માળખાગત વિકાસ સહિતના મુદાઓ ભાજપને આ ચૂંટણીમાં ખુબજ નડશે અને આગામી પહેલી તથા પાંચમી ડીસેમ્બરના રોજ અહી મતદાન જે થશે તેમાં કોંગ્રેસ તરફી જ થવા પામશે. શ્રી ગેહલોતે ગાંધીધામ મતવિસ્તારની વાત કરીને અહી મેદાનમાં મુકેલા ઉમેદવાર ભરતભાઈ સોલંકી તદન સાદગી સભર અને કર્મનીષ્ઠ પ્રતિભા ધરાવતા ઉમેદવાર છે જેઓને જંગી લીડથી વિજયી બનાવવા ગાંધીધામ-કંડલા સંકુલ, વિધાનસભા વિસ્તારને શ્રી ગેહલોત દ્વારા અનુરોધ કરવામા આવ્યો હતો. શ્રી ગેહલોતે કહ્યુ કે આગામી ચુંટણીમાં ભાજપને ગુજરાતની પ્રજા બરાબરનો બોધપાઠ શીખવાડશે. હવે ગુજરાત મોડેલ કયાંય રહ્યુ જ નથી અને તે મોદી મોડેલ હતુ તેવુ પ્રજા બરાબરની જાણી ચૂકી છે. જેના પડઘા મતદાન વખતે આપણે ચોકકસથી જોઈશુ અને ન માત્ર ગુજરાત બલ્કે હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસનો વિજય વાવટો ફરકી રહ્યો હોવાનો હુંકાર આ તબક્કે ગેહલોત દ્વારા કરવામાં આવ્યો હતો.આજે યોજાયેલ આ કાર્યક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ ઉદ્દબોધન કરતા કહ્યુ હતુ કે, હુ તો આપનો સેવક છું. સેવાની ભેખ વગર જાહેરજીવને પણ મે આદરી છે. કોગ્રેસે અનુસુચિત જાતી-જનજાતીને આ પ્રથમ ટીકીટ આપી છે અને દાવેદારી પણ સૌ પ્રથમ મે જ નોંધાવી હતી. અને અનુસુચિત જાતીનો આ ઉમેદવાર પણ જીતનો નવો રેકોર્ડ આપ સૌના સહકારથી નોધાવશે તેવો વિશ્વાસ ભરત સોલંકીએ વ્યકત કર્યો હતો. એક વખત મને જીતાડો, સમગ્ર સંકુલના સર્વાંગ વિકાસ માટે સદાય ર૪ કલાક સેવારત રહેવાનો ઉદગાર શ્રી સોલંકીએ આ તબક્કે કર્યો હતો.ગાંધીધામ ખાતેની શ્રી ગેહલોતની જનસભામાં ભરતભાઈ સોલંકી, યજુવેન્દ્રસિંહ જાડેજા, વિ.કે.હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, આદમભાઈ ચાકી, હાજી જુમા રાયમા, સંજય ગાંધી, ગનીભાઈ માંજોઠી, ચેતનભાઈ જોષી, સૈયદ ઈતિયાઝભાઈ, નરેશ પહેલવાન, નિતેશ લાલણ, નારાણભાઈ સોંધરા, દશરથ જોષી, અસરફભાઈ, કપીલભાઈ પાંધી, રાજુભાઈ શર્મા, સમીપભાઈ જોષી, બળવંતસિંહ ઝાલા, ધર્મેેન્દ્રસિંહ જાડેજા, એબેઝભાઈ યસુદાસ, ભચુભાઈ પીંગોલ, જગદીશભાઈ ગઢવી, શેરબાનુ ખલીફા, આશાબેન સોની, અમૃતદાસ ગુપ્તા, રાધાસિંહ ચૌધરી, ઉમાબેન સૈની, ઉર્મીલાબેન મારાજ, બેલાબેન જોષી, રીન્કુબેન પ્રજાપતિ, અંજલીબેન ગોર સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કંડલા એરપોર્ટ ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રીને આવકાર અપાયુ
ગુજરાત વિધાનસભાની ચુંટણી અંતર્ગત આજે ગાંધીધામ અને રાપર ખાતે કોંગ્રેસના ઉમેદવાર માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેર સભાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત કંડલા ખાતે મુખ્યમંત્રી અશોક ગેહલોત સવારે પહોંચતા તેમને આવકારવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર કચ્છના રામક્રિષ્ન ઓઝા, મોહન પ્રકાશ ઝા, સાલે મામદ, ગની માંજોઠી , નવાબ દર્સ ઘનશ્યામ ભાટી, દીપક ડાંગર, યોગેશ પોકાર, સ્મિત ગોસ્વામી, રાણુભા જાડેજા, નરેશ મહેશ્વરી, દીલીપ મહેશ્વરી, ભચુભાઈ પીંગોળ સહિતના ઉપસ્થિત રહી આવકાર આપ્યો હતો.
વિજય ભવઃ મોગલધામના મહંતે કોંગ્રેસના ભરત સોલંકીને આપ્યા આશીર્વાદ
ગાંધીધામ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સેવાભાવી કર્તવ્યનિષ્ઠ ભરતભાઈ સોલંકીએ મોગલધામના દર્શન કર્યા
ગાંધીધામઃ ગાંધીધામ વિધાન સભા ના પ્રબળ દાવેદાર અને સમાજ સેવી જેઓ માનવ સેવા ના ભેખ ધારણ કરેલ છે તેવા સનિષ્ટ કર્તવ્ય પર્ણ એવા ભરત ભાઈ સોલંકી કબરાઉ મોગલ ધામ મધ્યે માં મોગલ ના દર્શનાર્થ કરેલ તેમજ મહંત શ્રી ના વરદ હસ્તે વિજય ભવઃ ના આશીર્વાદ મેળવી ને કબરાઉ મધ્યે તમામ વર્ગ ની જન સભા યોજાઈ હતી જેમાં સર્વે સમાજ ના લોકો મોટી સંખ્યા માં જોડાયા હતા અને સેવા ભાવિ અને નિખાલસ સ્વભાવ ના સાચા જનપ્રતિનિધિત્વ ને ગુજરાત ની વિધાનસભા માં ગાંધીધામ-૫ માંથી જંગી લીડ બહુમતી સાથે મોંઘવારી શિક્ષણ આરોગ્ય રોજગાર,સરકારી ભરતીઓ સ્થાનિક ગાંધીધામ માં ઉધોગો માં સ્થાનિકો ને રોજગાર મળી રહે તેવી બુલંદ અવાજ બની ને સાચા પ્રતિનિધિત્વ ને ગુજરાત વિધાનસભામાં મોકલવા નું સર્વે કબરાઉ ની પ્રજા નું જન આદેશ આપેલ જેમાં ભરત ભાઇ સોલંકી દવારા પ્રાણ જશે પણ વચન નહિ જાય તે શબ્દો પથર ની લકીર સમજી લેજો તમારા દરેક પ્રાણ પ્રશ્નોમાં અગ્રતા ના ધોરણે ઉભો રહીશ..તે વચનબદ્ધ બન્યા હતા જેમાં આજની સભા ગાંધીધામ વિધાનસભા ઉમેદવાર ભરતભાઈ સોલંકી..સામાજિક યુવા અગ્રણી નીલ વિઝોડા,વનિતા બેન શેખા, નરેશભાઈ ,વિનોદભાઈ,અતુલ જાધવ,સરલા શેખા તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં