કાસેઝમાં ખાનગી સુરક્ષા એજન્સીનો અધમ : એસઆઈઓ સાથે ઘર્ષણ-બબાલની ચકચાર!

0
31

  • ઝોન પ્રશાસન-વેપારીઓ માટે લાલબત્તીરૂપ ઘટનાઃ સલામતી વ્યવસ્થાને ખુલ્લો લલકાર

કંડલા સ્પેશયલ ઈકોનેામીક જોનમાં ગેટ પાસેની ચકાસણી માટે કંપનીની ખાનગી સિકયુરીટીના કર્મચારીને રોકતા, જોનના સુરક્ષા અધિકારી સાથે ધર્ષણ કર્યાની ચર્ચા

પૂર્વ કચ્છ પોલીસ આવી ઘટનાને ગંભીરતાથી લે : નહીં તો આજે કાસેઝના અધિકારીને માર પડી છે પણ આવા તત્વો મજબુત બનશે ત્યારે પોલીસની પણ હાલત કફોડી થશે અને તે વખતે પાઘડી પહેરવાના દિવસો બહુ દુર નહીં હોય..!

ગેટપાસ જેની પાસે ન હોતો, છતા પણ કાસેજના સુરક્ષાતંત્રને લલકારી ગયો, તે કર્મચારી હતો કઈ સિકયુરીટી એજન્સીઓ? આ ખાનગી સિકયુરટી એજન્સીનો સુત્રધાર ઝભ્ભાલેંગધારીના જોરે બહુ કરતો ફરે છે કુદાકુદ :ખરેખર તો આવી ખાનગી સિકયુરીટી એજન્સીને જોનથી બહાર જ તગેડી મુકવા જોઈએ..!

મારપીટ નથી કરી, થોડી બબાલ થઈ હતી, પોલીસ ફરીયાદ બાબતે મને ખ્યાલ નથી, તે ઝોન પ્રશાસન-આરઓશ્રીએ વાતચીત કરી હતી એટલે તેમને વધારે ખબર હશે :શ્રી કમોડ(ઝોનના એસઆઈઓ, જેમની સાથે ખાનગી સિકયુરીટીવાળાએ બબાલ કરી હતી)

યાદ રાખજો, આ એ જ ઝોન છે કે, જયાં ગેટ પર અસામાજીક તત્વો સિકયુરીટીવાળાની ધોક્કાથી ધોલાઈ કરી નાખી હતી, આ અસામાજીક તત્વો ખુબ ફાટીને ફુલેકે જ ચડે તે પહેલા પગલા પણ લેવા જરૂરી છે, પોલીસ ઝોનમાં ઘટના સમયે પહોચી આવી હતી તેમ છતા પણ કાસેજ પ્રશાસને કોઈ જ કડકાઈભર્યા પગલા લેવાની પહેલ ન કરી તે જ ચિંતાજનક વાત કહેવાય..શું કાસેઝને અહી કોઈ મોટા ખુન-ખરાબા થવાની ઈંતેજારી છે..?

થોડા દિવસ પહેલા કાસેઝમાં સોપારી ભરેલી ગાડી અથડાઈ, પણ પછી તપાસમાં શું બહાર આવ્યું..? હજુ સુધી તો કંઈ જ નહી..? : વિચાર તો કરો કે, ઝોનના ગેટ સુધી સોપારીની ભરેલી કાર બહાર કાઢવા કોશીશ કરેલ પણ સફળતા ન મળતા ઝોનમાં પરત ફર્યા, તેને પકડવા માટે કોશીશ કરેલ તે વખતે કાર થાંભલા સાથે ટકરાઈ જતા તે કાર ત્યાં જ મુકીને શખ્સો ભાગી ગયા, ભાગી ગયેલા શખ્સો કોણ હતા? આ સોપારી ભરેલી કાર કોની હતી? તે તપાસ પર પણ પડદો જ પાડી દેવાયો..!

કાસેઝમાં હાલના પ્રશાસનકારો જ તેની સુરક્ષાને લઈને કેટકેટલા બિનધાસ્ત છે, અથવા તો ઢાંકપીછોડા કરવામાં જ પડયા છે તેનો આ રહ્યો દાખલો..! : જે સિકયુરીટી અધિકારીની સાથે ઘર્ષણ થયુ તેઓ કહે છે કે, પોલીસ સંદર્ભેની કાર્યવાહી પીઆરઓ કક્ષાએ કરાઈ હશે, પીઆરઓ એક જ સુરે કહી રહ્યા છે કે, પોલીસને બોલાવવાની જરૂર પડે તેમ હતુ જ નહી, અને ગાંધીધામ પોલીસ મથકની ટીમ તો સમયસુચકતા સાથે ઝોનમાં ધસી જ ગઈ છે, ઝોન ગેટના સીસીટીવી ફુટેજ ચેક કરાશે તો પણ ખબર પડી જશે, હવે આમા સમજવું શુ? કાસેઝ-ઝોન પ્રશાસનના લાપરવાહો ખુદની ઢીલાશોને ઢાંકવા આ ઝોનની સુરક્ષા-વ્યવ્સ્થાને કેટલી હદે કથળાવી દેશે? : જાણકારોનો સવાલ

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનમાં સલામતી અને સુરક્ષા વ્યસવ્થાઓને લઈને પાછલા કેટલાક દીવસોથી સતત સવાલો ખડા થવા પામી રહયા છે ત્યારે આ જ પ્રકારની ચિંતા વધારવાની દીશામાં ફરી વધુ એક ઘટના કાસેઝમા ંઘટી હોવાની ચર્ચાઓ તેજ બની ગઈ છે. આ બાબતે અંતરંગ વર્તુળોમાં ચર્ચાતી વીગતો અનુસાર કાસેઝમાં એકાદસપ્તાહ પહેલા અહી કંપનીની ખાનગી સિકયુરીટીનુ કામ સંભાળી રહેલી એક એજન્સીના કર્મચારીની પાસેથી જોનના મુખ્ય સીકયુરીટી ઓફીસર દ્વારા ગેટ પાસની માંગ કરતા તેની પાસ ગેટ પાસ ન નીકળતા નિયમોને અનુસરવાના બદલે તેને સબંધિત અધિકારીઓ સાથે માર-પીટ કરી દીધી હોવાની વાત બહાર આવવા પામી રહી છે. આવી રીતે મુખ્ય સિકયુરીટી અધિકારી પર જો કોઈ હુમલો કરે કે મારપીટ કરી જાય તો પછી કાસેઝની સલામતી વ્યવસથા જ આખેઆખી શંકાના દાયરામાં જ આવી જાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.બીજીતરફ આ બાબતે કાસેઝના સુરક્ષા અધિકારીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આવી ઘટના એકાદ સપ્તાહ પહેલા બનવા પામી હતી. જો કે, તેઓની સાથે મારમારી થવાની વાતને તેમણે નકારી અને જણાવ્યુ હતુ કે, એક ખાનગી સિકયુરીટીનો કર્મચારી પ્રવેશ્યો ત્યારે નિયમ અનુસાર તેને રોકીને તપાસ કરી હતી ત્યારે ગેટ પાસ તેની પાસે ન હોતો, જો કે, બાદમાં તેણે ગેટ પાસ રજુ કરી દીધો હતો એટલે તંત્રની સાથે તેણે સહેજ માથાકુટ કરી હોવાની ઘટના બની હતી. જે સંદર્ભે કાસેઝ પ્રસાસને શુ પગલા લીધા અથવા તો શુ કાર્યવાહી કરી તે તેમને જ ખબર હશે. આ અધિકારીની મારપીટ થઈ હોવાની વાતને તેઓને નકારી જ હતી. આ બાબતે કાસેઝના સિકયુરીટી અધિકારીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આવી કોઈ મારપીટ કે મને બંધક બનાવવાની ઘટના બનવા પામી જ ન હતી. પરંતુ એક ખાનગી સીકયુરીટી એજન્સીનો કર્મચારી પાસેથી અમે ગેટપાસ માંગતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને એક વખત તો મે ગેટપાસ દેખાડી દીધો છે, હજુ કેટલીવાર ચેક કરશો તેમ કહી અને આંશીક બોલાચાલી જ કરી હતી. આવી ઘટના બની છતા પોલીસ ફરીયાદ કેમ ન કરી તેવુ પુછતા
શ્રી કમોરસીંહે કહ્યુ હતુ કે, પોલીસતંત્ર બાબતેની ચર્ચા ઝોન પ્રશાસનએ કરી હતી એટલે તે વિષય તેઓ જ પ્રતિક્રીયા આપી શકે તેમ છે.તો આ સંદર્ભે ઝોન પ્રસાશનના સત્તાવાર સાધનોએ સહેજ બબાલની વાત સ્વીકારી અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ કરાવવાની ખાત્રી આપી હતી.

કાસેઝ પ્રશાસને ગંભીર ઘટના મુદ્દે કુલડીમાં ગોળ કેમ ભાંગી લીધો..?

સિકયુરીટી અધિકારીની સામે દાદાગીરી કરી ગયેલ ખાનગી સિકયુરીટીવાળી એજન્સીની સામે કડક કાર્યવાહી કરવામાં ઝોન પ્રશાસન કેમ તાણી રહ્યુ છે લાજનો ધુમટો? : જો પોલીસ ફરીયાદ થઈ હોત તો ઝોનનુ નામ તો ઉછળત જ પરંતુ બીજીતરફ જે ખાનગી સિકયુરીટી એજન્સીવાળાના માણસે અધમ મચાવ્યો તેની એજન્સીના લાયસન્સ પણ રદ કરવાની આવી પડત નોબત..?

કેવુ આશ્ચર્યજનક કહેવાય.! : ઝોન પ્રશાસન ઘટના શું બની તે આખેઆખી ખબર છે, પરંતુ કઈ સિકયુરીટી એજન્સીવાળાનો માણસ હતો તેનુ નામ શુદ્ધા ખબર પણ નથી?

ગાંધીધામ : કાસેઝમાં સલામતી વ્યવસ્થાઓ જાળવનારા અધિકૃત અધિકારીની સામે જ કોઈ ખાનગી સિકયુરીટીવાળી એજન્સીના કર્મચારીઓ જો દાદાગીરી કરીને હોબાળો કરી જતા હોય તો પછી ઝોનમાં સુરક્ષા વ્યવસ્થાઓનું તો રહ્યું જ શુ? આ કિસસામાં જોન પ્રશાસને શું કુલડીમા ંગોળ ભાંગી લીધો છે કે કેમ?બીજીતરફ આ બાબતે કાસેઝના જવાબદાર પીઆરઓને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, મારપીટની કોઈ જ ઘટના બનવા પામી નથી. ખાનગી સીકયુરીટીવાળો કર્મચારી વગર ગેટપાસે આવ્યો હતો, તેને સિકયુરીટી અધિકૃત અધિકારીએ ગેટપાસ માંગ્યો તો તેની સામે બોલાચાલી કરી સહેજ બબાલ કરી હતી. તે શખ્સએ કહ્યુ હતુ કે, એકવાર તો મારો ગેટપાસ જોઈ લીધો છે, વારંવાર શુ ચેક કરવાનો હોય..! હકીકતમાં સિકયુરીટીના અધિકૃત અધિકારીએ તેમની ફરજનું જ કામ કર્યુ હોવાનુ ઝોન પ્રશાસન દ્વારા જણાવાયું હતુ. બીજીતરફ આ આખોય ઘટનાક્રમ ઝોનના પ્રશાસન વર્ણવી રહ્યા છે, પરંતુ કઈ ખાનગી સિકયુરીટી એજન્સીવાળાના માણસ-કર્મચારીએ આવી ગેરવર્તણુક કરી છે તેનુ નામ તેઓના મોઢે યાદ ન હોતુ..!હવે સવાલ એ થાય છે કે, જો ઝોનના અધિકૃત અધિકારીએ તેની ફરજનું જ કામ કર્યુ હતુ તો પછી આવા છાકટા બનીને ફરતા ખાનગી સિકયુરીટીવાળી એજન્સીના કર્મચારી તથા તેની એજન્સીના સંચાલકની સામે કેમ જોન દ્વારા કેાઈ જ કડક કાર્યવાહી કરવામાં ન આવી? આવી એજન્સીઓને તો ઝોન બહાર જ કાઢી મુકવી જોઈએ? કેમ કાસેઝ પ્રશાસને આ વિષયને ગંભીરતાથી ન લીધો? આવા અનેકસવાલો આ તબક્કે ઉઠવા પામી રહ્યા છે.

ગાંધીધામ બી ડીવીઝન પીઆઈશ્રી દવેની સમયસુચકતા સરાહનીય..પણ…!

ગાંધીધામ : કાસેઝમાં એસઆઈઓ સાથે એક ખાનગી સિકયુરીટીવાળા કર્મચારીએ માથાકુટ કર્યાની ઘટનામાં પોલીસ સુધી વાત પહોચે તે પહેલા જ અટકાવાઈ દેવાઈ હોવાની ચર્ચા તેજ બની રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, ભોગગ્રસ્ત અધિકારી આ કેસમાં પોલીસ સુધી આગળ ન આવે તે માટે જે કોઈ દબાણ થયુ હોય તે પરંતુ આવી પડકારજનક સ્થિતી બાદ પણ પોલીસ ફરીયાદ કરવાનુ ટાળી દેવાયુ હતુ. આ બાબતે સંબધિત પોલીસ મથક ગાંધીધામ બી ડીવીઝનના પીઆઈશ્રી દવેને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, પોલીસને આવી ઘટનાની જાણ ફોનથી કરવામા આવી હતી અને એક ટીમ ઝોનમાં ત્વરીત ધોરણે મોકલી આપી હતી જયાં અંદરોઅંદર સીકયુરીટી વાળાઓને ચકમક થઈ હોવાનુ પ્રાથમિક ધોરણે જણાવાયુ હતુ પરંતુ ટીમ પહોચી તે વખતે બન્ને પક્ષે ફરીયાદ કરવાની ના પાડી હોવાથી પોલીસની અમારી ટીમ પરત આવી ગઈ હતી. હકીકતમાં આ તબક્કે શ્રી દવેની સમયસુચકતા સરાહનીય જ કહેવાય પરંતુ એક વખત પોલીસને ફોન કરીને બોલાવ્યા બાદ ધર્ષણ કરનારાઓએ ફરીયાદ ન કરવાનુ વલણ અપનાવી લેવાની હરકતમાં સોચનીય જ બની રહી છે.

આવી ખાનગી સિકયુરીટી એજન્સીને પરવાના આમીયાચંદ્રની મહેરબાનીથી જ અપાયા છે..!

ગાંધીધામ : કાસેઝમાં આમીયાચંદ્ર સલામતી વ્યવસ્થાઓને જેટલા જોખમો ઉભા કરી ગયા છે તેટલા કદાચ કોઈએ પણ નહીં કર્યા હોય..! હાલમાં જે એસઆઈઓની સાથે ખાનગી સિકયુરીટીવાળાએ દાદાગીરીપૂર્વક વર્તન કર્યુ છે તેને પણ આમીયાચંદ્રની મહેરબાનીથી જ ઝોનમાં પ્રવેશ મળ્યો હોવાનુ કહેવાય છે. આ ખાનગી સીકયુરીટીવાળો ન માત્ર કંપનીઓ બલ્કે જોનના ગેટ પર પણ સલામતી વ્યવસ્થાઓ આમીયાચંદ્રની મહેરબાનીથી જ ધરાવતો હોવાનુ કહેવાય છે. હકીકતમાં તો કાસેઝમાં આમીયાચંદ્રના કરતુતોને ખુલવા પાડવા જયા સુધી સીબીઆઈ નહીં ત્રાટકે ત્યાં સુધી આવા ગંભીર પ્રકારના પડકારજનક કિસ્સાઓ અટકવાના જ નથી તેમ જાણકારો કહી રહયા છે.