Home Blog Page 3

29-11-2022

0

READ NEWSPAPER ONLINE

વર્ધમાનનગરે પધારેલા જૈન આચાર્યનું ભવ્ય સામૈયું કરાયું

0

વર્ધમાનનગર : વર્ધમાનનગરે બિરાજતા શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ મંદિરે ધ્વજારોહણ પ્રસંગે પધારેલા જૈન આ.પ. પૂ. કવીન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. મુનિરાજ શ્રી કલ્પતરૂસાગરજી મ. સા.નું જૈન સંઘ દ્વારા વાજતે-ગાજતે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. સામૈયામાં પ્રબોધ મુનવર, ભૂપેશ શાહ, મહેન્દ્ર લોડાયા, અનીલ લાપસીયા, સંદિપ શાહ, દર્શક શાહ, રોનિત શાહ, મુલચંદ મુનવર, અનીલ ડાઘા, વિલાસ ઝવેરી, રાહુલ દંડ, મહેન્દ્ર લાપસીયા, ઝવેરચંદ ખોના, અભય ધરમશી તથા શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જાેડાયા હતા. ઉપાશ્રયે પહોંચી પૂજ્યે માંગલિક શ્રવણ કરાવતાં ક્રોધ અને ગુસ્સાને જીવનમાંથી દૂર કરવા સમજ પૂરી પાડી હતી.પૂજ્યશ્રીએ સકલ શ્રીસંઘ સાથે અનીલભાઇ મુલજી લાપસીયાનાં ઘરે પાવન પગલા કર્યા હતા.
તા. ૩૦ વર્ધમાનનગરે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની ધ્વજારોહણનો કાર્યક્રમ સવારે ૧૦ઃ૪૫ કલાકે યોજાશે. માતુશ્રી જમકુબાઇ મુલજી લાપસિયા પરિવાર કોઠારા-કચ્છ હાલે મુંબઇ દ્વારા સ્વામિવાત્સલ્ય યોજાયું છે. બપોરે ૧૨ઃ૩૯ કલાકે હવન કાર્યક્રમ યોજાયો છે.

ગાંધીધામમાં સ્મૃતિરાઈનીની બાઈકરેલીમાં ભાજપ તરફી અભુતપૂર્વ માહોલના દર્શન

0

 

ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીના પ્રચાર-પ્રસાર માટે ભાજપના સ્ટારપ્રચારક સ્મૃતી ઈરાનીએ શહેરના ઝંડાચોક ખાતેથી બાઈક રેલીને આપ્યો સ્ટાર્ટ : ભાજપના વિજયનો ભર્યો હુંકાર : મોટી સંખ્યામાં જોડાયેલા બાઈક સવારોથી ગાંધીધામના રસ્તાઓ કેસરીયા રંગે રંગાયા : ઠેર-ઠેર રસ્તામાં બાઈક રેલીને મળ્યો ઉમળકાભેર આવકાર

ઝંડાચોકથી શરૂ થયેલ ભવ્ય બાઈક રેલીને પંડિત દિનદયાલ હોલમાં અપાયું સમાપન : કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાનીજીએ ગજવી વિશાળ જનસભા : નરેન્દ્રમોદી-ભાજપની સરકાર દ્વારા સ્ત્રીસશકિતકરણના કરેલા કાર્યો, વિકાસ એજન્ડાની વર્ણવી ગાથા, વિપક્ષીઓને આગવી શેલીમાં લીધા આડેહાથ

ગાંધીધામ :ગુજરાતની વિધાનસભાની બેઠકો કબ્જે કરવા પ્રચાર માટે હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે તેવામાં કચ્છની બેઠેકો કબ્જે કરવા ભાજપના સ્ટારપ્રચારક તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાની આજ રોજ કચ્છના પ્રવાસે આવી પહોચ્યા છે. આજ રોજ તેઓએ ગાંધીધામ વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીની તરફેણમાં પ્રચાર-પ્રસારનો આરંભ વિશાળ અને ભવ્ય બાઈક રેલીથી કર્યો છે.ગાંધીધામ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ્‌વારા આજ રોજ સવારે ૧૧ કલાકે શહેરના ઝંડા ચોક મધ્યેથી કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાનીજી તથા ગાંધીધામ વિધાનસભાના લોકલાડીલા ઉમેદવાર શ્રીમતી માલબીબેન મહેશ્વરજીની વિશેષ ઉપસ્થીતીમાં બાઈક રેલીને સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો.કામ કીયા હે, કામ કરેંગે, જન-જન કા સન્માન કરેગેંના સુત્રથી ચૂંટણી મેદાનમાંસક્રીય રહેલા માલતીબેન મહેશ્વરીને જંગી લીડથી જીતાડવાના વિજય સંકલ્પ સાથે આજ રોજ કેન્દ્રીયમંત્રી સ્મૃતી ઈરાનીની ઉપસ્થીતીમાં નીકળેલી વિશાળ ભવ્ય બાઈક રેલીના લીધે શહેરના રસ્તાઓ કેસરીયા રંગે રંગાતા જોવાયા હતા.તો વળી ઠેર-ઠેર રસ્તામાં આ બાઈક રેલીને ઉમળકાભેર ભવ્ય સત્કાર-આવકાર પણ મળવા પામ્યો હતો. ગાંધીધામ વિધાનસભા સીટ ભાજપ અંકે કરી લીધી હોય તેવો માહોલ આ બાઈક રેલી દરમ્યાન જોવા મળ્યો હતો.ગાંધીધામ યુવા મોરચા દ્વારા આયોજીત આ રેલીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાની, ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી, ઉપરાંત નરેશભાઈ ગુરબાની, મુરજીભાઈ સચદે, રાજેશભાઈ ભરાડીયા, તારાચંદભાઈ ચંદનાની, મીતભાઈ ચૌધરી, કમલેશભાઈ પરીયાણી, જીતુભાઈ નાથાણી, ધવલભાઈ આચાર્ય, પુનીતભાઈ દુધરેજીયા, મનોજભાઈ મુલચંદાણી, રામભાઈ દાદલાણી, હેમંતભાઈ ગજજર, ચંદ્રીકાબેન દાફડા, ગીતાબેન ગણાત્રા, દિવ્યાબેન નાથાણી, જીતેન્દ્રભાઈ શેઠીયા, તેજશભાઈ શેઠ, ધનજીભાઈ હુંબલ, શામજીભાઈ આહીર, બાબુભાઈ ગુજરીયા,ભરતભાઈ આહીર, ભરતસીહ જાડેજા, દિપકભાઈ સોલંકી સહીતનાઓ કાર્યકરો અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કચ્છમાં ચૂંટણી સ્ટાફનું અંતિમ રેન્ડમાઇઝેશનઃ બુથોની ફાળવણી

0

બુધવારે ડીસ્પેચીંગ સેન્ટરો પરથી ઇવીએમ, ચૂંટણી સાહિત્યનો કબજો લઇ ચૂંટણી કર્મચારીઓ શહેર-જિલ્લાના ૧૮૬૧ મતદાન બુથો પર જવા એસટીની સ્પેશ્યલ બસો મારફત રવાના થશે

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છ જિલ્લાની વિધાનસભાની ૬ બેઠકોની આગામી તા. ૧ ડીસેમ્બરના યોજાનાર ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યછારે આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં નિષ્પક્ષ અને ન્યાયી રીતે યોજાય તે માટે તમામ તૈયારીઓને કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ અધિક ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં કુલ્લ ૧૦પ૦૦ જેટલાં કર્મચારીઓની વિશેષ સેવા લેવામાં આવી રહી છે. આ કર્મચારીઓનું અંતિમ રેન્ડમાઇઝેશન આજે સવારથી શરૂ થતા તેઓને મતદાન મથકોની ફાળવણી કરવામાં આવી રહી છે.આ અંગેની વિગતો મુજબ કચ્છના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓ મતદાન બુથો માટે રોકી લેવામાં આવી હોઈ આ બિલ્ડીંગનો કબજો પણ બુધવારથી જ ચૂંટણી વિભાગ દ્વારા લઇ લેવામાં આવનાર છે. કચ્છ જિલ્લાની વિધાનસભાની ૬ બેઠકોના વિસ્તારવાઈઝ ડિસ્પેચીંગ અને રીસેવીંગ સેન્ટરો નિયત કરવામાં આવેલ છે. આવતીકાલે રિસેવીંગ અને ડીસ્પેચીંગ સેન્ટરો પરથી ઇવીએમ, વીવીપેટ તેમજ ચૂંટણી સાહિત્યનો કબજો લઇ ચૂંટણી અધિકારીઓ શહેર-જિલ્લામાં ૧૮૬૧ જેટલા મતદાન મથકો પર એસટીની સ્પેશ્યલ બસો મારફતે વિશેષ પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે.આ બાબતે ભુજના મદદનીશ ચૂંટણી અધિકારી વી. એચ. બારહટે વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે સવારથી સ્ટાફના રેન્ડમાઈઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ૩- ભુજ વિધાનસભા બેઠક પરથી ૯પ૭ કર્મીઓ અન્ય વિધાનસભા મત વિસ્તારમાં પોતાની ચૂંટણી ફરજ માટે રવાના થશે જ્યારે ૩-ભુજ વિધાનસભા બેઠક માટે અન્ય બેઠક વિસ્તારમાંથી ૬૪૬ જેટલા કર્મચારીઓ ભુજમાં ડયુટી સંભાળશે.આવતીકાલે તેઓને ભુજ વિધાનસભા બેઠક પરના ફાળવાયેલા મતદાન બુથો પર ફરજ માટે રવાના કરાશે. દરેક મતદાન બુથ પર એક પ્રિસાઈડીંગ, એક પોલીંગ ઓફિસર ઉપરાંત બે મહિલા એફપીઓને ફરજ સોંપવામાં આવી છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર મહિલા અધિકારીઓને સ્થાનિકે જ ફરજ સોંપાઈ છે. ભુજ વિધાનસભા બેઠક પર ૩૦ર મતદાન મથકો પર આગામી તા. ૧ ડિસેમ્બરના સવારે ૮ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે. વધુમાં શ્રી બારહટે તમામ નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

નરેન્દ્રભાઈએ અંજારના કાર્યકર્તાનો જોમ-જુસ્સો વધાર્યો

0

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગઈકાલે અંજારમાં આવતા તેમને સ્વાગત માટે હેલીપેડ પર
શ્રી કિશોર ખટાઉ (માજી પ્રમુખ, અંજાર શહેર) દ્વારા કરવામાં આવ્યું હતું. જે ઉપરોક્ત તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.

અંજાર ભાજપના સનિષ્ઠ સક્રીય લોકસેવક કિશોરભાઈ ખટાઉને પક્ષના કામમાં સદાય સક્રીયતાથી લાગી રહેવાનો આપ્યો કોલ : બીએપીએસ જન્મશતાબ્દી મહોત્સવમાં અંજાર ભાજપના કાર્યકર્તાની સેવાભાવનાની સવાયા કચ્છી વડાપ્રધાને લીધી નોંધ

ગાંધીધામ : વિશ્વના સૌથી લોકપ્રીય જનનાયક અને ભારતના યશસ્વી વડાપ્રધાન સવાયા કચ્છી નરેન્દ્રભાઈ ગઈકાલે કચ્છના અંજારમાં ચૂંટણી જાહેરસભાને સંબોધન કરવા આવી પહોચ્યા હતા. નરેન્દ્રભાઈની સભામાં હકડેઠઠ જનમેદની ઉમટી હતી અને નરેન્દ્રભાઈએ પણ અહી કચ્છીજનો, ભાજપના કાર્યકર્તાઓમાં એક નવા જ જોમ-જુસ્સાનો સંચાર કરી દીધો છે તો કચ્છને પણ નરેન્દ્રભાઈની આ મુલાકાત બાદ કેસરીયા રંગનુ ઘેલું જ લાગ્યુ હોય તેવો વર્તારો ખડો થવા પામ્યો છે.દરમ્યાન જ નરેન્દ્રભાઈ મોદી સભાસ્થળે પહોચ્યા તે પૂર્વે હેલીપેડ ખાતે તેઓએ ઉપસ્થિત કાર્યકર્તાઓની સાથે સાહજીક રીતે જ ક્ષણિક મુલાકાત કરીને તેમની સાદગી તથા કાર્યકર્તાઓ પ્રત્યેની સંઘ ભાવનાના પણ દર્શન કરાવી દીધા હતા. હેલીપેટ ખાતે અંજારના સક્રીય કાર્યકર્તા તથા અંજાર શિક્ષણ સમીતીના પૂર્વ ચેરમેન સહિતના અલગ અલગ હેાદાઓ પર રહી અને ભાજપની યશકલગીઓમાં સદાય એક એક મોરપીંછ ઉમેરતા રહેતા કાર્યકર્તા કિશોરભાઈ ખટાઉની સાથે મુલાકાત કરી હતી. જયા કિશોરભાઈએ પક્ષમાં તેઓએ કરેલી સેવાઓ તથા હાલમાં અમદાવાદ ખાતે બીએપીએસના પ્રમુખસ્વામી મહારાજના ભવ્યાતિભવ્ય મહોત્સવમાં સેવાની જાણ કરતા નરેન્દ્રભાઈ ભાજપના કાર્યકર્તાની સેવા ભાવનાથી અભિભુત થયા હતા અને કહ્યુ હતુ કે, પક્ષની સેવામાં પણ સનિષ્ઠતાથી સક્રીયતા દાખવતા જ રહેજો. નરેન્દ્રભાઈની આ પ્રકારની કાર્યકર્તા પ્રત્યેની લાગણી-સાદગી-આત્મીયતા ચૂંટણીના સમયે ભાજપ તરફે ભારે બળ પુરનારી જ બની રહેશે તેમ કહેવુ અસ્થાને નહી કહેવાય.

દેશના વિકાસ માટે ‘કચ્છ મોડેલ’ પથદર્શક : મોદી

0

અંજાર ખાતે વિરાટ જનસમુદાયને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું ઉદ્દબોધન : કોંગ્રેસને કચ્છની ઘોર દુશ્મન ગણાવી કર્યા પ્રહારો : કચ્છના તમામ ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા કરી લાગણીસભર અપીલ

અંજાર : સવાયા કચ્છી એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે કચ્છની ધરતી પરથી ઉદ્દબોધન કરતા હોય ત્યારે તેમને સાંભળવા એ ખાસ લ્હાવો હોય છે. ભારતીય જનતા પાર્ટી જન – જનમાં લોકપ્રિય હોય તેવા પ્રભાવશાળી વકતાઓમાં મોદીજી મોખરે રહ્યા છે. આજે અંજારમાં વડાપ્રધાન મોદીએ વિશાળ જનસમુદાયને સંબોધન કર્યું હતું. પોતાના ઘપ મિનિટના ભાષણમાં મોદીજીએ કચ્છ પ્રત્યેના પોતાના ખાસ લગાવની ઝાંખી કરાવી હતી. વિનાશાક ભૂકંપ બાદ કચ્છના સર્વાંગી વિકાસનું વર્ણન કરવાની સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. નર્મદા યોજનામાં વિલંબ બદલ તેમણે કોંગ્રેસને કચ્છની ઘોર દુશ્મન ગણાવી હતી. તો બીજીતરફ તેમણે કચ્છના ભવિષ્યનું વિઝન પણ રજૂ કર્યું હતું. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છમાં થઈ રહેલા ક્રાંતિની વાત કરી હતી. તો આવનારા દિવસો ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે કચ્છ જિલ્લો દેશનું પથદર્શક બનશે. દેશનો સૌથી મોટો ગ્રીન હાઈડ્રોજન પ્રોજેકટ કચ્છમાં આવી રહ્યો છે. પર્યટન ક્ષેત્રમાં પણ કચ્છ જિલ્લો દેશ – દુનિયામાં આગવું સ્થાન ધરાવે છે. કચ્છના પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળોના થઈ રહેલા વિકાસની વાત માંડી હતી. પોતાના પ્રેરક ઉદ્દબોધનમાં તેમણે આવનાર રપ વર્ષ માટેની પરિકલ્પના વર્ણવી હતી. તો કચ્છવાસીઓને તેમણે પોતીકા સ્વજન ગણી મતદાનના દિવસે ભાજપની તરફેણમાં મતદાન કરવા લાગણીસભર અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ અંજારની ધરતીથી કચ્છના મારા ભાઇ-બહેનોને રામ રામ… કરતા સંબોધનની શરૂઆત કરી હતી. કચ્છની ધરતી કર્તવ્ય અને કૌશલ્યની ધરતી છે. આ સંકલ્પ અને ઇચ્છાશક્તિની ધરતી છે. ૨૦૦૧માં જયારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે કચ્છ સહિત આખુ ગુજરાતના જીલ્લા અને ગામ તબાહીના શિકાર બન્યા લોકો કહેતા કે કચ્છ મોતની ચાદર ઓઢીને સુતુ છે આ કચ્છ ફરી બેઠુ નહી થાય આ કચ્છની ખમીરવંતી પ્રજા અને સરકારની નીતીની જુંગલબંધીએ ફરી કચ્છ તેજ ગતીથી દોડે છે. ૨૦૨૨ની ચૂંટણી મહત્વપુર્ણ છે તેમાં પાંચ વર્ષનો નહી ૨૫ વર્ષનો નિર્ણય કરવાનો છે. વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ એટલે કચ્છની ઘોર દુશમન. કચ્છની પહેલી પ્રાથમિકતા પાણી હતી અને કચ્છમાં પાણી ન પહોંચે તે માટે ખેલ કરતા હતા તેમની જોડે દોસ્તી હતી. કચ્છને પાણી ન મળે તે માટે ષડયંત્ર થતું રોડા અટકાવવાનું કામ થતું. ભાજપ માત્ર વાતો નથી કરતું, એક વાર કહીએ તો કામ કરીને જ રહીએ. આજે કચ્છ દાડમ, ખૂજર, કમલમ, કચ્છની કેરી,એકસપોર્ટ કરતું થયું. આજે કચ્છની ખેતપેદાશ દુનિયામાં ડંકો વાગાડી રહી છે. ૨૦૨૩માં આખી દુનિયા મોટા અનાજના વર્ષની ઉજવણી કરશે અને બાજરી, જુવાર અને રાગીનો ડંકો વાગશે.સરકારે પશુપાલકોને થતા રોગચાળાને અટકાવવા ૧૪ હજાર કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યુ છે. જેમ મનુષ્યના આધાર કાર્ડ કાઠયા છે તેમ પશુઓને નંબર આપવાનું કામ કર્યુ છે અને તેમની માવજત કરવાનું કામ કર્યુ.કચ્છમાં આજે પર્યટનનો વિકાસ થયો છે. કચ્છમાં વધુમાં વધુ ટુરિસ્ટ આવે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. આજે કચ્છમાં ૫-જી આવી ગયું છે. ટુરિઝમ આવે એટલે કચ્છની આવક વધે. કચ્છમાં ત્રણ મહિનામાં પાંચ લાખ ટુરિસ્ટ આવે છે. સ્મૃતિવન એટલે આ ભૂજિયા ડુંગર એક જમાનામાં સુકો ભટ્ટ હતો પરંતુ મોદી સરકારના વિઝનથી ભૂજને કચ્છને નવું ફેફસુ મળ્યું છે.સ્મૃતીવન જીવનદાઇત્વ બને તેટલું મોટુ જંગલ બનાવ્યું છે અત્યાર સુધીમાં એક લાખ લોકો મુલાકાત કરી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં મુંબઇમાં જે ચોરસ ફુટના જમીનના જે ભાવ હોય તેના કરતા વધુ ભાવ છે. કંડલા ૨૫ વર્ષ પહેલા સાત કરોડ રૂપિયાનું એકસપોર્ટ થતું, આજે ત્યાથી ૯ હજાર કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થાય છે. મુંદ્રા દેશના કાર્ગો હેન્ડલીંગમાં નંબર એક પર પહોંચ્યુ છે. ગ્રીન હાઇડ્રોડનથી ભવિષ્યમાં કોર ચાલવાની છે અને ગ્રીન હાઇડ્રોજનનું મોટુ હબ કચ્છમાં બનાવાનું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા મોટી સંખ્યામાં કચ્છવાસીઓ સ્વયંભૂ ઉમટ્યા હતા. વિધાનસભા બેઠકના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, કેશુભાઈ પટેલ, અનિરૂદ્ધભાઈ દવે, પ્રધ્યુમનસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ વલમજીભાઈ હુંબલ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વાસણભાઈ આહિર, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ,પુર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં, કચ્છના પ્રભારી હિતશભાઇ ચૌધરી, કચ્છ જિલ્લાના મહામંત્રી શિતલભાઇ શાહ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ પારૂલબેન,પંકજભાઈ મહેતા, ધવલભાઈ આચાર્ય, પુનિતભાઈ દુધરેજીયા, ધનજીભાઈ હુંબલ, ભગીરથસિંહ જાડેજા, બીપીનભાઈ આહિર, મોહિત આહીર, રોહિત વિરડા,અરજણભાઈ રબારી, નરેન્દ્રસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, ગોવિંદભાઈ કોઠારી, ગોપાલભાઈ માતા, આશિષ ઉધવાણી, નરેશભાઈ મહેશ્વરી, રમેશભાઈ મહેશ્વરી, વસંતભાઈ કોડરાણી, ડેની શાહ, સંજય દાવડા, મનન
પોમલ, જાગૃતીબેન શાહ, નર્મદાબેન ઠક્કર,મનોજભાઈ મુલચંદાણી, રમેશભાઈ મહેશ્વરી, કૌશલ્યાબેન માધાપરિયા, સ્વતંત્રસિંહ મંત્રી શ્રી ઉત્તર પ્રદેશ, આહિર સમાજના અગ્રણી બાબુભાઈ, શંભુભાઈ આહિર, કાનાભાઈ જીવાભાઈ શેઠ, લક્ષ્મણસિંહ સોઢા, દીપકભાઈ રેલોન, ડોલર મહારાજ, આશિષ ઉદવાણી, અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવતીબેન પ્રજાપતિ, વિજય પલણ, બહાદુરસિંહ જાડેજા, માધાભાઈ આહીર, રણછોડભાઈ વાસણભાઈ આહીર, ત્રિકમભાઈ વાસણભાઇ આહીર, રાજભા રબારી, કિશોર ખટાઉ, મસુરભાઈ રબારી, કૃપાલસિંહ રાણા, જીગરદાન ગઢવી, જીતેન વ્યાસ, આકાશ કોડરાણી, વૈભવ કોડરાણી, મયુરભાઈ સીંધવ જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સવાયા કચ્છી પીએમ અંજારની સભામાં કચ્છીજનો સાથે ભરપુર લાગણીથી ખીલ્યા..!
– નરેન્દ્રભાઈ મોદી અંજાર સભામાં પહોંચ્યા તે વખતે મોદી-મોદીના ગગનભેદી નારા ગુંજી ઉઠયા હતા – નરેન્દ્રભાઈએ ર૦૦૧ના ભુકંપની યાદ તાજી કરી – નરેન્દ્રભાઈએ નર્મદાજળ, પ્રવાસન, રણોત્સવ, ધોરડો, જેસલતોરલ, મેકરણદાદા, ધેાળાવીરા, કાળો ડુંગર, બન્નીનું ધાસ, બન્નીની ભેંસ, સરહદી વિસ્તારનો વિકાસ, માંડવીના શ્યામજી કૃષ્ણવર્મા, ભુજીયો સ્મૃતીવન, અંજારમાં વીર બાળ ભુમિ સ્કારક, કંડલા-મુંદરા બંદર, ફાઈવ જી કનેકટીવીટી સહિતનાઓને કર્યા બાદ : મોદીજીએ કચ્છની મહીલાઓની સશકિતકરણ તથા પાણી સમીતીમાં બે દાયકા પૂર્વે કરેલી મદદનો ખાસ ઉલ્લેખ કર્યો

કચ્છને દુનીયાનું સૌથી મોટુ હાઈડ્રોજન હબ બનાવીશું : મોદી
ગાંધીનગર : મોદીજીએ અંજારમાં ક્ચ્છ માટે જે કેટલીક મહત્વપૂર્ણ વાતો કરી તેમાં હાલના સમયે કચ્છને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વીકસાવવાની નેમ દર્શાવી હતી તેઓએ કહ્યુ કે, આ હાઈડ્રોજન હબ ન માત્ર ભારત બલ્કે દુનીયાનું સૌથી મોટુ કેન્દ્ર બને તો નવી નવાઈ નહી કહેવાય.

મોદીજીએ કચ્છને સોપ્યું અંગત કામ
ગાંધીધામ : નરેન્દ્રભાઈ મેાદીએ અંજારની સભામાથી કચ્છ આખાયને છએ છ બેઠકો પર કમળ ખીલવવા તો અનુરોધ કર્યો જ તે ઉપરાંત એક અંગત જવાબદારી પણ આપી હતી અને તેઓએ કહ્યુ કે, સભામાંથી ઘરે જાવ એટલે ગામ-ઘરના વડીલોને કહેજો કે, આપણા નરેન્દ્રભાઈ આજે અંજાર આવ્યા હતા અને તમને પ્રણામ કહ્યા છે. વડાપ્રધાન નહી આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા તેમ કહેજો..

મંચ પરથી કચ્છની ખારેક બોલાતા જ સભામાં મુંછનાં મલકારાની હાસ્ય રમુજ ફરી વળી…!

કેરી-દાડમ અને ખારેકનો ઉલ્લેખ થતા જ મીઠીખારેક ખાનારાઓ અને ખવડાવનારાઓ સૌ કોઈમાં પડી ફા..ડ તો સભામાં લોકોએ પણ હળવી રમુજ માણી

ગાંધીધામ : વડાપ્રધાનશ્રીની અંજારની સભામાં નરેન્દ્રભાઈ પહોચે એ પહેલા કેટલાક ઉદ્યબોધન પ્રજાને ઝકડી રાખવાને માટે કરાયા હતા જે પૈકીના એક ઉદબોધનમાં કચ્છની ખેતી વીકાસની મહત્વપૂર્ણ વાતો કરવામાં આવી હતી. મંચ પરથી કચ્છની કેરી, દાડમ સહિતના વિષયોને અભ્યાસપૂર્વકની રજુઆતો થઈ હતી અને તે જ સીલસિલામાં કચ્છની ખારેકનો પણ ઉલ્લેખ કરાયો હતો, ત્યારે સભામાં ઉપસ્થિત કેટલાક શાણા શ્રોતાએ કચ્છની મીઠી ખારેક શબ્દને તાજી કરી અને આ શબ્દના ઉલ્લેખ થતા મુંછમાં એક બીજાને સામે જોઈને હળવી હાસ્ય રમુજની મોજ માણી હતી. આપણે સૌ જાણીએ છીેએ કે નલીયાકાંડ બાદ કચ્છની મીઠી ખારેક કયા વ્યંગમાં શબ્દપ્રયોગ કરવામાં આવતો હોય છે. બીજીતરફ કચ્છની મીઠીખારેક જેઓએ ચાખી હતી અથવા તો ખવડાવી-ચખાડી હતી તેઓમાં પણ આ શબ્દના ઉચ્ચાર બાદમાં સભામાં પ્રસરેલા ક્ષણિક હાસ્ય રમુજને જોઈને ફા..ડ પડવા પામી હતી.

મિશન ર૦રર : ભુજ-માંડવી વિધાનસભા વિસ્તારમાં એઆઈએમઆઈએમને ઐતિહાસીક જનસમર્થન…!

0

  • કોંગ્રેસના વધતા ધબકારાં : ભાજપની જીતનો માર્ગ મોકળો

લઘુમતી પ્રભાવ વાળી બેઠકો પર ઔવેસીની પાર્ટીના ઉમેદવારને ઠેર-ઠેર વિશાળ જનમેદની હાજર રહીને આપી રહી છે ઉમળકાભેર આવકાર : કોંગ્રેસની કમીટેડ વોટબેંકમાં પડી રહ્યા છે મોટા ગાબડા : ભાજપને માટે જીતની સર્જાઈ રહી છે ઉજળી તક

ગાંધીધામ : એઆઈએમઆઈએમના ભુજના ઉમેદવાર તથા માંડવીના ઉમેદવારને શહેરી અને ગ્રામીણ બન્ને વિસ્તારોમાં ઐતિહાસીક જનસમર્થન મળતુ હોય તેવો વર્તારો જોવાઈ રહયો છે. આ વખતે આ ઉમેદવારો આ બેઠક પર હાર-જીતના સમીકરણોમાં મહત્વપૂર્ણ અને ચાવીરૂપ ભૂમિકા ભજવી જાય તેમ ચિત્ર ઉભુ થાય તો પણ નવી નવાઈ નહી કહેવાય

  • ભુજમાં ઠેર-ઠેર એમ.આઈ.એમ.ના ઉમેદવારને મળતુ જનસમર્થન

ભુજ ખોજા સમા, કુંભાર સમાજ, ઘાંચી સમાજ અને બકાલી સમાજ સાથે મીટિંગ કરી : ડોર-ટુ-ડોર પ્રચારમાં પણ શહેરીજનો જોડાયા : કેમ્પ એરીયા-હિના પાર્કની સભામાં ભારે જનમેદની ઉમટી

ભુજ : ગુરુવારે વિધાનસભાની ચુંટણીનું મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષના ઉમેદવારોનો પ્રચાર કાર્યક્રમ અંતીમ ઘડીએ પહોંચ્યો છે અને પોતાના મતો ડાયવર્ટ કરવા માટે ચોગઠા ગોઠવી રહ્યા છે. ભુજ વિધાનસભા સીટ ઉપર એ.આઈ.એમ.આઈ.એમ. પાર્ટીના ઉમેદવારે ભુજના વિવિધ સમાજો સાથે બેઠક યોજી સમર્થન મેળવ્યું હતું, તો કેમ્પ એરીયા અને હીના પાર્ક ખાતે સભા બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી હતી.વિધાનસભા સીટ ભુજના ઉમેદવાર સકીલ સમાએ રવિવારે રાત્રે શહેરના કેમ્પ એરીયામાં સભા બોલાવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. કેમ્પ એરીયાના લોકોને મત આપવા અપીલ કરી હતી અને તેમના માટે ગમે ત્યારે ખડે પગે ઉભો રહેવાની વાત કરી હતી. સોમવારે ડોર-ટુ-ડોર પ્રચારનો પ્રારંભ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો જેમાં શહેરીજનોએ ભારે સમર્થન આપ્યું હતું. બપોર બાદ શહેરના વિવિધ સમાજો સાથે બેઠક યોજી હતી જેમાં સમાજના લોકોએ પણ મત આપવા સમર્થતા દર્શાવીને ભાજપ-કોંગ્રેસથી ત્રસ્ત થઈ ત્રીજા પક્ષ તરીકે એમ.આઈ.એમ.ને મત આપવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો. સકીલ સમાએ બપોર બાદ ભુજ ખોજા સમા, કુંભાર સમાજ, ઘાંચી સમાજ સાથે મીટિંગ કરી બાદમાં હીના પાર્ક-ચાર ખાતે બેઠક બોલાવી હતી. શહેરના ભીડ ગેટ બહાર વિસ્તારના લોકો માટે હીના પાર્ક-૪ ખાતે બેઠક બોલાવી હતી જેમાં આસપાસના વિસ્તારોમાંથી મતદારો ઉમટી પડયા હતા. તો બકાલી સમાજ ખાતે બોલાવાયેલી મીટીંગમાં સમાજના મોવડીઓએ સમાજના યુવાનને મત અપાવી તેની જીતમાં સહભાગી થવા તેમજ સમાજની એકતા દર્શાવવા સુચન કર્યા હતા. બકાલી સમાજનો યુવક જયારે વિધાનસભા સીટનો ઉમેદવાર હોય અને ત્રીપાંખીયા જંગમાં જીતના સંકેત દેખાતા હોય ત્યારે અન્ય પક્ષા-પક્ષી જોયા વગર સમાજના યુવકને પ્રોત્સાહન મળે તે રીતે વહેલી સવારે મતદાન કરી બાદમાં જેનું મતદાન બાકી હોય તેને એમ.આઈ.એમ.ની તરફેણમાં મતદાન કરાવવા માટે અપીલ કરાઈ હતી.

આજે બપોરે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરાયું
ગત સપ્તાહે એમ.આઈ.એમ. પક્ષના રાષ્ટ્રીય સંયોજક અસદ્દુદીન ઓવૈસીએ રોડ-શો કર્યો હતો, જેને ભારે જન સમર્થન મળ્યું હતું અને શહેરના જે માર્ગ પરથી બાઈક રેલી પસાર થઈ ત્યાંના લોકોએ સન્માન કરી ફુલહાર કર્યા હતા. આજે ભુજ વિધાનસભાના ઉમેદવાર સકીલ સમા દ્વારા મુખ્ય કાર્યલયથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

  • એમ.આઈ.એમ. માંડવી-મુન્દ્રાના ધારાશાસ્ત્રી ઉમેદવારને શહેરી વિસ્તારમાં ભારે સમર્થન

ગાંધીધામ : ગત સપ્તાહે માંડવી ખાતે એમ.આઈ.એમ.ના રાષ્ટ્રીય સંયોજક વિધાનસભા સીટના ઉમેદવાર અને સ્વચ્છ છબી ધરાવતા ધારાશાસ્ત્રી ઉમેદવાર માટે સભા કરી હતી. ઓવૈસીની સભા બાદ પાર્ટીના કાર્યકરોમાં ભારે જુસ્સો આવ્યો હતો અને માંડવી-મુન્દ્રા શહેર તેમજ ગામડાઓમાં પ્રચાર-પ્રચાર કાર્યકમ યોજયા હતા. શહેરી વિસ્તારોમાં ધારાશાસ્ત્રી ઉમેદવારને ભારે જન સમર્થન મળ્યું હતું. માંડવી-મુન્દ્રા વિધાનસભા ઉમેદવાર ઈકબાલ માંજલીયાએ પોતાના કાર્યકરો સાથે વિધાનસભા વિસ્તારમાં પ્રચાર-પ્રસાર કાર્યક્રમને વેગવંતુ બનાવ્યો છે. ધારાશાસ્ત્રી અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારને મત આપી ત્રીપાંખીયા જંગમાં વિજયી બનાવવા માટે રાષ્ટ્રીય સંયોજક અસદ્દુદીન ઓવૈસીએ માંડવીમાં પોતાની સભા દરમિયાન મતદારોને અપીલ કરી હતી. ઓવૈસીની સભા બાદ કાર્યકરોમાં ભારે જુસ્સો વધ્યો હતો અને માંડવી-મુન્દ્રા શહેરી વિસ્તારો તેમજ ગામડાઓમાં પ્રચાર શરુ કર્યો હતો. ધારાશાસ્ત્રી ઈબકાલ માંજલીયા, હનીફ જત સહિતના કાર્યકરો એમ.આઈ.એમ.ને મત આપી ત્રીપાંખીયા જંગમાં વિજયીટ્ઠ બનાવવા માટે મતદારોને અપીલ કરી હતી. મુંન્દ્રા શહેરમાં ઠેર-ઠેર ડોરટુડોર પ્રચાર કરાયો હતો તો સાથે સાથે સુખપરવાસ, મહેશનગર તેમજ મુન્દ્રા-બારોઈ નગરપાલિકા વિસ્તાર અને કાંઠાવાળા નાકે પાર્ટીના કાર્યકરો મતદારોને રીઝવવા માટે રુબરુ મુલાકાત કરી હતી. બીજી તરફ, રાત્રીના સમયે ઉમેદવાર અને પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ-ભાજપના મતમાં ગાબડુ પાડવા માટે બારોઈ અને કાંઠાવાળા નાકા ખાતે પોકેટ મીટિંગ કરી મત એમ.આઈ.એમ.ના સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવાર ઈકબાલ માંજલીયાને આપવા માટે અપીલ કરી હતી.નોંધનીય છે કે, મુન્દ્રા શહેરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની સાથે સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ચુંટણીના મેદાનમાં ઉતર્યા છે ત્યારે મુસ્લિમ સમાજની વોટબેંકને એમ.આઈ.એમ. તરફ વાળવા માટે ઉમેદવાર અને કાર્યકરો મહેનત કરી રહ્યા છે. માંડવી મુન્દ્રા વિધાનસભા સીટ ઉપર મુસ્લિમ મતદારોની સંખ્યા નોંધપાત્ર છે ત્યારે ત્રીપાંખીયા જંગમાં મુસ્લિમ ઉમેદવારને તમામ મુસ્લિમ સમાજ એકતરફી મતદાન કરે તો મુસ્લિમ ઉમેદવાર વિજેતા બની શકે તેવી વાત સમાજ સમક્ષ મુકીને વધુને વધુ સંખ્યામાં મતદાન એમ.આઈ.એમ. તરફે થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.

લુણીના પીરસાહેબના મુરીદ હોવાથી એકતરફી મતદાનની શકયતા
માંડવી-મુન્દ્રાના વિધાનસભાના ઉમેદવાર ઈકબાલ માંજલીયા લુણીના પીર સાહેબના સાચા મુરીદ છે અને તેમની પ્રેરણાથી જ ઈકબાલ માંજલીયા દરેક કામ આગળ હાથ ધરતા હોય છે. ત્યારે માંડવી મુન્દ્રા વિધાસનભા સીટ ઉપર તેમના મુરીદ ઉભા રહ્યા હોવાથી એકતરફી મતદાન થવાની શકયતા સેવાઈ રહી છે. બીજી તરફ ઓવૈસીએ પ્રથમ વખત માંડવી આવી ઈકબાલ માંજલીયાને મત આપવા માટે અપીલ કરતા યુવા કાર્યકરોમાં ભારે જુસ્સો વધ્યો છે.

વાગડની કેનાલમાંથી ત્રીજા દિવસે એક સગીરની લાશ મળી

0

વ્હાલસોયાનું મો જોવાની રાહમાં માતા- પિતા સહિત પરિવાર કેનાલ પાસેથી હટયો નથી : આખરે કલેકટર ઘટના સ્થળે દોડી જતાં અન્ય બે સગીરને શોધવા માટે સાયફન ખાલી કરવાનો નિર્ણય લેવાયો

ભચાઉ : અહીં લોધેશ્વર સંપ પાસે કેનાલમાં ન્હાવા ગયેલા પાંચ બાળકો પૈકી બેનો બચાવ થયો અને ૩ કેનાલમાં હોઈ સતત શોધખોળ કરવામાં આવી રહી છે, ત્યારે ત્રીજા દિવસે એક બાળકની લાશ મળતાં પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો. હજુ પણ બે સગીર કેનાલમાં હોઈ તેમનો પત્તો મેળવવા માટે સાયફન ખાલી કરવાનો નિર્ણય લેવાયો છે. ડૂબી ગયેલા બાળકો પૈકી વિવેક ચૌહાણનો મૃતદેહ લોધેશ્વર નજીક સાયફનમાંથી મળી આવ્યો હતો, જયારે આલોક પંડિત અને પ્રિન્સ ઓઝા હજુ લા પત્તા છે. ત્યારે એનઆરએફની ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે દરમિયાન કલેકટર દિલીપ રાણા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સાયફનમાંથી લાશ મળી હોઈ સાયફન ખાલી કરવાનો નિર્ણય લેવાયો હતો. એક બાળકની લાશ બહાર લવાઈ ત્યારે પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સૌ કોઈ ગમગીન બની ગયા હતા.

ભુજીયા તળેટીમાં શ્રમીકનો ફોન ઝુંટવી લેવાયો

0

ભુજ : શહેરની ભાગોળે ભુજીયા રીંગ રોડ ચાર રસ્તા પાસે મહિલાએ રાજકોટના શ્રમીક પાસેથી મોબાઈલ લુંટી લઈ ચોરી કરી નાસી જતા બી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બી ડિવિજન પોલીસ મથકે જગદીશ મેમરભાઈ ચૌહાણ (રહે. રાજકોટ)વાળાએ રુબીના બુઢા ઈસ્માઈલ મીયાણા (રહે. ભુજીયા રીંગ રોડ તળેટી)વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે મહિલા આવી વીવો કંપનીનો છ હજારની કિંમતનો ફોન ઝુંટવી ચોરી કરી નાસી છુટી હતી. નોંધનીય છે કે, અગાઉ અનેક વખત મોબાઈલ લુંટી નાસી જવાના બનાવ બન્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.

ગાંધીધામમાં મહેશ્વરી સમાજવાડી અને ભારતનગરમાં મારામારી

0

ગાંધીધામ : શહેરમાં મહેશ્વરી સમાજવાડી અને ભારતનગરના મંદિર પાસે મારામારી થઈ હતી, દિપેશ ચૌહાણે જણાવ્યું હતું કે, અગાઉ ફટાકડા સ્ટોલ બાબતે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખીને આરોપી સુમીત શૈલેષ સથવારા, વિજય શૈલેષ સથવારા, સાહિલ સુરેશ સથવારા, અર્જુન નાગજી ગઢવીએ છરી અને ધોકા વડે માર માર્યો હતો. તો મહેશ્વરી સમાજવાડી પાસે બનેલી ઘટના અંગે ખુશીબેન વેલજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું. આરોપી રવિ નારણ માતંગ, રવિ અભુ માતંગ, કરણ નારણ માતંગ, નરેશ વેરશી માતંગે લગ્ન પ્રસંગમાં ગરબા રમવા બાબતે ડખ્ખો કરી ઘરમાં દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો. ઝપાઝપી કરી છરી મારતા દાઢીના ભાગે લોહી નિકળી આવ્યા હતા. જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.