Home Blog Page 2

લોકશાહી મહાપર્વ : કચ્છના ૧૬.૩૪ લાખ મતદારો મત‘દાન’ માટે સજ્જ

0

આવતીકાલે સવારે આઠ વાગ્યાથી આરંભાશે મતદાનનો ધમધમાટ : જિલ્લાની છ વિધાનસભા બેઠકના ૮,૪૪,૪૮૮ પુરૂષ અને ૭,૯૦,૧૭૪ મહિલા મતદારોમાં ભારે ઉત્સાહ : આજે કતલની રાત : અનેક ઓપરેશનો પડશે પાર

ભુજ : લોકશાહીના મહાપર્વ સમાન વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે ૧ ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. રાજ્યની ૮૯ બેઠકોની સાથોસાથ કચ્છની છ બેઠકોનું પણ પ્રથમ તબક્કામાં સમાવેશ કરાયો હોઈ જે અંતર્ગત જિલ્લાની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા બેઠક પર આવતીકાલે મતદાન યોજાશે. મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોઈ વહીવટી તંત્રના હાથમાં આવી ગઈ છે. લોકશાહીના મહા ઉત્સવ એવા ચૂંટણી પર્વમાં મતરૂપી આહૂતિ આપવા માટે કચ્છના ૧૬.૩૪ લાખ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાતાઓને કોઇ મુશ્કેલી ન પડે અને શાંતિપૂર્ણ મતદાન થાય તેના માટે તંત્ર સજ્જ બન્યું છે.આ અંગેની વિગતો મુજબ ગુજરાતની પ્રથમ ક્રમની અબડાસા બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી અને સબળ અપક્ષ ઉમેદવારે પણ ચૂંટણી જંગમાં જંપલાવ્યું હોઈ ચોપાખીયા જંગની સ્થિતિ વચ્ચે છેલ્લી ઘડીએ આપના ઉમેદવારે પીછેહઠ કરી ભાજપને સમર્થન આપી દીધું છે. જો કે હજુય અબડાસા બેઠક પર સબળ અપક્ષ ઉમેદવાર મેદાનમાં હોઈ ભાજપ – કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે મજબુત રસ્સાકસ્સીની સ્થિતિ જોવા મળી રહી છે. માંડવી બેઠકની વાત કરીએ તો આ બેઠક પર આમ આદમી પાર્ટીની સૌ પ્રથમ એન્ટ્રી થઈ હતી. આપે પોતાના ઉમેદવારને વહેલા જાહેર કરી દેતા તેમના દ્વારા આગોતરો જ પ્રચાર શરૂ કરી દેવાયો હતો.હાલે આ બેઠક પર ત્રિપાંખીયા જંગ સમાન સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચાર – પ્રસાર એક બીજાને જરા સરખી પણ મચક આપી રહ્યા ન હોઈ આ બેઠક પર મતદારો કોના તરફ વધુ જોક દર્શાવે છે તે જોવું રસપ્રદ બની રહેશે. તો આ બેઠક પર એઆઈએમઆઈએમ પાર્ટીએ પણ પોતાના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જિલ્લા મથક ભુજમાં ત્રિપાંખીયો નહીં પણ ચતુષ્કોણીય જંગ ખેલાયો હોઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પટેલ ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર લઘુમતી મતદારો સૌથી વધુ હોવાથી એઆઈએમઆઈએમના પ્રદેશ કક્ષાના હોદ્દેદાર મેદાને હોઈ લઘુમતી સમાજના મતોનું ધ્રુવીકરણ હાર-જીતના પાસાઓ ફેરવી શકે તેમ છે. જિલ્લાના ઐતિહાસિક શહેર એવા અંજાર વિધાનસભાની બેઠક પર બે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા આહિર ઉમેદવારોને મેદાને ઉતારાયા છે. તો આમ આદમી પાર્ટીએ રબારી સમાજને તક આપી છે. આ બેઠક પર આહિર મતદારો ચાવીરૂપ ભૂમિકામાં હોઈ તેઓના મત કબજે કરવા ભાજપ, કોંગ્રેસના ઉમેદવારની સાથોસાથ પક્ષના મોવડીઓ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામની અનામત બેઠક પર ભાજપે રીપીટ થીયરી અપનાવી છે તો કોંગ્રેસે સેવાભાવી અને ઉદ્યોગપતિ ઉમેદવાર પર કળશ ઢોળ્યું છે. તો આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારને મેદાને ઉતાર્યા હોઈ જ્ઞાતિવાઈઝ સમીકરણ તેમજ પંચરંગી મતદારોના મત જેના તરફ ઢળશે તે ઉમેદવાર આ હાઈ પ્રોફાઈલ બેઠક પર કબજો કરશે. જિલ્લાની છઠ્ઠા ક્રમની એવી રાપર બેઠક પર ભાજપ – કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હાઈ વોલ્ટેજ જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. બન્ને મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ પ્રચાર – પ્રસારમાં કોઈ કસર રાખી ન હોઈ આ બેઠક પર હાલે કચ્છભરની નજર મંડરાઈ છે. ગઈકાલ સાંજથી જાહેરસભા, બાઇક રેલી સહિતનો પ્રચાર – પડઘમ શાંત થયા બાદ રાજકારણ ડોર ટુ ડોર, ખાટલા બેઠક અને સોશિયલ મીડિયા આધારિત શરૂ થઈ ગયું છે. આવતીકાલે સવારે આઠ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે. જિલ્લા ચૂંટણી અધિકારી સહિતનું ચૂંટણી તંત્ર મતદાનની વ્યવસ્થા માટે સંપૂર્ણ સજ્જ બની ચૂક્યું છે.આજે કતલની રાત હોઈ રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો પોત પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે વિરોધીઓને હળવા કરવા તેમજ મતો કબજે કરવા માટે શામ, દામ, દંડ, ભેદની નીતિ રીતિ અખત્યાર કરવામાં જરા સરખીય પાછી પાની નહીં કરે. આ ઉપરાંત જે તે વિસ્તાર, સમાજના આગેવાનોની બોલબાલા અને તેઓ સાથે રહેલા મતોના વજન પ્રમાણે નાણાની કોથળીઓ પણ ઢીલી કરવામાં આવશે. જે ઉમેદવારો આજે રાત્રે ખેલ પાડવામાં સફળ થશે તેઓ તરફે આવતીકાલે મતદાનનો જોક વધુજોવા મળે તો પણ નવાઈ નહીં.

કચ્છની ૬ બેઠક માટે પપ ઉમેદવારના ભાવિ થશે ઈફસ્માં સીલ

ભુજ : ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજવાની છે. જેના પ્રથમ તબક્કામાં કચ્છ સહિત રાજ્યના ૧૯ જિલ્લાની ૮૯ બેઠક માટે આવતીકાલે પહેલી ડિસેમ્બરે મતદાન યોજવાનું છે. કચ્છની છ બેઠકો પર ૧૯ અપક્ષ ઉમેદવાર સહિત પપ ઉમેદવારો મેદાને હોઈ તેઓના ભાવિ આવતીકાલ સવારથી ઈવીએમમાં કેદ થવા લાગશે. કચ્છની છ વિધાનસભા બેઠક માટે તંત્ર દ્વારા ૧૮૬૧ મતદાન મથકો ઉભા કરાયા છે. કચ્છના ૧૬,૩૪,૬૭૪ મતદારો નોંધાયેલા હોઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે વહીવટી તંત્રની સાથોસાથ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

રાપરમાં હાઇ પ્રોફાઈલ જંગઃ તમામની નજર રહેશે

ભુજ : કચ્છની છ વિધાનસભા બેઠકો પૈકી રાપર બેઠક પર સૌની નજર વધુ પ્રમાણમાં મંડરાયેલી છે. આ બેઠક પર ભાજપ તરફથી માંડવી-મુંદરા ધારાસભ્ય મેદાને છે તો સામે કોંગ્રેસ તરફે વર્તમાન ધારાસભ્યના પતિ ચૂંટણી લડી રહ્યા હોઈ બે બળિયા ઉમેદવારો સામ સામે ચૂંટણી જંગમાં હોતા પ્રચાર – પ્રસારમાં પણ તેની અસર જોવા મળી છે. વાગડ પંથકના હજારો મતદારો ધંધા – રોજગાર અર્થે મુંબઈ સહિતના સ્થળોએ સ્થાયી થયા હોઈ તેઓ પણ પોતાના મતદાધિકારનો ઉપયોગ કરવા માટે માદરે વતન પહોંચી આવતા તેઓને રીઝવવા માટેના અંતિમ ઘડીના પ્રયાસો તેજ બનાવી દેવાયા છે. આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે મતદાનની ટકાવારી ઉંચી રહે તે માટે બન્ને મુખ્ય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે.

એસજીએસટી-એટીએસના દરોડા : ગાંધીધામના પાંચ ભંગારના વેપારીઓ ભુગર્ભમાં : કરચોર તત્વોમાં ફફડાટ

0

  • ટીમ શ્રી જોષીયારા-શ્રી પ્રજાપતિની લાલઆંખ

માત્ર બોગસ બીલો બનાવી આઈટીસી ઉસેડનારાઓની સામે સ્ટેટ જીએસટીની ઝુંબેશરૂપ કડક કાર્યવાહી સરાહનીય..

અમારા તબક્કેથી કાર્યવાહી કરાઈ છે, પાંચ ફર્મ માત્ર કાગળ પર જ ચાલતી હોવાનુ સામે આવ્યુ છે, સ્થળ પર ટીમ ત્રાટકી હતી, શખ્સો ફરાર થઈ ગયા છે, સમન્સ પાઠવી તેડા મોકલાશે, રજુ નહી થાય તો રજીસ્ટ્રેશન નંબર રદ કરી દેવાશે અને વસુલાત કરવામાં આવશે : નાયબ વાણિજય વેરા કચેરી, ગાંધીધામ

ગાંધીધામ : કેન્દ્ર સરકાર દ્વારા ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો જે લાભ વેપારીઓને અપાય છે તેનો કેટલાક ભેજાભાજ તત્વો માત્ર અને માત્ર ગેરલાભ જ ઉઠાવતા હોય તેમ કાગળ પર જ વસ્તુઓની લે-વેંચ દેખાડી અને બોગસ કંપનીઓ ઉભી કરી અને આઈટીસીના કરોડો રૂપિયા ઉસેડી લેતા હોય છે. તેવા તત્વો પણ રાજયના આતંકવાદ વિરોધી દળ તથા સ્ટેટ જીએસટી દ્વારા ધડાધડ રાજયવ્યાપી દરોડા પાડવામા આવ્યા હતા અને કચ્છમાં પણ ફરીથી આ દરોડાનો દોર ગઈકાલ સાંજથી હાથ ધરવામાં આવ્યો હતો. ગાંધીધામના જીએસટીના રેન્જના અધિકારી તથા નાયબ વાણિજય વેરા કચેરીના અધિકારીશ્રીઓની ટીમ દ્વારા પણ આ તપાસ શર કરવામા આવતા જ ગાંધીધામના પાંચ જેટલા સ્ક્રેપના આ વેપારીઓ ભુર્ગભમાં જ ઉતરી ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે તો વળી બીજીતરફ કરચોર તત્વોમાં ભારે ગભરાટ વ્યાપી ગયો હોવાનુ સામે આવવા પામી રહ્યો છે. બીજીતરફ આ બાબતે ગાંધીધામ નાયબ વાણિજય વેરા વિભાગની કચેરીના જવાબદારોને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, ઉપલા સ્તરેથી મળેલી સુચનાઓ અનુસાર એટીએસની ટીમને સાથે રાખી અને ગાંધીધામમાં પણ પાંચ જેટલા સ્ક્રેપના ભંગારના વેપારીઓ પર તપાસ શરૂ કરી છે.આ પેઢીઓ વાસ્તવિક રીતે કોઈ પણ પ્રકારના મુદામાલની ખરીદી કર્યા વિના જ બોગસ બીલો મેળવી અને સરકારની આઈટીસીની રકમ ઉસેડતા હોવાનુ પ્રાથમિક રીતે બહાર આવ્યુ છે. આ તમામને નિવેદનો માટે બોલાવવા તથા સ્થળ પર જઈ તપાસ કરતા તેઓ ફરાર થઈ ગયા હોવાનુ માલુમ પડયુ છે.હવે આ તમામની સામે સમન્સ પાઠવવા સહિતની કાર્યવાહી હાથ ધરવમા આવશે અને જો રજુ નહી થાય તો તેમની કંપનીના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે જેથી કરીને જેટલી પણ આઈટીસી મેળવાઈ હોય તે આપોઆપ રદ થવા પામી શકે.બીજીતરફ ગાંધીધામ સંકુલમા ંઆ ફરાર શખ્સોને પકડવાની દીશામાં એટીએસની ટુકડી પણ તેમની મશીનરી સાથે કામે જ લાગેલી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે.

તંત્રની સંકુલના વેપારીને નમ્ર અપીલ
સાચાર વેપારીઓ ચેતે : આઈટીસીના બોગસતત્વો પાસે ઝાડ નથી ઉગતાં..!
ગાંધીધામ : માત્ર કાગળ પર જ કંપનીઓ ખોલી, વહીવટી પ્રક્રીયાઓ પુરી કરી, કાગળ પર જ માલ-લે-વેંચનુ દેખાડી તે પેટેના બોગસ બીલો મેળવી અને સરકારની ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવનારા તત્વો એક પછી એક ખુલ્લા પડવા પામી રહ્યા છે. પરંતુ તેમાં ફસાવવાનુ કેટલાક સાચા વેપારીઓને આવી જાય છે. જેઓ પાસેથી બોગસ બીલો લેવાયા હશે તે વેપારીઓને પણ અહી મુશ્કેલી હવે વેઠવાનો વારો આવશે. બોગસ આઈટીસી કોઈએ ખાધી અને કમીશન પર કે અન્યત્ર જે સમજુતીથી વેપારીઓને આ તત્વો સીશામાં ઉતાર્યા હશે તેઓને પણ હવે ભોગવવાનો વારો આવશે. એટલે ખરેખર જે વેપારી પ્રમાણિકતાથી વેપાર કરે છે તેઓએ આવા તત્વોથી સાવધાન રહેવાની જરૂર છે.

આ રહ્યા ગાંધીધામના કરચોર ભંગારીયાના નામ-ઠામ…નો એકસરે..!
• હરીએામ એન્ટરપ્રાઇજ-સેકટર ૯-એ
• ઉજજવલા એન્ટરપ્રાઇઝ- સેકટર ૯-એ, સાંઈરામ ટાવર
• મહાદેવ ઈમ્પેક્ષ પ્લોટ ન.૩૧૭ સોનાલી કોમ્પલેક્ષ

આદિપુરના એસઆરસી પ્લોટમાં મંદિર બનાવવાની ગતિવિધિ સામે ફરિયાદ કરાઈ

0

ભીલ સમાજે કહ્યું એસઆરસીના કોન્ટ્રાકટરે મૂર્તિને લાત મારી ધાર્મિક લાગણી દુભાવી, જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી જમીન નહીં છોડાય

ગાંધીધામ : જોડિયા શહેરના વિકાસ સાથે જોડાયેલ જી-સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એસઆરસી)ના પ્લોટમાં દબાણ કરી મંદિર બનાવવાની ગતિવિધિ થઈ હતી. જેની સામે ફરિયાદ કરવામાં આવી છે.એસઆરસીના મેનેજર દિલીપ રામચંદ કરનાએ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સમક્ષ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, એસઆરસીનું કામ આદિપુર અને ગાંધીધામ જમીનની ફાળવણી જાળવણી અને સુવિધા વિકાસાવવાનું છે. જો કે ગત ર૯મી તારીખે આ સ્થળે ટોળુ ભેગું થયું અને તેઓ મોટા પ્લોટમાં જમીન વાળીને મંદિર ઉભુ કરવાની તજવીજ કર મૂર્તિ મુકવા જતા હતા. ત્યારે પોલીસ આવી જતાં તેઓને રોકવામાં આવ્યા હતા. આ પ્લોટ ભારત સરકાર હસ્તક હોઈ આ રીતની કન્નડગત અટકે અને દબાણ રોકવા માટે બંદોબસ્ત મળે તેવી માંગણી કરાઈ છે.આ બાબતે સામા પક્ષ આદિવાસી ભીલ સમાજ ટ્રસ્ટ ગાંધીધામના પ્રમુખ ઓમ પ્રકાશ વાઘેલાએ જણાવ્યું હતું કે, સમાજની વર્ષો જૂની માંગણીને એસઆરસી દ્વારા દરકાર ન લેવાતાં સમાજના લોકોમાં અસંતોષ હોઈ નાનું મંદિર બનાવવા માટે મૂર્તિ રાખી હતી. જેને એસઆરસીના કોન્ટ્રાકટરે લાત મારતા ધાર્મિક લાગણી દુભાઈ છે. જયાં સુધી સમાજની માફી માંગવા નહીં આવે ત્યાં સુધી જમીન છોડશું નહીં અને અન્ય સમાજની સાથે ભીલ સમાજને પણ પ્લોટ ફાળવાય તેવી માંગણી કરવામાં આવી છે. જેથી હવે એસઆરસી દ્વાર કેવું વલણ અપનાવાય છે તે જોવું રહ્યું.

એસઆરસીને હાથના કર્યા હવે હૈયે વાગ્યા..!

અગાઉ કબ્જો કરો, અને વ્યવસ્થામાં જમીન બેસાડી લ્યોની વરસો જુની એસઆરસીના અમુક તત્વોની
સિન્ડીકેટનું કૃત્યુ હવે કાયદો કડક આવી જતા નડતો હોવાનો વર્તારો : જાણકારોની લાલબત્તી

ગાંધીધામ : એસઆરસી ગાંધીધામ સંકુલમાં સમયાંતરે વિવાદનો મધપુડો છંછેડતી અવસ્થામાં આવી જ જાય છે. હાલમાં પણ જયારે વિવાદ થયો છે ત્યારે જાણકારો કહી રહયા છે કે, એસઆરસીને માટે હાથના કર્યા હૈયે વાગવાની સ્થિતી સર્જાઈ છે. જાણકારો કહી રહ્યા છે કે, એસઆરસીના જ અમુક ચકચારી તત્વો દ્વારા અગાઉથી આડેધડ જમીનો પર કબ્જો કરો અને અમારી પાસે આવો, કાયદાનો છટકબારીઓથી તે કબ્જાગ્રસ્ત પ્લોટને રેકર્ડ પર વ્યવસ્થામાં ગોઠવી દઈશુની જે રીતીનીતીઓ ચાલી આવી છે તે જ હવે નડતરરૂપ બની જવા પામી છે. હવે કાયદો કડક આવી ગયો હોવાથી આ ગોઠવણો થઈ શકે તેમ નથી. જાણકારો કહે છે કે, એસઆરસીના જે પ્લોટસ ગેરકાયદેસર કબ્જાગ્રસ્ત બન્યા છે તે માથે રહીને અમુક જવાબદારો દ્વારા જ કરાવાયા હોવાની ચર્ચાઓ સામે આવવા પામી રહી છે.

ત્રિકમભાઈ છાંગા એટલે ખરા જનસેવકનો શ્રેષ્ઠ દાખલો

0

  • આજના રાજકારણમાં આવા નરબંકા ઓછા જોવા મળે..!

સાદગીસભર લોકસેવકની પ્રતિભા-નખશીખ જનસેવાના ગુણને વરેલા ત્રિકમભાઈને ઠેર-ઠેરથી મળ્યો છે આવકાર

અંજાર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ત્રિકમભાઈ પ્રત્યે મતદારોનો મોટો ઝુકાવ : વીઆઈપી કલ્ચરથી દુર રહેનારા, ચપ્પલ પહેરીને તથા બસમાં મુસાફરી કરનારા અને આમપ્રજાજનોની વચ્ચે સાદગી સભર વ્યકિતત્વની છબી ધરાવનારા ત્રિકમભાઈ છાંગાને એતિહાસીક લીડથી વિજયી બનાવવા અંજાર વિધાનસભાના મતદારોનો એકતરફી વલણ

સૌનો સાથ-સૌનો વિકાસ-સોનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આત્મનિર્ભર ભારત-મકકમ કચ્છ-ગુજરાત, ભરોસાની ભાજપ સરકાર સહિતના સુત્રો ત્રિકમભાઈની કાર્યશૈલી-છબીમાં અક્ષરસ મતદારોને થાય છે દ્રશ્યમાન..!

૩૪ વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા બજાવનાર એક અચ્છા કેળવણીકારની છબી વિકસાવનારા, શાળાના આચાર્યપદથી લઈ અને તાલુકા-જિલ્લા પંચાયતમાં ટોંચના પદ પર બિરાજમાન થવાની સાથે જ ભારત સરકારના કોલસામંત્રાલયમાં એનસીએલમાં ડાયરેકટર પદ સુધી બિરાજમાન થનાર ત્રીકમભાઈ બીજલભાઈ છાંગાને સમગ્ર વિધાનસભા વિસ્તારમાથી મળ્યો છે અભૂતપૂર્વ પ્રતિસાદ

૫થ કા અંતિમ લક્ષ નહીં સિહાસન ચડતે જાના, સબ સમાજકો લીયે સાથ મે આગે બળતે જાના : અંજારના મતદારોને ત્રિકમભાઈના અભૂતપૂર્વ વિશ્વાસ

ત્રિકમભાઈ તુમ આગે બડો – હમ તુમ્હારે સાથ હૈ : અંજારનો એક સૂર

ગાંધીધામ : બોલવાનું ઓછું, અને કરી બતાવવાનું વધારે રાખવુ, કેમ કે, માણસોને સાંભળવાનું ઓછુ અને જોવું વધારે ગમે છે..આવી જ ગુજરાતી સાહિત્યની પંકિતને સારી રીતે ચરીતાર્થ કરનાર અને અન્યોને પણ આ જ રીતે વર્તવાની દીશામાં અંજાર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા પ્રેરણા આપી રહ્યા છે તેમ કહેવુ કદાચ જરા સહેજ પણ અતિશયોકિતભર્યુ નહી ગણાય. ગુજરાતમા ંપ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને રાજયની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાં કચ્છની પણ છનો સમાવેશ થઈ રહ્યો છે. આવતીકાલે આ તમામ બેઠકેો પર મતદાન થવાનુ છે. ત્યારે લોકોમાં પણ લોકશાહીના મહાપર્વને ઉજવવા અનેરો થનગનાટ જોવાઈ રહ્યો છે તે દરમ્યાન જ આજે કચ્છની છ એ બેઠકોમાં આ વખતે સૌથી વધારે ધ્યાન જે બેઠક પરના ભાજપના ઉમેદવાર ધ્યાન ખેંચી રહ્યા છે તેવી અંજારની બેઠકના ત્રિકમભાઈ છાંગાની વાત-ચર્ચાઓ જીલ્લાભરના રાજકીય બેડામાં હવે વિશેષ થવા પામી રહી છે.રાજકારણી હોય અથવા તો મોટી રાજકીય ચુંટણી લડાતી હોય તો તામ-જામ પણ એટલા જ મોટા હોય, આવા પદની ચૂંટણીઓ લડનારા ઉમેદવારો પણ વિશેષ વીઆઈપી સુવિધાઓનો રૂઆબ ધરાવતા જ હોય છે. પરંતુ અંજારની બેઠકના ભાજપના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગા કંઈક અલગ જ માટીના બનેલા હોય તેમ ધારાસભ્યની ચૂંટણી લડતા પહેલા પણ તેઓને પક્ષે અનેકવીધ ઉચ્ચ સારા પ્રતિષ્ઠીત પદોએ લોકસેવાની તક આપી છે અને તે તમામને ત્રિકમભાઈ છાંગાએ બખુબીથી ન માત્ર નિભાવી છે બલ્કે એક સાચા અને અદના સામાન્યજનના સેવકના વર્તન વલણથી તેઓએ આ તમામ પદે સેવાઓ બજાવી છે.અને એટલે જ રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે કે, આવા જાહેરજીવનના લોકસેવક ખુબ જ ઓછા જોવા મળે છે. ત્રિકમભાઈ ન માત્ર ખુદ શિક્ષિત છે બલ્કે શિક્ષક તરીકે તેઓએ ત્રણ દાયકા કરતા વધુ સમય સુધી સક્રીય સેવાઓ બજાવી હોવાથી ભારતના રાષ્ટ્રીય ચારિત્રય નિર્માણમાં ત્રિકમભાઈનું યોગદાન અનેરૂ રહેવા પામ્યુ છે. આ અંગે સહેજ વિગતે વાત કરીએ તો શિક્ષણજગતથી જોડાયેલ કેળવણીકાર એવા ભાજપના સનિષ્ઠ કાર્યકર્તા કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ચાર-અંજાર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે.
ગુજરાત – કચ્છના રાજકારણમાં આવા લોકસેવક ઝુજ જ કહી શકાય તેટલા હશે. ત્રીકમભાઈ સાદગી અને જનસેવાના સમર્પણનો શ્રેષ્ઠ દાખલો કહી શકાય તેમ છે. ચપ્પલ પર ફરનારા અને ગણીવખત આમપ્રજાજનોની સાથે સરકારી વાહનોમાં પ્રવાસ ખેડતા જોવા મળી આવનારા ત્રિકમભાઈ છાંગાને અંજાર વિધાનસભા વિસ્તારમાં સર્વાગી રીતે જબ્બર આવકાર મળ્યો હોય તે સહજ વાત જ બની રહે તેમ છે.શ્રી ત્રીકમછાંગા કચ્છના એવા નેતા છે કે જેઓએ પોતાની અપાર લોકપ્રિયતા સાદગીના ધોરણે હાંસલ કરી છે. વી-વીઆઈપી કલ્ચરથી ત્રિકમભાઈ અનેક કોસો દુર રહેનારા જ લોકસેવક છે અને તે માટે જ તેઓ વિશેષ જાણીતા છે.મોંઘીદાટ ગાડીઓ કે અન્ય તામ-જામથી ત્રિકમભાઈ દુર જ રહેલા છે. તેઓને પક્ષ દ્વારા જે જવાબદારીઓ સોંપાઈ છે તેને હમેશા લોકોની વચ્ચે રહી સાદગીસભર રીતે જ તેઓએ યશસ્વીરીતે પૂર્ણ કરી દેખાડી છે. એક શિક્ષકથી શાળાના આચાર્ય સુધી ૩૪ વર્ષ કેળવણીકાર તરીકેની સાથે વર્ષ ર૦૦૦માં તાલુકા પંચાયતમાં વિજયી થયા અને વર્ષ ર૦૧૯ સુધી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા રહ્યા હતા. પુનઃવર્ષ ર૦૧૦મા જિલ્લા પંચાયતમાં વિજયી બનવાની સાથે જ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે લોકસેવાના કાર્યો કર્યા. તેઓએ જીલા પંચાયતના પ્રમુખની ભૂમીકામાં લોકકલ્યાણના નોંધપાત્ર કાર્યો કયા છે. ઉપરાંત તેમણે ભારતીય જનતા પાર્ટીના વિવિધ સંગઠનાત્મક પદો પર રહી સંગઠનને મજબુત બનાવવાની દીશામાં પણ નેત્રદીપક કામગીરી કરી દેખાડી છે. હાલમાં જ તેઓ એનસીએલ કોલસા મંત્રાલય ભારત સરકારમાં ડીરેકટર પદે મહત્વની સેવા આપી રહ્યા હતા.ત્રિકમભાઈ છાંગા રાજકિય – જાહેરજીવન સાથે શિક્ષણક્ષેત્રે કચ્છ યુનિવસિર્ટીના ઈ.સી તથા સેનેટ મેમ્બર, ગુજરાત માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સભ્યપદ, કચ્છ જિલ્લા બિનસરકારી માધ્યમીક શિક્ષણ સંઘના પ્રમુખ, ગુજરાત રાજય બિનસરકારી માધ્યમિક સંઘના ઉપપ્રમુખ રહી અને સતત સેવાઓ બજાવી છે. શૈક્ષણિક, જાહેરજીવન, રાજકીય ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં પણ ત્રીકમભાઈની સેવાઓની સદાય નોધ લેવાતી જ રહી છે.
તેઓ ગુજરાત આહીર કેળવણી મંડળ, શ્રી કચ્છ આહીર યુવક મંડળ, શ્રી મેકરણ શિક્ષણ સેવા ટ્રસ્ટ, શ્રી વાઘેશ્વરી માતાજી અન્નક્ષેત્ર હબાય, વગેરે સંસ્થાઓમાં વીવિધ પદો પરી અને સામાજિક સ્તરે પણ પોતાનું ચાવીરૂપ યોગદાન આપતા જ રહ્યા છે. નોધનીય છે કે, અંજાર વિધાનસભા મતવિસ્તારમાં જે રીતે ત્રીકમભાઈને પ્રચાર-પ્રસારમાં અભૂતપૂર્વ અને ઐતિહાસીક જનસમર્થન મળ્યુ છે તે જોતા આખાય વિધાનસભા વિસ્તારના મતદારો આવતીકાલે મતદાનના દીવસે ભાજપના આ ઉમેદવારને સૌથી વધુ લીડથી વિજયી બનાવવાનું નિશ્ચિંત જ કરી લીધુ હોય તેવો વર્તારો દેખાતો હોવાનુ કહીશુ તો અતિશયોકિતભર્યુ નહી ગણાય.

ભુજના વેપારીઓનો કેશુભાઈ પટેલને સાથ : જંગી લીડ સાથે વિજય બનાવવા સંકલ્પ

0

શહેરના જૈન વંડા બહાર યોજાયેલી જાહેરસભામાં બહોળી સંખ્યામાં વેપારીઓ તેમજ શહેરીજનો રહ્યા ઉપસ્થિત : આવતીકાલે મતદાનના દિવસે તમામ વેપારીઓ પાંખી પાળી લોકશાહીના મહાપર્વમાં હોંશભેર જોડાશે

ભુજ : ભુજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલને સમગ્ર વિધાનસભા વિસ્તારમાંથી પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. પ્રચાર પ્રસાર દરમ્યાન સ્વયંભુ લોકો જોડાઈ કેશુભાઈને વિજય બનાવી વિધાનસભામાં પહોંચાડવા માટે થનગની રહ્યા છે, ત્યારે ભુજ શહેરના વાણિયાવાડ ખાતે જૈન વંડાની બહાર કેશુભાઈ પટેલની વિશાળ જનસભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત રહેલા વિવિધ ક્ષેત્રના વેપારીઓ તેમજ શહેરીજનોએ પોતાનો સાથ કેશુભાઈ સાથે હોવાનું જણાવી તેમને જંગી લીડ સાથે વિજયી બનાવવા સંકલ્પ કર્યો હતો. આ જાહેરસભામાં ઉપસ્થિત રહેલા ર૦ જેટલા વેપારી એસો.ના પ્રમુખો, હોદ્દેદારો, સભ્યો તેમજ અગ્રણીઓએ કેશુભાઈ પટેલને ઉષ્માભેર આવકારી વિજયની આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી.જૈન વંડા બહાર યોજાયેલી જાહેરસભામાં પહોંચેલા કેશુભાઈ પટેલને ઢોલ શરણાઈના નાદે આવકારી હાર પહેરાવી સન્માનાયા હતા. પ્રથમ વાર મતદાન કરવા જઈ રહેલા દિકરા – દિકરીઓને કમળ આપી કેશુભાઈએ પ્રોત્સાહિત કર્યા હતા. સભા સંબોધતા કેશુભાઈએ જણાવ્યું કે, ભુજને વધુમાં વધુ વિકસાવી લોક પ્રશ્નોના ત્વરીત ઉકેલની ખાતરી આપી હરહંમેશ લોકો વચ્ચે રહેવાની વાત ઉચ્ચારી હતી. પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ ભાજપની વિકાસ ગાથા વર્ણવી કેશુભાઈ પટેલને ઐતિહાસિક મતોની લીડ સાથે વિજયી બનાવવા આહવાન કર્યું હતું. લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, જૈન સાત સંઘના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરીએ કેશુભાઈ પટેલને જંગી મતોથી જીત અપાવી વિધાનસભામાં પહોંચાડવા માટે અપીલ કરી હતી. આ વિશાળ જનસભામાં શરાફ બજાર વેપારી એસોસીએશનના હિંમતલાલ પુરૂષોત્તમ ઠક્કર, અશોકભાઈ ઝવેરી, મોહિતભાઈ સોની, સંજયભાઈ બુદ્ધભટ્ટી, બસ સ્ટેશન વેપારી એસોસીએશનના પ્રમુખ રાહુલભાઈ ગોર, લવજીભાઈ ઠક્કર (બીનહરીફ રોટી), કમલેશભાઈ શાહ, જગદીશભાઈ ઠક્કર (ભૂમિ હેન્ડીક્રાફટ), વોકળા ફળિયા વેપારી એસોસીએશનના વિનુભાઈ ભાવસાર, ચેતનભાઈ શાહ, દિનેશભાઈ ભાવસાર, હિરેનભાઈ શાહ, અશ્વિનભાઈ સોની, હિતેશ સોની, ફુટવેર મર્ચન્ટ એસોસીએશનના રાજન મહેતા, નયન પટવા, જગદીશભાઈ, દિલીપભાઈ ઠક્કર, ભરત શેઠ, અરવિંદભાઈ શેઠ, ભુજ મેટલ મર્ચન્ટના સત્યમભાઈ બારમેડા, પ્રશાંતભાઈ કંસારા, હિતેશભાઈ સોની, ધીરેન શાહ, મલય શાહ, ચોક ફળિયા વેપારી એસોસીએશનના પરીમલભાઈ ઠક્કર, સોમાભાઈ ઠક્કર, અશ્વિનભાઈ ધારાણી, ધવલભાઈ ઠક્કર, ખીમજી કાનજી પરિવાર, બુલીયન મર્ચન્ટના પ્રમુખ ભદ્રેશ દોશી, ઉપપ્રમુખ ગીરીશભાઈ સોની, મંત્રી વિજયભાઈ સોની, વાણીયાવાડ વેપારી એસોસીએશનના પ્રમુખ કમલ કારીઆ, ઉપપ્રમુખ અનવર નોડે, મંત્રી તેજશ ક્ષત્રિય, હિતેશ જોશી, તળાવ શેરી વેપારી એસોસીએશનના પ્રમુખ જીગરભાઈ શાહ, ઉપપ્રમુખ નિકુલ મહેતા, તળાવ શેરીના અગ્રણી કાંતિલાલભાઈ વોરા, સતીષભાઈ જોટા, વાણીયાવાડ એસોસીએશનના બીપીન બાબુલાલ શાહ, કીર્તિકુમાર ભાઈચંદ વોરા, સંદીપભાઈ શાહ તથા અગ્રણીઓ, અનમ રીંગ રોડ વેપારી એસોસીએશનના અનીલભાઈ ડાભી, શૈલેશભાઈ ઠક્કર, રીતેશભાઈ સંઘવી, વિપુલભાઈ મહેતા, છઠ્ઠીબારી રીંગરોડ વેપારી એસોસીએશનના પ્રમુખ ભાવેશભાઈ ઠક્કર, મંત્રી રાજેશભાઈ સોલંકી, ખજાનચી પ્રભુભાઈ પ્રજાપતિ, જયંતભાઈ ગોસ્વામી, અરવિંદભાઈ અગરબતીવાળા, સમીર શાહ, ભુજ મોબાઈલ વેપારી એસોસીએશનના પ્રમુખ ભાવેશભાઈ ઠક્કર, મંત્રી કલ્પેશભાઈ સાવલા, નીરજભાઈ શાહ (અક્ષર ટેલિકોમ), સુરેશભાઈ, આંગડીયા એસો.ના કાર્યકારી પ્રમુખ કિશોરભાઈ રસીકલાલ ઠક્કર, મુકેશભાઈ પારી, રવિરાજસિંહ ચુડાસમા, હર્ષ રમેશભાઈ શાહ, જીતુભાઈ રમેશ કાંતિ આંગડીયા, શેરી ફેરીયા એસોસીએશનના અભિષેક ઠક્કર, મયુરભાઈ ગોર તથા સર્વે મિત્રો, ઘાટીયા ફળિયાના કલ્પેશભાઈ ઠક્કર તથા સર્વે મિત્રો, કંસારા બજારના અનિલભાઈ બારમેડા, સંજીવભાઈ કટ્ટા, મુરજીભાઈ બુદ્ધભટ્ટી સહિત ભુજના નામાંકીત વેપારીઓ, પ્રબુદ્ધ નાગરીકો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ આયોજન વ્યવસ્થા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન જગત (જલધિ) વ્યાસ, ભાજપ કોષાધ્યક્ષ દિલીપભાઈ શાહ, નગરસેવક ધીરેન લાલન, અનિલ છત્રાળા, હિનાબા ઝાલા, પાયલબેન ઠક્કર, નુશરતબેન પરમાર, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તાપશ શાહ, શહેર પ્રમુખ બાલકૃષ્ણ મોતા, ભૌમિક વચ્છારાજાની, સંજય ઠક્કર, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, સુપાર્શ્વ જૈન સમાજ પ્રમુખ કૌશલભાઈ મહેતા અને તેમની ટીમ સહિતનાઓ હાજર રહ્યા હતા. સભાનું સંચાલન ભુજ સુધરાઈના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીએ કર્યું હતું. આવતીકાલેે લોકશાહીના મહાપર્વ એટલે કે, ચૂંટણી યોજાવાની હોઈ શહેરના વેપારીઓએ પાંખી પાળી મતદાનોત્સવ ઉજવવાનો નિર્ણય પણ કર્યો છે.

મતદાન પૂર્વે જ ગાંધીધામના મકાનમાં દારૂ ઝડપાયો

0

ગાંધીધામ : શહેરના ગણેનગર વિસ્તારમાં મતદાનના એક દિવસ પૂર્વે જ પોલીસે કાર્યવાહી કરીને ઘરમાંથી ૧૦ હજારનો દારૂ ઝડપી પાડ્યો હતો. સેકટર-૬ ગણેશનગરમાં મકાન નંબર ૧૯૪માં રહેતા લક્ષ્મણ ઉર્ફે અમીત કારૂ મહેશ્વરી દારૂ વેચતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં આરોપી હાજર મળ્યો ન હતો. પોલીસને જોઈને તે ફરાર થઈ ગયો હતો. આ ઘરમાં પેટી પલંગમાંથી દારૂની ૧પ બોટલ, રપ ક્વાટરિયા મળી આવ્યા હતા.

ચંદિયાના મંદિરમાંથી દાન પેટી ચોરનારો ગામનો શખ્સ ઝડપાયો

0

અંજાર : તાલુકાના ચંદિયા ગામે આવેલા મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાને બનાવી દાન પેટીમાં રહેલી રોકડ રકમની ઉઠાતરી કરી હોવાનું સામે આવ્યું છે. મંદિરમાં પૂજા કરતા ખોડિયારગર ગોસ્વામી સવારે કામે ગયા હતા. બપોરે તેમના માતા કમળાબેન મંદિરમાં સાફ સફાઈ કરવા ગયા, ત્યારે દાન પેટી જોવા મળી ન હતી. જેથી અંદાજે ૩ હજાર રૂપિયાની રોકડ ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરતાં ગામમાં રહેતા ગોપાલ દાનુભા ઉર્ફે છાનસિંહ ગોહિલે આ બનાવને અંજામ આપ્યો હોવાનું જણાઈ આવતા તેની અટક કરવામાં આવી હતી. અને આરોપી પાસેથી મુદામાલ રિકવર કરવાની કાર્યવાહી પીએસઆઈ એ.વી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

મતદારોએ મત આપતા પહેલા મતદાન મથકે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરવાના રહેશે

0

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અનુસંધાને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ જે મતદારોને મતદાર ફોટો ઓળખપત્ર આપવામાં આવ્યા છે, તે તમામ મતદારોએ તેમનો મત આપતા પહેલા મતદાન મથકે પોતાની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. ફોટો ઓળખપત્ર રજૂ ન કરી તેવા મતદારોએ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આધારકાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેન્ક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ, કેન્દ્ર/રાજ્ય સરકાર/ જાહેર ક્ષેત્ર ઉપક્રમો/ જાહેર લિમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇ્શ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇશ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, યુનિક ડીસેબિલિટી આઇડી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા ઓળખપત્રો પૈકી કોઇ એક દસ્તાવેજ રજુ કરવાનો રહેશે. વધુમાં, તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના રોજ મતદાનના દિવસે મતદારોને સક્રિય ભાગ લેવા તથા લોકશાહીના મહા અવસરમાં સામેલા થવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જી.કે.જનરલ હોસ્પિટલમાં જ્વલ્લે જ જાેવા મળતા મહાધમનીના રોગનું નિદાન કરી સારવાર સુનિશ્ચિત કરાઈ

0

ભુજ : જી.કે જનરલ અદાણી હોસ્પિટલમાં મેડિસિન વિભાગની ટીમે માનવ શરીર રચનામાં જ્વલ્લે જ જાેવા મળતા રક્તવાહિનીના રોગ (ટાકાયાસુ આર્ટરાઈટિસ)નું નિદાન કરી એક મહિલાની સારવારની દિશા સુનિશ્ચિત કરી હતી. મહાધમનીનો આ રોગ દસ લાખ દર્દીઓ પૈકી એક થી બે વ્યક્તિમાં જાેવા મળે છે.
ગાંધીધામના મનીષાબેન (ઉ.વ.૨૭) જી.કે.માં આવ્યા ત્યારે તેમને ચક્કર આવતા હતા. પ્રથમ નજરે આવા કેસમાં તબીબનું ધ્યાન બીપી ઉપર જ કેન્દ્રિત થાય છે. અહીં પણ એવું જ થયું. બેનનું બીપી ચકાસતા ડો.ના અચંબા વચ્ચે હાથમાં ક્યાંય ધબકારા સંભળાતા જ નહોતા. ત્યાર બાદ પગમાં પ્રયત્ન કર્યો તો પલ્સ યાને કે ધબકારા સંભળાયા, તો બીપી ઓછું જણાયું. આ કેસ દુર્લભ છે તેવો અહેસાસ મેડિસિનની ટિમના ડો.યેસા ચૌહાણ, ડો. જયંતિ સથવાર, ડો. શૈલ જાની, ડો. મયુર પટેલ, ડો. સાગર સોલંકી અને ડો. નીલમને આવી જતાં તેમણે રેડિઓલોજીનો સહારો લીધો. સીટી એંજિઓગ્રાફી કરતાં માલૂમ પડ્યું કે, હૃદયની સબ્ક્લેવિયન આર્ટરી (મહાધમની) જે હાથ તેમજ શરીરના ઉપરના ભાગને રક્ત પૂરું પાડે છે એ અત્યંત સાંકળી થઈ ગઈ હતી, જેથી હાથને લોહી નહોતું મળતું, પરંતુ નીચે લોહી પૂરી માત્રામાં જતું હોવાથી પલ્સ મળતા હતા. આમ ભાગ્યે જ દેખાતા આવા હૃદયરોગ જેવા કેસનું નિદાન કરી મેડિસિન વિભાગે નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. મનીષાબેનને દાખલ કર્યા છે અને તેમની સારવર માટે અન્ય નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે.

29-11-2022

0

READ NEWSPAPER ONLINE