મોરબી દુર્ઘટના : ગુજરાત સરકાર એકશનમાં

0
108

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબીમાં સમીક્ષા બેઠક યોજાઈ જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરી માટે માર્ગદર્શન આપ્યું

મોરબીઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જવાથી થયેલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની સારવાર,તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી બચાવ રાહત કામગીરીનું નિરીક્ષણ વગેરે માટે તાબડતોબ મોરબીની મુલાકાતે
પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ દુર્ઘટના સ્થળ,સીવીલ હોસ્પિટલની મુલાકાત પછી જિલ્લા કલેકેટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજીને વધુ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ વિપદાની વેળાએ આફતગ્રસ્ત લોકોને રાજ્ય સરકારના
સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી રાજ્યમંત્રી મંડળના રાજ્યમંત્રીઓ,સાંસદશ્રીઓ ધારાસભ્યો અને વહીવટી તંત્ર,પોલીસ તંત્ર,આરોગ્ય સેવા તંત્રના જિલ્લા અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.મોરબી ઝૂલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટનામાં બચાવ રાહત કાર્ય એન ડી આર એફ ની રેસ્ક્યુ ટીમ દ્વારા પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે રાત્રે જ મોરબી પહોંચીને તંત્રનું માર્ગ દર્શન કરી રહ્યા છે. આજે સવારે તેમણે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યું હતું ત્યાર બાદ તેઓ સ્વયં ગૃહ રાજ્ય મંત્રી સાથે રેસ્ક્યુ બોટ મારફત મચ્છુ નદીમાં એન ડી આર એફ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ઓપરેશન સ્થળે પહોંચ્યા હતા.ભૂપેન્દ્ર પટેલે આ રેસ્ક્યુ ટીમના વડા સાથે વાતચીત કરીને વધુ વિગતો મેળવી હતી.

ઓરેવાગ્રુપનો ચેરમેન જયસુખ પટેલ ગાયબ

ગાંધીનગર : મોરબીની જે દૂર્ઘટના બની છે તે બાબતે મોટા ફણગા ફુંકનાર ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ ગાયબ થઈ ગયા છે. રાજાશાહી સમયનો બનાવાયેલ આ બ્રીજનુ રીનોવેશન કરવામાં આવ્યુ હતુ અને તે બ્રીજને ૧પ વર્ષ સુધી કાંઈ જ નહી થાય તેવા દાવા કરનાર ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ હાલમાં કયાં છે? તેવા સવાલો સામે આવવા પામ્યા છે.૧પ વર્ષ નહી પણ બ્રિજ ખુલ્લો મુકયાના ગણતરીના દીવસોમાં જ તુટી પડયો છે.

  • સમિતીના સભ્ય શ્રી સુભાષ ત્રિવેદી કરે લાલઆંખ

પુલ દુર્ઘટનાના મૃતકોના દોષિત તરીકે મોરબીના સીઈઓ સંદીપ ઝાલાને જ કરો જેલ ભેગો..!

આ જૂલતો ૫ુલ મોરબી નગરપાલીકાની મિલકત છે

૧૪૦થી વધુ લોકોનું મોત ઝુલતા પુલે લઈ લીધુ, વગર ફીટનેશ સર્ટી ફીકેટ, આ પુલને શરૂ કરવાની મંજુરી કોણે આપી? નગરપાલિકાના મુખ્ય કારોબારી અધિકારી ઝાલાની જ જવાબદારી ફીટ થવી જોઈએ

આ સંદીપસિંહ ઝાલાનું પેટ જ મોટું છે, તેના પેટમાં જયા સુધી કંઈ પડે નહી ત્યાં સુધી તે મંજુરી આપવી કે પછી આંખ આડા કાન કરે જ નહી? અહી પણ કંઈક આવુ જ સંદીપસિંહે કર્યુ હોઈ શકે? કચ્છમાં પણ ભુજ હોય કે, અંજાર કે પછી મુંદરા, આ સીઈઓનો કાર્યકાળ ભ્રષ્ટાચારથી ખબદબતો જ રહ્યો છે..! મુંદરામાં તો આ સંદીપસિહ ઝાલાના જ વહીવટદાર તરીકેના સમયકાળનો ૮૦ કરોડના સરકારી જમીનના કૌભાંડનો ડખ્ખો હજુય નથી ઉકેલાયો..!

ગાંધીધામ : મોરબીમાં ગઈકાલે ઝુલતો પુલ તુટવાની કરૂણાંતિક સર્જાઈ જવા પામી છે અને તેમાં અત્યાર સુધીમાં ૧૪૧ જેટલા લોકોના મોત નિપજી ગયા હોવાની વાત સામે આવવા પામી રહી છે. તેની સાથે જ હવે આ ઘટનાને લઈને અનેકવિધ સવાલો પણ સામે આવવા પામી રહ્યા છે. જેમાં મુળ વાત એ સામે આવી રહી છે કે, પુલને શરૂ કરવા માટે કલેકટર સહિતનાઓ દ્વારા એનઓસી આપવામાં ન આવી, પરવાનગીઓ અપાઈ ન હતી, નગરપાલિકાના પણ ફીટનેશ સર્ટીફીકેટ નહોતા લેવાય તો પછી કેવી રીતે આ બ્રીજને શરૂ કરી દેવામાં આવ્યો? આ બ્રીજ આ રીતે આડેધડ શરૂ કરી દેવાની મંજુરી કોણે આપી?દરમ્યાન જ મોરબી નગરપાલીકાના મુખ્ય કારોબારી અધિકારી સંદીપસિંહ ઝાલા દ્વારા પણ સામે ચાલીને નિવેદન આપી દેવામાં આવ્યુ છે કે, અમારી મંજુરી લીધા વિના જ આ બ્રીજ ચાલુ કરી દેવાયો છે? ત્યારે અહી સવાલ એ થાય છે કે, મંજુરી નહોતી લેવાઈ તેવુ સંદીપસિંહને ખબર હોવા છતા તેઓએ કેમ આ બ્રીજ ચાલુ થતો અટકાવ્યો નહી? તેઓએ કયા કારણોસર આ પ્રકારે ૧૪૦થી વધુ લોકોના જીવને જોખમમાં નાખી દીધા? જાણકારો કહી રહ્યા છે કે, પ્રાથમિક તબક્કે આ ઘટનામાં મોરબીના મુખ્ય કારોબારી અધિકારી સંદીપસિંહ ઝાલાની જ જવાબદારી-બેદરકારીમાં ફીટ કરવો જોઈએ. કારણ કે, આ સંદીપસિંહ ઝાલાને પેટ જ પટ્ટારા જેવુ છે તેના પેટમાં કઈક જાય તો એ આવી કેાઈ પણ છુટછાટો બાબતે આંખ આંડા કાન કરતા વાર કરતા જ નથી. કચ્છમાં પણ સંદીપસિહ ઝાલાનો ભુજ-અંજાર કે પછી મુંદરા-બારોઈ નગરપાલિકાનો કાર્યકાળ રહ્યો છે ખુબજ ખરડાયેલો અને તેમાંય મુંદરામાં તો જયાર સદીપસિહ ઝાલા વહીવટદાર હતા ત્યોર તેમના જ નાક નીચે ૮૦ કરોડથી વધુનુ જમીન કૌભાંડ રચાઈ ગયુ હતુ અને તેના ડખ્ખા હજુય સમવા પામ્યા નથી. એટલે ખરેખર મોરબીવાળી ઘટનામાં સંદીપસિહ જેવાઓની લાપરવાહી તપાસનીસ સમીતીએ ફીટ કરવી જોઈએ.

મોરબીની હોનારત કચ્છ માટે વજ્રઘાત

મોરબી દુર્ઘટનાને પગલે ગઈકાલે સાંજે જ બચાવકાર્ય માટે કચ્છથી પાંચ ટીમો મોકલાઈ છે, કચ્છના મૃતકોની વાત આવી રહી છે, જે કન્ફર્મેશનની કાર્યવાહી ચાલુમાં છે : સંભવત પાંચ લોકો મૃતકોમાં સમાવિષ્ટ છે :શ્રી ડી.કે.રાણા(કચ્છ કલેકટર)

ગાંધીધામ : મોરબીમાં અમુક ટીખ્ખળખોરોની મસ્તીથી ૧૪૧થી વધુ લોકોના જીવ પર પૂર્ણ વિરામ મુકાઈ જવા પામ્યુ છે. અહી ઝુલતો પુલ તુટવાની જે દુર્ઘટના સર્જાઈ છે તેમાં અત્યાર સુધીમાં સત્તવાર રીતે સામે આવતી માહીતી અનુસાર ૧૪૧ લોકોના મોત નિપજી ગયા છે. દરમ્યાન જ આ મામલે કચ્છનુ પ્રશાસન પણ હરકતમાં આવી ગયુ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.મોરબીની દુર્ઘટનાને લઈને કચ્છ કલેકટરશ્રી ડી.કે. રાણાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ગઈકાલે સાંજે જ કચ્છમાંથી પાંચ જેટલી અલગ અલગ ટીમો રાહત-બચાવના કાર્ય માટે મોકલી આપવામાં આવી છે. વાહનો, બોટ, તરવૈયા, ઈ.આર.સી અને નગરપાલિકાની ટીમો રાત્રે જ પહોચી ગઈ છે અને રાહતબચાવનું કાર્ય કરી રહ્યા છે. તો વળી આજ રોજ શ્રી રાણાએ વાત કરતા જણાવ્યુ હતુ કે, મૃતકોમાં કચ્છના લોકોનો પણ સમાવેશ હોવાની પ્રાથમિક વાત સામે આવી રહી છે. હાલમાં ૧૪૧ મૃતકોના લીસ્ટમાં ચાર કચ્છના હોવાનુ સામે આવ્યુ છે પરંતુ તેમના પરીવારજનોનો સંપર્ક કરી અને આ મામલે ખરાઈ કરવા સહિતની કાર્યવાહી ચાલુમાં જ હોવાનુ શ્રી રાણાએ જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હોસ્પિટલમાં અસરગ્રસ્તોને મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા

ગાંધીનગરઃ મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા બાદ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તત્કાલ મોરબી પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ મોરબી પહોંચીને સૌ પ્રથમ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને રૂબરૂ મળીને ખબર અંતર પૂછ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં સારવાર વ્યવસ્થા અંગે તબીબો સાથે વાતચિત કરીને સમીક્ષા પણ કરી હતી.મુખ્યમંત્રી
ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા.

મૃતક લોકોની યાદી જાહેર
મોરબીઃ મોરબીની આ ગોઝારી દુર્ઘટનામાં ૧૪૦થી વધુ લોકોના મોત નિપજ્યા છે.મૃત્યુ પામેલા લોકોના નામની યાદી નીચે મુજબ છેઃ
૧. સુજલ હરેશભાઈ ચાવડા ૨. હનીફભાઈ હુસેનભાઇ કુંભાર ૩. ઇલાબેન મહેશભાઈ છત્રોલા ૪. આયુબેન ધમભા ગોખરુ (ગઢવી) ૫. કિરણબા પ્રતાપસિંહ જાડેજા – શનાળા ૬. ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ – શનાળા ૭. જેનવીબેન હરેશભાઈ અમૃતિયા – ખાનપર ૮. ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર ૯. નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ ૧૦. નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા ૧૧. હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ ૧૨. મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ ૧૩. અનિસાબેન આરીફશા સાહમદાર ૧૪. આફ્રીદશા આરીફશા સાહમદાર ૧૫. ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા ૧૬. મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી ૧૮. રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી ૧૯. શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક ૨૦. ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર ૨૨. સુહાન ઓસમાણભાઈ વીસીપરા ૨૩. આવેશ ઓસમાણભાઈ વીસીપરા ૨૪. માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી ૨૫.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી ૨૬. ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી ૨૭. યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી ૨૮. માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી- મોરબી ૨૯. સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી ૩૦.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી ૩૧. જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી ૩૨.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી ૩૩. જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી ૩૪. ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી ૩૫. ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી ૩૬. હુસેન દાઉદભાઈ- રાપર ૩૭. એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી ૩૮. ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા ૩૯. સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ ૪૦. પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ ૪૧. ફળદુ મિરલબેન હાર્દિકભાઈ ૪૨. પરમાર સંગીતાબેન ભુપતભાઈ ૪૩. ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ ૪૪. મનસુખભાઈ છત્રોલા ૪૫. નૈતિક મહેશભાઈ સોઢીયા ૪૬. ભૂમિકાબેન રાયધનભાઈ ૪૭. કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ ૪૮. શાબાન આસિફ મકવાણા ૪૯. મુમતાઝ હબીબ મકવાણા ૫૦. પાયલ દિનેશભાઇ ૫૧. નફસાના મહેબૂબભાઈ ૫૨. એકતા ચિરાગભાઈ જીવાણી ૫૩. પૂજાબેન ખીમજીભાઈ ૫૪. ભાવનાબેન અશોકભાઈ ૫૫. મિતલબેન ભાવેશભાઈ ભીંડી ૫૬. સોનલ પ્રશાંતભાઈ મકવાણા ૫૭. જગદીશભાઈ રાઠોડ ૫૮. કપિલભાઈ રાણા ૫૯. મેરુભાઈ ટીડાભાઈ ૬૦. સંદીપભાઈ રાજેશભાઇ ૬૧. ભુપતભાઇ છગનભાઇ પરમાર ૬૨. આરવ ભાર્ગવભાઈ દેત્રોજા ૬૩. ઉષાલા ભૂપતસિંહ ઝાલા -કોંઢ ૬૪. મિતુલ મોહનભાઇ દંડીયા રહે – ગૂંદાસરા ૬૫. રવિ રમણિકભાઈ પરમાર ૬૬. શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા – શનાળા ૬૭. ધવલભાઈ જયેશભાઈ દોશી ૬૮. અરુણભાઈ મનુભાઈ વાઘેલા ૬૯. ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા ૭૦. રાજ દિનેશભાઇ દરિયા ૭૧. મહેશ વશરામભાઈ મકવાણા ૭૨. અશોક જેસિંગભાઈ ચાવડા ૭૩. ખલીફા અમિત રફીકભાઈ ૭૪. હંસાબેન રૂપેશભાઈ ડાભી ૭૫. મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા ૭૬.અલ્ફાઝખાન પઠાણ ૭૭. ભરતભાઇ ચોકસી ૭૮. પ્રશાંતભાઈ મકવાણા ૭૯. વસીમભાઈ અલીભાઈ સુમરા ૮૦. હબીબુદ શેખ ૮૧. ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા ૮૨.ધાર્મિક રાજુભાઈ મૂછડીયા ૮૩.પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા ૮૪.ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર, પૃથ્વી મનોજભાઈ ૮૬.ભવિકભાઈ દેત્રોજા ૮૭.ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા ૮૮. નસીમબેન બાપુશા ફકીર ૮૯. નફીષાબેન મહેબૂબભાઈ૯૦. તુષાર રૂપેશભાઈ ડાભી ૯૧. પ્રવિણસિંહ રઘુભા ઝાલા ૯૨. કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી ૯૩. શાહનવાઝ બાપુશા -જામનગર ૯૪. ઓસમાણભાઈ તારભાઈ સુમરા – મોરબી ૯૫. વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ ૯૬ ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી- દરબારગઢ, મોરબી ૯૭ નિસર્ગ ભાવેશભાઈ ભીંડી – માણેકવાડા ૯૮.નિષાબેન સતીષભાઈ દેસાઈ -આલાપ રોડ, મોરબી ૯૯. મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા- રાજકોટનો સમાવેશ થાય છે. હજુય યાદી અપડેટ થઈ રહી છે.

સાંસદ મોહન કુંડારિયાના બહેનના કુટુંબના જ ૧૨ સભ્યોના નિધન

મોરબીઃ મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં ૧૪૧થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સિવાય અનેક લોકો ગંભીર

રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે. સેનાના જવાનો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેઓએ ઘટના સ્થળે નિરીક્ષણ કરીને અધિકારીઓ પાસેથી આ અંગે માહિતી મેળવી છે. આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના સભ્યોના પણ મોત થયાના સમાચાર છે. સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના ૧૨ સભ્યોના મૃત્યુ થયા છે. સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે. એક પરિવારનાં ૧૨ સભ્યોનાં મૃત્યુ થયા છે. સાંસદ મોહન કુંડારિયા સતત ખડેપગે છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાથી રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્‌ છે. દ્ગડ્ઢઇહ્લ, આર્મી, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. નેવી અને એરફોર્સની ટીમ પણ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ છે. નદીમાં કીચડ હોવાથી મૃતદેહ શોધવામાં મુશ્કેલીઓ પડી રહી છે. મોડી રાતથી મચ્છુમાં સર્ચ યથાવત્‌ છે.