દીલ્હીમાં બેઠક શરૂ : કચ્છ મુદ્દે આજે નિર્ણય! :: ટિકિટ માટે કચ્છના કેટલાક નેતાઓનું અંતિમ તબક્કાનું લોબિંગ તેજ

0
177

કચ્છમાં બે ક્ષત્રિયને રીપીટ કરવાના ઉજળા સંકેતો

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે આજથી દિલ્હીમાં ભાજપની કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે જેમાં કચ્છની ૬ વિધાનસભા બેઠકો માટેના મુરતિયા ઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે કચ્છમાં કોને ટિકિટ મળશે અને કોની ટિકિટ કપાશે તે અંગેની અટકળો શરૂ થઈ છે. તો કેટલાક દાવેદારો એ ટિકિટ મેળવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો શરૂ કરીને લોબિંગ શરૂ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પ્રદેશ ભાજપ નેતાગીરી ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકો માટેની પેનલ યાદી લઈને દિલ્હી પહોંચ્યું છે. દિલ્હીમાં આજથી ભાજપની કેન્દ્રીય પલામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થઈ છે જેમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં કચ્છ જિલ્લાની ૬ વિધાનસભા બેઠકો માટેની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.કચ્છ જિલ્લાની ૬ વિધાનસભા બેઠકો પૈકીની ૫ વિધાનસભા બેઠકો પર ભાજપનો કબજાે છે. અંજાર અબડાસા ગાંધીધામ ભુજ અને માંડવી બેઠક ના વર્તમાન ધારાસભ્યો ના નામો પર કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી છે. કઈ બેઠકો પર વર્તમાન ધારાસભ્યને રીપીટ કરવા કોને ટિકિટ આપવી અને કઈ બેઠક પર નવા ચહેરાઓ મુકવા તે અંગે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરીને આખરી ઉમેદવારોની પસંદગી આજે કરવામાં આવનારી હોય કચ્છ જિલ્લાની ૬ વિધાનસભા બેઠકો પર કયા ધારાસભ્યો રિપીટ થશે અને કોની ટિકિટ કપાશે તેની અટકળો શરૂ થઈ છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લાની બે બેઠકો પર વર્તમાન ધારાસભ્યોને રીપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે જ્યારે ભાજપે આ વખતે ૭૫ વર્ષની વયના નેતાઓને ટિકિટ નહીં આપવાનો ર્નિણય કર્યો હોય ભુજ બેઠક પર શું નિર્ણય લેવાય છે તેના તરફ મીટ મંડાયેલા છે.  માંડવી અને અંજાર બેઠક પર વર્તમાન ધારાસભ્યોને રીપીટ કરાશે કે તેમના સ્થાને કોઈ નવા ચહેરાઓને ટિકિટ અપાશે તે અંગે અટકળો શરૂ થઈ છે.રાપર વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો કબજાે હોય આ વખતે રાપર બેઠક કબજે કરવા માટે ભાજપ કોઈ નવા મજબૂત યુવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળી ને કોઈ નવા ચહેરાને જ મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

કચ્છમાં દાદા-દાદીઓના જાેરે ટિકિટ મેળવવા ઈચ્છુકો ખાંડ ન ખાતા…!

ગાંધીધામ : ટિકિટની ફાળવણીઓની ઠેર ઠેર આતુરતાપૂર્વક ઈંતેજારી થઈ રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ તો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ છે. હમેશા ટિકિટ ફાળવણીમાં સરપ્રાઇજ જ આપતા હોય છે. કચ્છમાં દાદા કે દાદીઓની લાગવગ કે લોલીપોપ પણ શરૂ થયા હોવાનુ ચર્ચાય છે. પરંતુ રાજકીય તજજ્ઞો કહે છે કે, આવી કોઈ જ લોલીપોપ મળી શકે તેમ નથી. જે ટિકિટને માન્યતા દેવાવાળા છે તે નરેન્દ્ર અને અમિત શાહ જેવા દુરંદેશી જ છે. અને જયા નરેન્દ્રભાઈ-અમિત શાહ જેવા ચાણકય નિર્ણાયક ભુમિકામાં હોય ત્યા દાદા-દાદીવાળા કયાં ફાવી શકે?