એમ.ડી. ડ્રગ્સ કેસમાં મુંબઈનો યુવક થાણે જેલમાં ધકેલી દેવાયો

0
45

બે દિવસના રીમાન્ડ પુર્ણ થયા : સ્થાનિક ડ્રગ પેડલરના નામ પરથી પડદો ઉંચકાયો

ભુજ : મહારાષ્ટ્ર એ.ટી.એસ.ની ટુકડીએ રવિવારે રાત્રે એક વાગ્યાના અરસામાં બોરીવલી સ્ટેશન બહાર ભુજના એમ્બ્યુલન્સ ડ્રાઈવર યુવકને ૧૯.૬ ગ્રામ એમ.ડી. ડ્રગ્સની પડીકી સાથે દબોચી લીધો હતો, બે દિવસના રીમાન્ડ પુર્ણ થતા તેને થાણે જેલ હવાલે કરી નખાયો હતો. રીમાન્ડ દરમિયાન પુછપરછમાં સ્થાનિકે માલ કયાંથી લીધો હતો તે નામ પરથી પડદો ઉંચકાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના શહેરના સંજોગનગર ખાતે રહેતો ઈમરાન ઉર્ફે રોયલ અબ્દુલ અરબ રવિવારે રાત્રે મુંબઈથી ભુજ માટે રવાના થાય તે પહેલા જ એ.ટી.એસ.એ તેને દબોચી લીધો હતો.એ.ટી.એસ.ની ટુકડીએ તેની પાસેથી ૧૯.૬ ગ્રામ મેફેડોન ડ્રગ્સ કિંમત ૧,૯૬,૦૦૦નો જથ્થો એક મોબાઈલ અને ૭૦૦ રુપીયા રોકડ કબજે કરી કસ્તુરબા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ભુજના યુવકને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રીમાન્ડ મંજુર થયા હતા, રીમાન્ડ દરમિયાન તેણે સ્થાનિકે કયા ડ્રગ પેડલર પાસેથી માલ ખરીદ્યુ હતુ તેના નામ પરથી પડદો ઉંચકાયો છે. બે દિવસના રીમાન્ડ પુર્ણ થતા યુવકને થાણા જેલમાં ધકેલી દેવાયો હતો.