કચ્છ કુરીયન વલમજીભાઈ હુંબલ વાઈસ ચેરમેન પદે યથાવત

0
64

  • GCMMFમાં ચેરમેન-વાઈસ ચેરમેન રિપીટ : વિશ્વ પ્રખ્યાત ફેડરેશનમાં કચ્છનો દબદબો અકબંધ

દેશની ટોચની સહકારી સંસ્થામાં ચેરમેન પદે શામળભાઈ પટેલ પુનઃ પસંદગીનો કળશ ઢોળાયો : નવનિયુક્ત હોદેદારો પર થતી અભિનંદન વર્ષા :બન્ને મોભીઓએ ફેડરેશનના વિકાસના નવી ઉંચાઈએ લઈ જવાનો વ્કયત કર્યો વિશ્વાસ

વલમજીભાઈ હુંબલ કચ્છના સહકારીક્ષેત્રનું મોટું નામ છે : કચ્છ જિલ્લા ભાજપના વર્તમાન કાર્યકારી પ્રમુખ, સરહદ ડેરીના ચેરમેન, અંજાર એપીએમસીના ચેરમેન પદે તેઓ સેવા બજાવે છે

ગાંધીનગર : ગુજરાતમાં ૬૧ હજાર કરોડની વહીવટ ધરાવતી અને દેશની ટોપની સહકારી સંસ્થા જીસીએમએમએફમાં સોઢીના કારસ્તાનોને કારણે બદનામ થાય એ પહેલાં સોઢીને બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. સોઢીના ખેલોને પગલે ગુજરાતા ૩૬ લાખ પશુપાલકોનો વિશ્વાસ આ સંગઠન પર જળવાઈ રહે એ માટે લેવાયેલા નિર્ણયની દૂધ સંઘો દ્વારા સરાહના કરાઈ રહી છે ત્યારે સૌથી મોટી બાબત એ છે કે આજે અમૂલમાં નવા ચેરમેન માટે ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતના ૧૮ ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના આગામી અઢી વર્ષની મુદત માટેના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેન રિપીટ કરાયા છે. ચેરમેન પદે શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે કચ્છ કુરીયન તરીકે પ્રખ્યાત વલમજી હુંબલને રિપીટ કરાયા છે. આણંદ ખાતે આજે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી યોજાઈ હતી જેમાં રાજ્યના ૧૩ દૂધ સંઘોના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યમાં દૂધ સંઘોમાં ઉત્તર ગુજરાતના દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો છે. આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. આ ડેરીઓનું અમૂલના જીસીએમએમએફ પર પ્રભુત્વ છે. હાલમાં શામળભાઈ એ સંઘના અમૂલ ફેડરેશનના ચેરમેન છે. ત્યારે નવા ચેરમેન તરીકે શામળ પટેલને રિપીટ કરાયા. GCMMFના વર્તમાન બોર્ડમાં ચેરમેન શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન વાલમજીભાઈ હુંબલની મુદ્દત પૂર્ણતાને આરે હતી. ત્યારે આજ રોજ વિધિવત રીતે ચેરમેન પદે શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલને રિપીટ કરાયા છે. નોંધનીય છે કે, વલમજીભાઈ ને રીપીટ કર્યાની સાથે જ વિશ્વ પ્રખ્યાત ફેડરેશનમાં કચ્છનો દબદભો અકબંધ રહ્યો છે.

દુધઉત્પાદકો-પશુપાલકોના વિકાસની આગેકુચ માટે સદાય કટિબદ્ધ : વલમજીભાઈ હુંબલ (કચ્છ કુરીયન)

કેમલના દુધનો નવતર પ્રયોગ સહિત શામળભાઈ તથા વલમજીભાઈ હુંબલની ટીમે કરેલા પ્રયાસોની લેવાઈ છે વૈશ્વીક નોધ

ગાંધીધામ : વિશ્વ વિખ્યાત જીસીએમએમએફના ચેરમેન-વાઈસ ચેરમેનની આજ રોજ જાહેરાત કરવામાં આવી છે અને તેમાં કચ્છને માટે ફરીથી ગૌરવની ક્ષણ સમાન અહેવાલો સામે આવ્યા છે. વિશ્વ પ્રખ્યાત ફેડરેશનમાં કચ્છનો દબદબો યથાવત જ રહ્યો હોય તેમ આજ રોજ ફેડરેશનના વાઈસ ચેરમેન પદે ફરીથી કચ્છમાં કાર્યરત સરહદ ડેરીના ચેરમેન તથા કચ્છ કુરીયન તરીકે પ્રસિદ્ધ વલમજીભાઈ હુંબલને રીપીટ કરવામા આવ્યા છે. આ તબક્કે વલમજીભાઈ સાથે ટેલીફોનીક વાતચીત કરવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે, ગત અઢીવર્ષની ટર્મ દરમ્યાન દુધ ઉત્પાદકો, પશુપાલકો સહિતઓ માટે સૌને સાથે રાખીને એક ટીમરૂપ જે કામો કર્યા છે તેની નોધ લેવાઈ છે જે બદલ સૌનો આ તબક્કે આભાર વ્યકત કરુ છુ. શ્રી હુંબલે વધુમાં કહયુ કે, આગામી અઢીવર્ષ માટે પણ ફદુધ ઉત્પાદકો તથા પશુપાલકોને માટે વીકાસકાર્યોની વણથંભી વિકાસકુચ યથાવત જ રાખીશુ અને તે માટે બનતા તમામ પ્રયત્નોકરવામા આવશે. નેાધનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન ઉંટડીના દુધને લોન્ચીંગ કરવા સહિતના અનેકવિધ નવતર પ્રયાસો ગત અઢીવર્ષની ટર્મ દરમ્યાન કરવામાં આવ્યા છે.