ગાંધીધામમાં વૃદ્ધ વેપારી સાથે થયેલી લૂંટમાં અંતે ગુનો નોંધાયો

0
65

ગાંધીધામ : અહીં સેકટર-૧ એ શક્તિનગરમાં રહેતા ૭૩ વર્ષના વેપારી તારાચંદભાઈ આલુમલ લખવાણી પોતાના ઘરે હતા, ત્યારે તેમના ઘરનો દરવાજો તોડી ચાર અજાણ્યા ઈસમો ઘરમાં ઘુસી આવ્યા અને ફરિયાદી પર છરી વડે હુમલો કરી ઘરમાંથી રોકડા રૂપિયા ર૦ હજાર તેમજ ૩ હજારના ચાંદીના ૧ર સિક્કા, ૭ હજારનો મોબાઈલ તેમજ બેંકના કાગળો અને ક્રેડીટ કાર્ડ સહિતની માલમતા લૂંટી ગયા હતા. જેથી ૩૦ હજારની લૂંટ થઈ હોવાની ફરિયાદ દાખલ થતાં એ ડિવિઝન પીએસઆઈ પી.સી. મોલિયાએ આગળની તપાસ હાથ ધરી છે.