મુંબઈ : મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત આઈપીએલનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને કેપ્ટન રોહિત શર્માએ ચોથી વખત ચેમ્પિયન બનાવી છે. આ ટીમની માલિક અને ભારતના ધનકુબેર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે. અને તેઓ ઘણા ખુશ છે. ત્યારે તેઓ ટ્રોફી લઈ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા.

જ્યાં તેમણે ભગવાનની મૂર્તિ સામે ટ્રોફી મૂકી હતી. અને પૂજારીઓએ મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી. નીતા અંબાણી હંમેશા આઈપીએ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો હોંસલો વધારવા માટે મેદાનમાં હાજર રહેતા હોય છે. ઘણી વખત જોવા મળ્યું છે કે જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય ત્યારે નીતા અંબાણી સ્ટેન્ડમાં બેસીને પ્રાર્થના કરતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here