“E – COOPERATIVE PORTAL “ માં તમામ સહકારી મંડળીને લગતી માહિતી ચોક્સાઈથી ભરવાની રહેશે – જિલ્લા રજિસ્ટ્રારશ્રી ડી.વી. ગઢવી

0
49

ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ – ૧૯૬૧ હેઠળ નોંધાયેલી તમામ સહકારી મંડળીઓને  જણાવવામાં આવે છે કે, શ્રી રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગરની કચેરી દ્વારા E – COOPERATIVE PORTAL બનાવવામાં આવેલ છે. જેના વિવિધ મોડ્યુલ પૈકી એક મોડ્યુલ MIS છે. MIS મોડ્યુલ દ્વારા સહકારી મંડળીઓ સંલગ્ન વિવિધ પ્રકારની માહિતી એકઠી કરવામાં આવશે. જે મંડળીઓના સંચાલન તથા વિકાસ માટે ઉપયોગી બની રહેશે. આ માહિતીમાં મુખ્યત્વે નોંધણી સંબંધિત વિગતો, વહીવટી બાબતો તથા હિસાબી બાબતોનો સમાવેશ થાય છે. E – COOPERATIVE PORTAL ની વેબસાઈટ :‌-  www.ecooperative.gujarat.gov.in છે. જે અંતર્ગત HOME સ્ક્રીનમાં MIS મોડ્યુલ પર ક્લીક કરીને લોગીન થવાનું રહેશે. તેમજ મંડળીને લગતી માહિતી ચોક્સાઈથી ભરવાની રહેશે. સહકારી મંડળીઓ દ્વારા યુઝર આઈ.ડી. અને પાસવર્ડ પોર્ટલ પર જનરેટ કરવાના રહેશે. સદર બાબતે કોઈ મુશ્કેલી જણાય તો નીચે દર્શાવેલ હેલ્પડેસ્ક નંબર નો સંપર્ક કરવો.

વેબસાઈટ :‌-  www.ecooperative.gujarat.gov.in હેલ્પડેસ્ક નંબર :- (૦૨૮૩૨) ૨૫૧૭૫૩ છે. માર્ગદર્શન માટેના વિડિયો પોર્ટલ પર ઉપલબ્ધ છે.  આમ છતાં આ કામગીરીના માર્ગદર્શન માટે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, ભુજ-કચ્છનો સંપર્ક કરવો એમ  સહકારી મંડળીઓ, ભુજ-કચ્છના  જિલ્લા રજિસ્ટ્રારશ્રી ડી.વી. ગઢવીની અખબારી યાદીમાં જણાવ્યું છે.