ભુજ : વિધાનસભા ચુંટણી ટાણે અસામાજીક પ્રવૃત્તીને ડામવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પાસાનો સકંજો કસાતો હોય છે ત્યારે પશ્ચિમ કચ્છ એલસીબીએ નખત્રાણાના દેવીસર ગામના બુટલેગર પર પાસાનો સકંજો કસ્યો છે. એલસીબીની ટુકડીએ ગેરકાયદેસર પ્રવૃત્તી અટકાવવા માટે નખત્રાણાના દેવીસર ગામના અરવીંદ ભચુ કોલીને પાસા તળે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવાયો હતો. અરવીંદ સામે નખત્રણા પોલીસ મથકે થોડા સમય પુર્વે ૪૮૦ બોટલ શરાબનો કેસ નોંધાયો હતો.