CSKના કેપ્ટન ધોનીએ આઇપીએલ ૨૦૨૧ માટે નવી જર્સી કરી લોન્ચ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,ચેન્નઇ સુપરકિંગ્સ (સીએસકે) ની ટીમ આઇપીએલ ૨૦૨૧ માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. એમએસ ધોનીની ટીમ પણ ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતની આ મેગા ટી-૨૦ લીગ પહેલાં માહીને પોતાના ફેન્સને પોતાની ઝલક બતાવી છે. ચેનઇ સુપરકિંગ્સ (સીએસકે)ના કેપ્ટન એમએસ ધોની આઇપીએલ ૨૦૨૧ માટે નવી જર્સી લોન્ચ કરી દીધું છે. સીએસકેએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે જેમાં માહી તમિલ ભાષામાં બોલતાં જોવા મળી રહ્યા છે. સીએસકેની આ નવી જર્સીમાં ઇન્ડીયન આર્મીને સન્માન આપતાં તેનો ’કૈમોફ્લોઝ’ પણ નાખવામાં આવ્યો છે. જર્સીમાં ફ્રેંચાઇઝીના લોગો ઉપર ૩ સ્ટાર છે, જે વર્ષ ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮ માં મળેલા ખિતાબની જીતની સાક્ષી રહી છે. આર્મીને સન્માન આપવા માટે ક્રિકેટ ફેન્સ આ ફ્રેંચાઇઝીની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.