Covid 19 ની સારવાર આપનાર તબીબી સંસ્થાઓએ વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્રારા કોરોના વાયરસ (COVID-19) રોગને મહામારી (પેન્‍ડેમીક) જાહેર કરેલ છે. જેથી ભારત સરકારશ્રીએ આ રોગના અટકાયત માટેના તમામ પગલાઓ સઘન રીતે અમલ કરવા રાજય સરકારશ્રીને નિર્દેશ કરેલ છે. જે અન્‍વયે સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જાહેરનામા  દ્રારા ધ ગુજરાત એપેડમિક એકટ, ૨૦૨૦ ગુજરાતમાં લાગુ છે. જે થી કોવીડ-૧૯ ના અટકાવ અને નિયંત્રણના પગલા લેવામાં આવી રહેલ છે. 
હાલે રાજયમાં અને કચ્છ જિલ્લામાં કોવીડ-૧૯ ના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તે ધ્યાને લેતા કોવીડ-૧૯ ના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લામાં કોવીડ હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવી જરૂરી છે. આથી જે પણ પ્રાઇવેટ કલિનિક, દવાખાના, નર્સિંગ હોમ, મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ કોવીડ હોસ્પિટલ તરીકે જોડાવા માંગતા હોય તેઓ કોવીડ-૧૯ માટે ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ, ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્‍ટર તથા કોવીડ કેર સેન્‍ટર શરૂ કરી શકશે. જે માટે હવે જિલ્લા કલેકટરશ્રી કે મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની મંજુરી લેવાની રહેશે નહિ. કોવીડ-૧૯ માટે ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ, ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્‍ટર તથા કોવીડ કેર સેન્‍ટરની નીચે મુજબની માહિતી સાથે અત્રેના ઇ-મેલ એડ્રેસ ૧. [email protected] 2. [email protected] પર જાણ કરવાની રહેશે. હોસ્પિટલનું નામ, બેડ ફેસેલીટી પ્રકાર દા.ત. જનરલ વોર્ડની સંખ્યા, /એચ.ડી.યુ,/આઇ.સી.યુ,/, આઇ.સી.યુ વીથ વેંટીલેટર ની સંખ્યા, વિસ્તાર (શહેર, તાલુકો, ગામ), ડોકટરનુ નામ અને સંપર્ક નંબર, હોસ્પિટલના હેલ્પડેસ્ક નંબર
આ માહિતી સાથે અત્રેના ઇ-મેલ એડ્રેસ [email protected] અને  [email protected] પર જાણ કરવાની રહેશે તથા અન્ય કોઇ પુછપરછ માટે અત્રેની ડિઝાસ્ટર શાખાના કંટ્રોલરૂમના હેલ્પલાઇન નંબર ૦૨૮૩૨ ૨૫૨૩૪૭ પર કોલ કરી શકાશે એમ ડિઝાસ્ટર શાખા ની અખા બાર યાદીમાં મામલતદાર શ્રી દ્વારા   જણાવાયું છે