ગાંધીધામમાં શહેર સંગઠન – ધવલ આચાર્યની ટીમ ચૂંટણી મેનેજમેન્ટના બોધપાઠ માટે કચ્છમાં પ્રેરણાની શ્રેષ્ઠ દીવાદાંડી.!

0
57

  • સત્તાના માધ્યમથી સેવાનો સચોટ દાખલો..!

ગાંધીધામના આ આચાર્ય પરિવારમાંથી જાહેરજીવનના બોધપાઠ જેમના રગેરગમાં વારસાગત રીતે જ વહી રહ્યા છે તેવા યુવા અગ્રણી ધવલ આચાર્ય હાલમાં ચૂંટણી મેનેજમેન્ટની દીશામાં કાઢી રહ્યા છે મોટું કાઠું : બુથ, શકિતકેન્દ્રો, પેજસમિતી,થી માંડી શહેર-તાલુકા સહિતના મંડળોથી લઈ અને જિલ્લા તથા પ્રદેશ કક્ષાએ પણ ચૂંટણીઓની વ્યવસ્થાઓમાં ધવલ આચાર્યની કડીરૂપ ભૂમીકાઓની ઠેર-ઠેરથી થતી રહી છે સરાહના

ગાંધીધામ વિધાનસભામાં પણ શહેર સંગઠન પંકજભાઈ ઠકકરની સાથે સંકલન સાધી, માલતીબેન મહેશ્વરીના મધ્યસ્થ કાર્યાલયના આદીપુર-ગાંધીધામના અન્ય સાથી ઈન્ચાર્જશ્રીઓ ધનજીભાઈ હુબલ, મોમાયાભા ગઢવી, મનોજભાઈ મુલચંદાણીની સાથે રહી ધવલભાઈ આચાર્ય ગાંધીધામ બેઠક પર વહીવટી માર્ગદર્શન, પેજ-બુથસ્તરની સંકલનભરી કામગીરી સહિતમાં નિભાવી રહ્યા છે કડીરૂપ ભૂમિકા

હાલમાં ગાંધીધામ વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે પણ ટીમ ધવલભાઈ આચાર્ય આ બેઠકને ગુજરાતભરમાં ઐતિહાસીક અને મોટી લીડ અપાવવામાં સફળ થાશે

ગાંધીધામ : સત્તા એ પાવરના ભોગવટા માટે નહીં, પરંતુ લોકસેવા-જનસેવાના માટેનુ માધ્યમ છે તેવું કચ્છમાં જો કોઈ પરીવાર પુરવાર કરી શકયુ હોય તો તે ગાંધીધામનું આચાર્ય પરીવાર તેમા ચોકકસ ગણનાપાત્ર રીતે સૌના મોઢે પ્રથમ હરોળમાં ગુંજતું જ નામ બની રહેશે તેમ કહેવુ જરા સહેજ પણ વધુ પડતુ નહી કહેવાય. હાલમાં ગુજરાત-કચ્છમાં ચૂંટણીનો માહોલ જામેલો છે ત્યારે ગાંધીધામના આ જનસેવાના ભેખધારી પરીવારની અન્ય સેવાઓને નહી પરંતુ ચૂંટણીઓ જીતવી, ચુંટણીઓની વ્યવસ્થાઓ, મેનેજમેન્ટમાં પારંગત હાંસલ કરવાની જ વાત કરીએ તો ચૂંટણી મેનેજમેન્ટની દીશામાં ગાંધીધામનુ આ આચાર્ય પરીવારનો સેવાના આ જ વારસાને વર્તમાન સમયે બખુબી રીતે આગળ વધારી રહ્યા છે તેમના જ પરીવારના કુળદીપક ધવલભાઈ આચાર્ય.મિત્રો, આ પરીવાર ચૂંટણી મેનેજમેન્ટમાં ડો.ભાવેશ આચાર્યથી ધવલ આચાર્ય સુધી પ્રેરણાદાયી કાર્ય જ કરી રહ્યા હોય તેમ દેખાય છે. સહેજ વિગતે વાત કરીએ તો કોઈ પણ ચૂંટણી હોય, તેમાં બારીકાઈથી માઈક્રોપ્લાનીંગ સાથે તૈયારીઓ આદરી અને હાર-જીતના સમીકરણોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવામાં ડો. આચાર્યની ભૂમિકા હમેશા ચાવીરૂપ જ રહી છે. હવે આ જ વારસો વર્તમાન અમુક વરસોથી ગાંધીધામના આ આચાર્ય પરિવારમાંથી જાહેરજીવનના બોધપાઠ જેમના રગેરગમાં વારસાગત રીતે જ વહી રહ્યા છે તેવા યુવા અગ્રણી ધવલ આચાર્ય આગળ ધપાવી રહ્યા છે. ધવલભાઈ હાલમાં ચૂંટણી મેનેજમેન્ટની દીશામાં મોટું કાઠું કાઢી રહ્યા છે. વાત કરીએ વર્તમાન સમયે પણ વિધાનસભા ચૂંટણીની તો ભાજપ દ્વારા ધવલભાઈને ગાંધીધામ વિધાનસભા બેઠકના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીના મધ્યસ્થ કાર્યાલયના ઈન્ચાર્જ બનાવાયા છે. આ જવાબદારી શ્રી ધવલભાઈ આચાર્ય વર્તમાન સમયે ગાંધીધામ ભાજપ શહેર સંગઠન, તથા માલતીબેન મહેશ્વરીના મધ્યસ્થ કાર્યલના અન્ય ઈન્ચાર્જશ્રીઓ ધનજીભાઈ હુંબલ, મોમાયાભા ગઢવી, મનોજભાઈ મુલચંદાણી સહિતનાઓની સાથે બખુબીથી નિભાવી રહ્યા છે. નોધનીય છે કે, ધવલભાઈ આચાર્ય બુથ, શકિતકેન્દ્રો, પેજસમિતી,થી માંડી શહેર-તાલુકા સહિતના મંડળોથી લઈ અને જિલ્લા તથા પ્રદેશ કક્ષાએ પણ ચૂંટણીઓની વ્યવસ્થાઓમાં ધવલ આચાર્યની કડીરૂપ ભૂમીકાઓની ઠેર-ઠેરથી સમયાંતરે પ્રંસશા થતી જ રહી છે. નોધનીય છે કે, ગાંધીધામ વિધાનસભાના હાલમાં તોએ ઈન્ચાર્જ તરીકે સેવા બજાવી રહ્યા છે. ગાંધીધામ વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે પણ ટીમધવલભાઈ આચાર્ય આ બેઠકને ગુજરાતભરમાં સૌથી મોટી લીડ અપાવવામાં સફળ થાય તો નવી નવાઈ નહી કહેવાય. ધવલભાઈએ ગાંધીધામમાં ચૂંટણી માટેની વ્યવસ્થાઓ તેમના અન્ય સહયોગીઓની સાથે એક ટીમરૂપ સંકલન કરી અને ચૂંટણીના સમય પહેલાથી જ આયોજનબદ્ધ રીતે શરૂ કરી દીધી હતી અને હવે જયારે પ્રચાર-પ્રસાર વેગવાન બનેલા છે અને તેમાં ભાજપના ઉમેદવારને જે જનપ્રતિસાદ મળતો જોવાઈ રહ્યો છે તે આ પ્રકારની બાઈકાઈથી કરવામાં આવેલી ચૂંટણી તૈયારીઓની ટીમ ધવલભાઈની રંગત જરૂરથી દેખાડી જાય તેવો વર્તારો હાલમાં ખડો થતો જોવાઈ રહ્યો છે. ગાંધીધામ વિધાનસભાન બેઠક આ વખતે કદાચ ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે જીતેને ધવલભાઈ અને તેમની ટીમ દ્વારા ઐતિહાસક લીડનું બિરૂદ પણ મેળવી લેવાય તો નવી નવાઈ નહી કહેવાય તેમ રાજકીય તજજ્ઞો માની રહ્યા છે.