CBSE બોર્ડની માર્કિંગ સ્કીમથી ૧૧૫૨ વિદ્યાર્થીઓ અસંતુષ્ટઃ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકયો

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,સુપ્રીમ કોર્ટે ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે સીબીએસઇની જે ફોર્મ્યુલાને લીલીઝંડી આપવામાં આવી હતી તેને કેટલાંક વિદ્યાર્થીઓએ પડકારી છે. સુપ્રીમ કોર્ટમાં ૧૧૫૨ વિદ્યાર્થીઓએ અરજી કરી આ સ્કીમ પર પ્રશ્ન ઉઠાવતા કેટલાંક સૂચનો કર્યા છે.વિદ્યાર્થીઓએ વકીલ મનુ જેટલી દ્વારા દાખલ કરેલી પોતાની અરજીમાં કંપાર્ટમેંટ, છેલ્લાં કેટલાંય વર્ષોથી પાસ થવાની આશામાં પરીક્ષા આપનાર, ડ્રોપ આઉટ, ખાનગી વિદ્યાર્થીઓ માટે પણ નીતિ બનાવાની માંગણી કરી છે. આ વર્ગોની અંતર્ગત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ, પેરેન્ટસ, શિક્ષકો વગેરેના સ્વાસ્થય સુરક્ષા સહિત તમામ જરૂરી સગવડો કરવાના મુદ્દા પણ અરજીમાં ઉઠાવામાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટે ૩ જૂનના રોજ સીબીએસઇએ ૧૨મા ધોરણની પરીક્ષાઓની માર્કિંગ સ્કીમ બનાવીને કોર્ટમાં રજૂ કરવાનું કહ્યું હતું. બોર્ડે ૧૭મી જૂનના રોજ પોતાની ફોર્મ્યુલા કોર્ટને આપી જે કોર્ટે મંજૂર કરતાં રેકોર્ડ પર લીધી. પરંતુ અરજીકર્તા વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ વર્ગોના વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓને લઇ નવી સ્કીમ ઉદાસીન છે. આ સંવિધાનમાં આપવામાં આવેલા માળખું અધિકારોમાં સમાનતાના અધિકારોના અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન છે.ફેબ્રુઆરીમાં બોર્ડના સર્કુલર પ્રમાણે કંપાર્ટમેન્ટ, રિપિટિવ, પ્રાઇવેટ વગેરેના પરીક્ષાર્થીઓ માટે પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ, ઇન્ટરનલ અસેસમેન્ટ વગેરે અલગથી આયોજીત કરવાના લીધે રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે જ કરાવશે. અરજીકર્તાઓની માંગણી છે કે આ વર્ગોના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પણ કોર્ટ માંગાવે અને તેમને વણ વ્યવહારિક રાહત આપે.